ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લદ્દાખમાં ટ્રેનિંગ દરમિયાન હિમસ્ખલન થતાં 4 સૈનિકો દબાયા,એકનો મૃતદેહ મળ્યો

8 ઑક્ટોબરના રોજ લદ્દાખમાં માઉન્ટ કુન પાસે હાઇ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ અને ભારતીય સેનાની આર્મી એડવેન્ચર વિંગના લગભગ 40 સૈનિકોની ટુકડી તાલીમ લઈ રહી હતી. આ દરમિયાન સેનાની ટુકડીને હિમપ્રપાતનો સામનો કરવો પડ્યો હતો.ચાર સૈનિકો માર્યા ગયા, જેમાંથી એકનું મોત...
08:33 AM Oct 10, 2023 IST | Maitri makwana
8 ઑક્ટોબરના રોજ લદ્દાખમાં માઉન્ટ કુન પાસે હાઇ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ અને ભારતીય સેનાની આર્મી એડવેન્ચર વિંગના લગભગ 40 સૈનિકોની ટુકડી તાલીમ લઈ રહી હતી. આ દરમિયાન સેનાની ટુકડીને હિમપ્રપાતનો સામનો કરવો પડ્યો હતો.ચાર સૈનિકો માર્યા ગયા, જેમાંથી એકનું મોત...

8 ઑક્ટોબરના રોજ લદ્દાખમાં માઉન્ટ કુન પાસે હાઇ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ અને ભારતીય સેનાની આર્મી એડવેન્ચર વિંગના લગભગ 40 સૈનિકોની ટુકડી તાલીમ લઈ રહી હતી. આ દરમિયાન સેનાની ટુકડીને હિમપ્રપાતનો સામનો કરવો પડ્યો હતો.ચાર સૈનિકો માર્યા ગયા, જેમાંથી એકનું મોત થયું.

લદ્દાખમાં સેનાની ટ્રેનિંગ દરમિયાન મોટી દુર્ઘટના

લદ્દાખમાં સેનાની ટ્રેનિંગ દરમિયાન મોટી દુર્ઘટના થઈ છે. અહીં અચાનક હિમપ્રપાતમાં સેનાના ચાર જવાનો ફસાઈ ગયા, જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે 3 હજુ પણ હિમપ્રપાતમાં ફસાયેલા છે.જણાવવામાં આવી રહ્યું છે કે 8 ઓક્ટોબરે લદ્દાખમાં માઉન્ટ કુન પાસે ભારતીય સેનાની હાઈ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ અને આર્મી એડવેન્ચર વિંગના લગભગ 40 સૈનિકોની ટુકડી ટ્રેનિંગ લઈ રહી હતી. આ દરમિયાન સેનાની ટુકડીને હિમપ્રપાતનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ચાર જવાનો ફસાઈ ગયા. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી જે હજુ પણ ચાલુ છે.

હિમસ્ખલનનો ભોગ બનેલા સૈનિકનો મૃતદેહ મળ્યો

સર્ચ ઓપરેશન દરમિયાન હિમસ્ખલનનો ભોગ બનેલા સૈનિકનો મૃતદેહ મળી આવ્યો છે. ખરાબ હવામાન અને ભારે હિમવર્ષા છતાં, નીચે ફસાયેલા લોકોને શોધવા અને બચાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આ પહેલા સિક્કિમમાં 4 એપ્રિલ 2023ના રોજ હિમપ્રપાતનો મામલો સામે આવ્યો હતો. જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા.આ બરફના તોફાનના કારણે ટુરિસ્ટ બસ ખાડામાં પડી ગઈ હતી. મૃત્યુ પામેલાઓમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. 22 લોકોને બચાવી લેવાયા હતા.

આ પણ વાંચો -  ISRAEL HAMAS CONFLICT : વિસ્ફોટ, કાટમાળ…, 72 કલાકના યુદ્ધમાં 900 ઇઝરાયેલી લોકોના મોત, ગાઝામાં 700 લોકો માર્યા ગયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
army trainingLadakhladakh borderLehLadakhtraning
Next Article