Mumbai ની KEM હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત, અન્ય બીમારીઓની સાથે કોરોનાની પણ પુષ્ટિ થઈ
- મુંબઈની KEM હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત
- અન્ય રોગોની સાથે મૃતકોમાં કોરોનાની પણ પુષ્ટિ થઈ
- ડોક્ટરોનું કહેવું છે કે અત્યારે ગભરાવાની જરૂર નથી
Corona In Mumbai: હોસ્પિટલ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 58 વર્ષીય મહિલા કેન્સરથી પીડિત હતી, જ્યારે 13 વર્ષની છોકરી કિડની સંબંધિત ગંભીર બીમારીથી પીડાતી હતી. બંને દર્દીઓ કોવિડ પોઝિટિવ હતા.
કોરોના પોઝિટિવના બે કેસ
મુંબઈની KEM હોસ્પિટલમાં 2 કોરોના પોઝિટિવ દર્દીઓના મોતના સમાચાર છે. એવું કહેવાય છે કે અન્ય રોગોની સાથે મૃતકોમાં કોરોનાની પણ પુષ્ટિ થઈ છે. નોંધનીય છે કે હોંગકોંગ અને સિંગાપોરમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે.
મુંબઈની KEM હોસ્પિટલના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ બંને દર્દીઓનું મૃત્યુ કોવિડ-19 ને કારણે નથી થયા, પરંતુ કેન્સર અને કિડની ફેલ્યોર જેવી પહેલાથી જ થયેલી ગંભીર બીમારીઓને કારણે થયા છે કારણ કે તેઓ અન્ય બીમારીઓની પણ સારવાર લઈ રહ્યા હતા.
આ પણ વાંચો : TMC નો કેન્દ્રીય પ્રતિનિધિમંડળમાં જોડાવાનો ઇનકાર! કહયું, અમે દેશ સાથે છીએ, પણ અમારા પ્રતિનિધિ અમે નક્કી કરીશું"
મૃત્યુ પહેલા પરીક્ષણો કરવામાં આવ્યા હતા
હોસ્પિટલના જણાવ્યા અનુસાર, 58 વર્ષીય મહિલાનું મૃત્યુ કેન્સરથી થયું હતું અને 13 વર્ષની છોકરીનું મૃત્યુ કિડનીની બીમારીથી થયું હતું. બંને દર્દીઓના મૃત્યુ પહેલા કરવામાં આવેલા પરીક્ષણોમાં જાણવા મળ્યું કે તેઓ કોરોના ચેપગ્રસ્ત હતા.
અત્યારે ગભરાવાની જરૂર નથી
આ અંગે તબીબોનું કહેવું છે કે અત્યારે ગભરાવાની જરૂર નથી, પરંતુ બેદરકારી ન રાખવી જોઈએ અને વૃદ્ધો, ગંભીર રોગોથી પીડિત લોકો અને વિદેશથી પરત ફરતા પ્રવાસીઓએ સાવચેતી રાખવાની જરૂર છે.
આ પણ વાંચો : વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન ટેમ્પલ પર કરેલા ડ્રોન-મિસાઇલ હુમલાને ભારતીય સેનાએ નાકામ કર્યો, જુઓ ડેમો