Delhi: સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની આજે 24મી વરસી, PM મોદી સહિત રાજનેતાઓએ શહીદોને આપી શ્રદ્ધાંજલી
- Delhi: સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની આજે 24મી વરસી
- આતંકી હુમલામાં શહીદ થયેલા 9 લોકોને શ્રદ્ધાંજલી
- PM મોદી અને રાહુલ ગાંધી સહિત નેતાઓએ પુષ્પો અર્પણ કર્યા
- CISF ના જવાનોએ શહીદોને ગાર્ડ ઓફ ઓનર આપ્યું
- વર્ષ 2001માં સંસદ ભવન પર થયો હતો આતંકી હુમલો
Delhi: સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાને આજે 24 વર્ષ થઈ ગયા છે. વર્ષ 2001માં આજના દિવસે ( એટલે કે, 13 ડિસેમ્બરે) આતંકવાદીઓએ દેશની સંસદને નિશાન બનાવી હતી. જેમાં ઘણા બહાદુર સૈનિકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ શહીદ સૈનિકો સહિત મૃત્યુ પામનાર 9 લોકોને શ્રદ્ધાંજલી આપી હતી. શ્રદ્ધાંજલી કાર્યક્રમની શરૂઆત ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણનએ કરી હતી. ત્યારબાદ તમામ રાજનેતાઓએ શહીદોની તસવીરને પુષ્પો અર્પણ કરીને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો-Delhi Air Pollution News: AQI 443 પર, શ્વાસ લેવો પણ જોખમી! 18 વિસ્તારો 'ગેસ ચેમ્બર' બન્યા.
Delhi: CISF જવાનોએ પણ શ્રદ્ધાંજલી આપી
13 ડિસેમ્બર 2001નો એ ભારતના ઈતિહાસ કાળી સાહીથી લખાઈ ગયો છે. આ દિવસને ક્યારેય ભૂલી નહીં શકાય. આ એ જ ગોઝારો દિવસ છે જ્યારે સંસદ ભવન પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. હુમલાની યાદમાં આજે સંવિધાન સદન (જૂના સંસદ ભવન) માં શ્રદ્ધાંજલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં CISF ના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર (Guard of Honor) આપ્યું હતું. ત્યારબાદ એક મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. અગાઉ વર્ષ 2023 સુધી CRPF ના જવાનો શસ્ત્ર સલામી (Gun salute) આપતા હતા. જો કે, હવે CISF ના જવાનો શહીદોને સલામી આપે છે.
રાજકીય પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ શ્રદ્ધાંજલી આપી
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી (Sonia Gandhi), વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) સહિત અન્ય વરિષ્ઠ નેતાઓએ પણ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલી આપી હતી. શ્રદ્ધાંજલી સમારોહમાં કેન્દ્રીય મંત્રીઓએ પણ હાજરી આપી હતી. જેમાં કિરેન રિજિજુ (Kiren Rijiju), જીતેન્દ્ર સિંહ (Jitendra Singh) અને અર્જુન રામ મેઘવાલ (Arjun Ram Meghwal) પણ શ્રદ્ધાંજલી અર્પણ કરતા જોવા મળ્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા (Lok Sabha Speaker Om Birla) એ લાતુરમાં આયોજિત શોક સભામાં હાજરી આપી હતી.
સંસદ હુમલામાં 9 લોકોના મોત થયા હતા
13 ડિસેમ્બર, 2001 ના રોજ, જૂના સંસદ ભવનને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી. હથિયારોથી સજ્જ 5 આતંકીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા. ત્યાં તૈનાત સુરક્ષા દળો (Security forces) એ આતંકવાદીઓને પ્રવેશતા અટકાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. આતંકીઓનો સામનો કરતા દરમિયાન દિલ્લી પોલીસ (Delhi Police) ના 6 કર્મચારી, સંસદના બે સુરક્ષા કર્મચારી અને એક ન્યૂઝ પત્રકાર (Journalist) નું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો- બૉલીવુડનો બાદશાહ vs ફૂટબૉલનો GOAT: શાહરૂખ અને મેસ્સીની ઐતિહાસિક મુલાકાત, જુઓ આખો Video!