Jammu-Kashmir માં 2 આતંકવાદી ઠાર મરાયા, સેનાએ ગુરેઝ સેક્ટરમાં ઘુસણખોરીને નિષ્ફળ બનાવી
- Jammu-Kashmir માં 2 આતંકવાદી ઠાર મરાયા
- સેનાએ ગુરેઝ સેક્ટરમાં ઘુસણખોરીને નિષ્ફળ બનાવી
- સેનાએ ઓગસ્ટમાં આ બીજી ગેરકાયદેસર ઘુસણખોરીને નિષ્ફળ બનાવી
- કુપવાડામાં ફરજ દરમિયાન સેનાનો સૈનિક શહીદ થયો હતો
Jammu-Kashmir : ગુરેઝ સેક્ટરમાં ભારતીય સુરક્ષાદળોએ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતી ઘુસણખોરીને નિષ્ફળ બનાવી છે. સુરક્ષાદળોએ ગુરેઝ સેક્ટરમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ આતંકવાદીઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. ઓગસ્ટ મહિનામાં આ બીજી વખત ગેરકાયદેસર થનાર ઘુસણખોરીને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી છે.
Jammu-Kashmir માં સેનાને મળી સફળતા
Jammu-Kashmir ના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં ભારતીય સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા. આ આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં પણ અખાલ વિસ્તારમાં 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સેનાની આ કાર્યવાહીને કારણે સરહદ પર સુરક્ષા વધુ કડક બની ગઈ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંભવિત ઘુસણખોરીના પ્રયાસ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે ગુરેઝ સેક્ટરમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યુ હતું. સેનાએ જણાવ્યું હતું કે, સતર્ક સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ અને ઘૂસણખોરોને પડકાર ફેંક્યો, જેના પરિણામે આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. સેનાએ કહ્યું હતું કે, સૈનિકોએ ગોળીબારનો જવાબ આપ્યો અને બે આતંકવાદીઓને ઠાર માર્યા. સેનાએ કહ્યું હતું કે,આ વિસ્તારમાં વધુ આતંકવાદીઓ હોઈ શકે છે. આ જ કારણ છે કે ઓપરેશન હજુ પણ ચાલુ છે.
Jammu-Kashmir Gujarat First-28-08-2025-
આ પણ વાંચોઃ Raghuram Rajan on US tariff : : US ટેરિફ ચિંતાજનક છે, ભારત માટે આ એક 'ચેતવણી'
એક સૈનિક શહીદ
જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir) ના કુપવાડામાં ફરજ દરમિયાન સેનાનો સૈનિક શહીદ થયો હતો. સેનાએ ગુરુવારે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ફરજ દરમિયાન એક સૈનિક શહીદ થયો હતો. શ્રીનગર સ્થિત સેનાના ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે, ચિનાર કોર્પ્સ કુપવાડા જિલ્લામાં ઓપરેશન ફરજ દરમિયાન બહાદુર હવાલદાર ઈકબાલ અલીના સર્વોચ્ચ બલિદાનનું સન્માન કરે છે. તેમની હિંમત અને સમર્પણ હંમેશા આપણને પ્રેરણા આપશે. સેનાએ કહ્યું કે, ચિનારના યોદ્ધાઓ સૈનિકની બહાદુરી અને બલિદાનને સલામ કરે છે. સેનાએ વધુમાં કહ્યું કે, અમે શોકગ્રસ્ત પરિવાર સાથે એકતામાં ઉભા છીએ અને તેમના સુખાકારી માટે પ્રતિબદ્ધ છીએ.
Jammu-Kashmir Gujarat First-28-08-2025--
આ પણ વાંચોઃ PM Modi આજે જાપાન પ્રવાસે જશે, 15 મી ઈન્ડિયા-જાપાન એન્યુઅલ સમિટમાં હાજરી આપશે