ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pakistan ને સેનાની ગુપ્ત માહિતી આપનારા 2 જાસૂસોની ધરપકડ, ISI ગુપ્તચર નેટવર્કનો પર્દાફાશ

પંજાબ પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં પલક શેર મસીહ અને સૂરજ મસીહની અમૃતસરથી ધરપકડ કરી છે. તેઓ આર્મી અને એરફોર્સની સંવેદનશીલ માહિતી લીક કરી રહ્યા હતા.
11:29 AM May 04, 2025 IST | MIHIR PARMAR
પંજાબ પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં પલક શેર મસીહ અને સૂરજ મસીહની અમૃતસરથી ધરપકડ કરી છે. તેઓ આર્મી અને એરફોર્સની સંવેદનશીલ માહિતી લીક કરી રહ્યા હતા.
Two Indians arrested on suspicion of espionage gujarat first

Punjab Police: પંજાબ પોલીસે પાકિસ્તાન માટે જાસૂસીની શંકામાં અમૃતસરથી બે ભારતીયોની ધરપકડ કરી છે. તેમની ઓળખ પલક શેર મસીહ અને સૂરજ મસીહ તરીકે થઈ છે. એવો આરોપ છે કે બંને અમૃતસરમાં આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તારો અને એરફોર્સ બેઝની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ્સ પાકિસ્તાનને લીક કરી રહ્યા હતા.

ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ગુનો દાખલ

અમૃતસર ગ્રામીણ પોલીસે કરેલી કાર્યવાહીમાં જાણવા મળ્યું છે કે આ જાસૂસોએ હરપ્રીત સિંહ ઉર્ફે પિટ્ટુ ઉર્ફે હેપ્પી દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ સાથે સંપર્કો સ્થાપિત કર્યા હતા. હરપ્રીત હાલમાં અમૃતસર સેન્ટ્રલ જેલમાં બંધ છે અને તે પહેલાથી જ ગંભીર કેસોમાં આરોપી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતની તપાસમાં ઘણા મહત્વપૂર્ણ સંકેતો મળ્યા છે અને જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ વધુ મોટા ખુલાસા થઈ શકે છે.

આ પણ વાંચો :  UP: સીમા હૈદર પર ઘરમાં ઘૂસીને હુમલો, ગુજરાતના સુરેન્દ્રનગરના યુવકની અટકાયત

રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમાધાન નહી

પંજાબ પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે તે ભારતીય સેના અને સશસ્ત્ર દળો સાથે મજબૂતીથી ઉભું છે અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાની પોતાની ફરજમાં સંપૂર્ણપણે અડગ છે. દેશની સુરક્ષા સાથે ચેડા કરવાનો કોઈપણ વ્યક્તિ કે સંગઠનનો પ્રયાસ સહન કરવામાં આવશે નહીં અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે દેશની સરહદો પર સુરક્ષા પહેલાથી જ સંવેદનશીલ છે. આ મામલાની ઝડપથી તપાસ કરવામાં આવી રહી છે અને ગુપ્તચર એજન્સીઓ પણ આ નેટવર્કનો પર્દાફાશ કરવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો :  સેનાને દારૂગોળો પૂરો પાડતી ઓર્ડનન્સ ફેક્ટરી ફેક્ટરીના કર્મચારીઓની રજાઓ કરાઈ રદ, તાત્કાલિક કામ પર પાછા ફરવાનો આદેશ

Tags :
Amritsar Spy CaseArmy Secrets LeakedDefense BreachGujarat FirstIndia Pakistan TensionsISI ExposedMihir Parmarnational securityNo Compromise On SecurityOfficial Secrets ActPunjab Police
Next Article