Ujjain મહાકાળેશ્વર મંદિર નજીકની તકિયા મસ્જિદ સહિત 230 મકાનો તોડી પડાયા
- ઉજ્જૈન મંદિરના વિકાસમાં આડી આવતી હતી મસ્જિદ
- આસપાસના 300 જેટલા મકાનોને પણ તોડી પડાશે
- હાઇકોર્ટના આદેશ બાદ તંત્રની તાબડતોબ કાર્યવાહી
Ujjain News : બેગમબાગ કોલોનીમાં શનિવારે બપોરે 3 વાગ્યે વિસ્તારના 100 થી વધારે મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા. એડીએમ અને મહાકાળ મંદિરના પ્રભારી પ્રશાસકે જણાવ્યું કે, આ કાર્યવાહીને પૂર્ણ થવામાં એકથી બે દિવસનો સમય લાગશે. અત્યાર સુધી શાંતિપ્રિય રીતે કાર્યવાહી ચાલી રહી છે. લોકો પોતે પણ તેમાં તંત્રનો સહયોગ કરી રહ્યા છે અને મકાનો ખાલી કરી રહ્યા છે.
મહાકાળેશ્વર મંદિર નજીક તોડી પડાઇ આખી કોલોની
ઉજ્જૈનમાં મહાકાળેશ્વર મંદિરની નજીક બેગમબાગ કોલોનીમાં 230 કરતા પણ વધારે મકાનોને ધ્વસ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી. તંત્ર અને પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે ધર્મ સ્થળ તકિયા મસ્જિદને પણ તોડી પાડવામાં આવી. જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, આ દરમિયાન કોઇ પણ પ્રકારનો વિરોધ થયો નહોતો.
આ પણ વાંચો : Mahila Naga Sadhu: મહિલા નાગા સાધુઓ ભારતીય સંત પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ
સામાન્ય કાંકરીચાળાના અહેવાલ
કેટલાક લોકોએ પથ્થરમારાનો પ્રયાસ કર્યો જોકે પોલીસ દળે તત્કાલ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. કાર્યવાહી સતત ચાલતી રહી હતી. જો કે તંત્રએ તે વાતની પૃષ્ટિ કરી નથી. પોીલસનું કહેવું છે કે, આવી કોઇ ઘટના બની નથી પરંતુ જો બનશે તો કડક હાથે કામ લેવામાં આવશે.
સ્થાનિક લોકોનો સહયોગ મળી રહ્યો છે
બેગમબાગ લોનીમાં શનિવારે બપોરે 3 વાગ્યા સુધી વિસ્તારના 100 થી વધારે મકાનોને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા હતા. એડીએમ અને મહાકાળ મંદિરના પ્રભારી પ્રશાસકે જણાવ્યું કે, આ કાર્યવાહીને પૂર્ણ થવામાં એકથી બે દિવસનો સમય લાગશે. હજી સુધી શાંતિપ્રિય રીતે કાર્યવાહી ચાલી રહી છે. જેમાં સ્થાનિક લોકો, પોલીસ અને તંત્રનો ભરપુર સહયોગ મળી રહ્યો છે. લોકો સ્વયંભુ મકાનો ખાલી કરી રહ્યા છે.
આ પણ વાંચો : Gujarat: ઉત્તરાયણના દિવસ માટે પવનની ગતિને લઇ અંબાલાલ પટેલની આગાહી
મહાકાળેશ્વર મંદિર વિસ્તાર માટે જરૂરી કાર્યવાહી
અત્રે ઉલ્લેખનીય છે કે, મહાકાળેશ્વર મંદિરના વિસ્તરીકરણ અને સૌંદર્યીકરણની રસ્તામાં આવતી બેગમબાગ કોલોની કિંમતી જમીન મળ્યાની મોટી અડચણ દૂર થઇ ચુકી છે. મામલો મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં લાંબા સમય સુધી ચાલ્યો જ્યાં કોર્ટે કોલોની ધરાવતા લોકોની અપીલ ફગાવી દીધી હતી. જો કે નિચલી કોર્ટમાં કેસ હોવાના કારે તંત્ર કબ્જો લઇ નહોતું શકતું. હવે તે કોર્ટમાંથી પણ ચુકાદો આવી જતા જિલ્લા તંત્ર દ્વારા તાબડતોબ કાર્યવાહી કરવામાં આવી.
આ પણ વાંચો : દિલ્હીને ‘આપ-દા’થી મુક્ત કરવાનો સમય આવી ગયો છે: અમિત શાહ