RCB Victory Parade: બેંગ્લુરૂમાં વિક્ટ્રી પરેડ દરમિયાન મચી ભાગદોડ,3થી વધુના મોત
- RCB ના સન્માન સમારોહમાં સામેલ બેંગલુરૂમાં ઉજવણી
- ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
- બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટીમનું સન્માન કરાશે
- મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મુલાકાત કરી છે.
RCB Victory : IPL 2025ની ચેમ્પિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) ની ટીમ અમદાવાદથી બેંગલુરૂ ઉજવણી કરવા માટે પહોંચી છે. બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં(chinnaswamystadium)ટીમનું સન્માન કરાશે.આ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વિધાનસભામાં ટીમનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત વિધાનસભા પહોંચ્યા હતા. આરસીબીના તમામ ખેલાડીઓ અને સ્ટાફ સાથે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મુલાકાત કરી છે. #chinnaswamystadium
ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજવા જઈ રહેલા RCB ના સન્માન સમારોહમાં સામેલ થવા ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સ્ટેડિયમ નજીક નાસભાગ થતાં સાત લોકોના મોત થયા છે. 10થી વધુ લોકો ઘાયલ થયા છે. બેંગ્લુરૂમાં વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 6 વાગ્યે આરસીબીનો સન્માન સમારોહ યોજાવાનો છે.
નાયબ મુખ્યમંત્રી ઘટના સ્થળે પહોંચ્યા
સ્ટેડિયમની નજીક થયેલી નાસભાગમાં લોકોના મોત પર દુઃખ વ્યક્ત કરતાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે, અત્યારસુધી મૃતકો અને ઘાયલો ની ચોક્કસ સંખ્યાની ખાતરી થઈ નથી. પરંતુ હું ઘટના સ્થળે પહોંચી રહ્યો છું. સુરક્ષા અને ભીડને નિયંત્રિત કરવા માટે 5000થી વધુ પોલીસ સ્ટાફ તૈનાત હોવાનું પણ જણાવ્યું છે.
ખેલાડીઓ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા
ઓપન-ટોપ બસ પરેડ રદ થતાં ખેલાડીઓ વિધાન સૌધાથી સામાન્ય બસમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ સ્ટેડિયમ પહોંચ્યા છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક નાસભાગમાં
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીનો સન્માન સમારોહ યોજાવાનો છે. જેમાં ભાગ લેવા મોટાપાયે ભીડ ઉમટી પડી છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક નાસભાગ થતાં સાત લોકોના મોત થયા હોવાના અહેવાલો મળ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. હજુ સુધી આ માહિતીની સત્તાવાર પુષ્ટી થઈ નથી. બીજી બાજુ બેંગ્લુરૂમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે.