ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bihar : 1 લીટર દૂધના કારણે 2 લોકોએ ગુમાવ્યા જીવ, બદલાની આ કહાની વાંચી તમે પણ ચોંકી જશો

બિહારના ભોજપુર જિલ્લામાં એક લિટર દૂધને લઈને બે પક્ષો વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે એક બાજુએથી ફાયરિંગ શરૂ થઈ ગયું. આ હિંસક અથડામણમાં 2 લોકોના મોત થયા છે. જાણો આ કેસ વિશે વિગતવાર...
05:37 PM Mar 16, 2025 IST | MIHIR PARMAR
બિહારના ભોજપુર જિલ્લામાં એક લિટર દૂધને લઈને બે પક્ષો વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે એક બાજુએથી ફાયરિંગ શરૂ થઈ ગયું. આ હિંસક અથડામણમાં 2 લોકોના મોત થયા છે. જાણો આ કેસ વિશે વિગતવાર...
bihar crime murder gujarat first

Shocking Bihar Crime : બિહારના ભોજપુરમાંથી હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે બે પક્ષો વચ્ચે એક લિટર દુધને લઈને આ ઘટના બની હતી. દૂધને લઈને વિવાદ એટલો વધી ગયો કે એક પક્ષ તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું. આ દરમિયાન એક વ્યક્તિને ગોળી વાગી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. આ પછી, હત્યાનો બદલો લેવા, મૃતકના પરિજનોએ પહેલા પક્ષના એક યુવાનને એટલો માર માર્યો કે તે મરી ગયો. આ હિંસક ઝઘડામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેઓની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ, કેસ નોંધીને તપાસ શરૂ કરી.

દૂધને લઈને ફાયરિંગ

આ આખો મામલો ભોજપુર જિલ્લાના બધરા પોલીસ સ્ટેશન વિસ્તારના સેમરા ગામનો છે. અહી બે દિવસ પહેલા સેમરા અને બિંદગવા ગામના બે પક્ષો વચ્ચે એક લીટર દૂધ ખરીદવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં એક યુવકની નામી અપરાધીઓએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ઘટના પછી તરત જ મૃતકના પરિવારજનોએ બદલો લેવા ગોળી મારવાવાળા આરોપી યુવકને એટલો માર માર્યો કે તેનુ પણ મોત થયુ હતુ. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે અને ઘટનાસ્થળે પોલીસ તૈનાત કરવામાં છે. પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.

આ પણ વાંચો :  Karnataka માં ડબલ મર્ડર, બાઇક સવાર બે લોકોને ઘેરીને માર્યા, આરોપીઓની શોધખોળ ચાલુ

પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે

ભોજપુરના એસપી રાજ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મામલાની તપાસ કરી રહ્યા છે. દરમિયાન, એસપી રાજે કહ્યું કે સ્થળ પરથી એક પિસ્તોલ અને એક રાઈફલ મળી આવી છે, જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તમામ ઘાયલોને સારવાર માટે આરા સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  Jharkhand: ગિરિડીહના એક ઘરમાં મળ્યા એક સાથે 4 મૃતદેહ

Tags :
BiharMilkDispute BhojpurDoubleMurder RevengeKillingBihar ShockingBiharCrime BiharViolence SemraVillageMurder JusticeForVictims BiharCrimeInvestigation MilkDisputeMurder EndViolenceInBihar
Next Article