Tanishq Showroom Loot: બિહારમાં જ્વેલરી શૉ રૂમમાં માત્ર 20 મિનિટમાં 25 કરોડની લૂંટ
- બિહારમાં એક જ્વેલરી શૉ રૂમાં લૂંટ
- લૂંટારૂઓ હથિયારો લઇને ઘૂસ્યા હતા
- 8 લૂંટારૂઓ 25 કરોડની લૂંટ કરી ફરાર
Tanishq Showroom Loot:ફરી એકવાર બિહારમાં લૂંટારૂઓ બેફામ બન્યા છે.ભોજપુર જિલ્લાના આરા બજારમાં ગોપાલી ચોક સ્થિત તનિષ્ક શોરૂમમાં (Tanishq Showroom Loo)8 લૂંટારૂઓ ઘુસ્યા અને લૂંટને અંજામ આપ્યો.તનિષ્ક જ્વેલરી શૉ રૂમમાંથી(Tanishq Showroom Loot) લૂંટારૂઓએ ધોળા દિવસે દાગીના લૂંટીને આખો શો રૂમ ખાલી કરાવ્યો. હથિયારો લઇને તમામ ઘૂસ્યા હતા. કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી દીધા. માત્ર 20 મિનિટમાં 25 કરોડ રૂપિયાથી વધુના દાગીના લૂંટી લીધા હતા.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી
પોલીસે શોરૂમમાંથી સીસીટીવી કબજે કર્યા છે.આમાં ગુનેગારોને 20 મિનિટ માટે શોરૂમની અંદર જોવા મળે છે અને તે સમય દરમિયાન તેઓ 25 કરોડ રૂપિયાથી વધુ કિંમતના દાગીના લૂંટી લે છે. પોલીસે આખા શહેરમાં નાકાબંધી કરી દીધી છે.સીસીટીવી જોયા બાદ,પોલીસની બે ટીમોએ ડાયરા વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરી દીધુ છે. લૂંટ કરી ભાગી રહેલા બે લૂંટારુને વાગી ગોળી વાગી હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો -MP Road Accident : વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત, 7ના દર્દનાક મોત; 14 ઈજાગ્રસ્ત
સેલ્સમેન પર હુમલો
પોલીસના જણાવ્યા અનુસાર, સવારે તનિષ્ક શોરૂમ ખુલતાની સાથે જ બે બદમાશો ગ્રાહક બનીને અંદર ઘૂસ્યા. આ ગુનેગારો અંદર પ્રવેશતા જ તેમણે બંદૂકની અણીએ ત્યાં હાજર સુરક્ષા ગાર્ડને બંધક બનાવી લીધો. આ દરમિયાન વધુ ત્રણ ગુનેગારો અંદર ઘૂસી ગયા. આ બદમાશોએ શોરૂમમાં હાજર સેલ્સમેન અને અન્ય કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા અને એક જગ્યાએ ઉભા રાખ્યા. આ પછી, બાકીના ગુનેગારોએ શોરૂમમાં હાજર ઘરેણાં એકઠા કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, બદમાશોએ કિંમતી દાગીના ક્યાં છે તે ન જણાવવા બદલ એક સેલ્સમેન પર બંદૂકના બટને હુમલો પણ કર્યો.
આ પણ વાંચો -Air India: ફ્લાઇટમાં બોમ્બ છે.....ન્યૂયોર્ક જતુ પ્લેન મુંબઇ પરત આવ્યું
બદમાશો છાપરા તરફ ભાગી ગયા
ઘટના પછી, ગુનેગારો આરામથી બહાર આવ્યા અને પોતાની બાઇક પર અલગ અલગ દિશામાં ભાગી ગયા. જોકે, પોલીસ સૂત્રોએ દાવો કર્યો હતો કે બાદમાં બંને ગુનેગારો છાપરા તરફ ભાગી ગયા હતા. તનિષ્ક સ્ટોરના મેનેજર કુમાર મૃત્યુંજયે જણાવ્યું હતું કે ત્યાં લગભગ ૫૦ કરોડ રૂપિયાના હીરા અને સોનાના દાગીના હતા. જેમાં આઠ સશસ્ત્ર ગુનેગારોએ 25 કરોડ રૂપિયાથી વધુ કિંમતના હીરા અને કિંમતી સોનાના દાગીના વગેરે લૂંટી લીધા હતા. તેમણે કહ્યું કે બદમાશોએ આ ગુનો ત્યારે કર્યો જ્યારે 25 થી વધુ સ્ટાફ સભ્યો, જેમાં પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ થાય છે, સ્ટોરમાં હાજર હતા.