યુપીમાં પેઇન્ટિંગ બનાવીને 4 વર્ષની પુત્રીએ ખોલ્યું માતાનું રહસ્ય
- યુપીના ઝાંસીમાં સોનાલી નામની વ્યક્તિનું શંકાસ્પદ મોત
- વારંવાર દહેજમાં માંગતા હતા ગાડી નહી મળતા કરી હત્યા
- દહેજ માટે 4 વર્ષની પુત્રીની નજર સામે જ તેની માતાની હત્યા કરી
UP ના ઝાંસીમાં 27 વર્ષની સોનાલીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થઇ ગયું હતું. તેના પિયરપક્ષ દ્વારા પતિ અને સસુરાલના લોકો દ્વારા હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. હવે પુત્રીએ પણ મોટો ખુલાસો કર્યો છે.
પુત્રીએ પેઇન્ટિંગ દ્વારા હત્યાનું રહસ્ય ખોલ્યું
ઉત્તરપ્રદેશના ઝાંસીમાં એક ચાર વર્ષની બાળકીએ પોતાની માતાના મોતનું રહસ્ય ખોલ્યું છે. માતાનું મોત કઇ રીતે થયું 4 વર્ષની પુત્રીએ પોલીસને જણાવ્યું છે. બાળકીએ પેટિંગ બનાવીને માતા સોનાલીની હત્યાનું રહસ્ય ખોલ્યું. તેણે સાદા કાગળ પર પેટિંગ બનાવીને જણાવ્યું કે, તેના પિતા સંજીવે જ તેની માતાની હત્યા કરી દીધી છે.
વારંવાર પત્નીને દહેજ માટે મારતો હતો પતિ
બાળકીએ પોલીસને જણાવ્યું કે, તેના પિતા ઘણી વાર માતાને મારતા હતા. આ મામલે પતિ સંજીવ સહિત ચાર લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 27 વર્ષની સોનાલીની શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેના પિયરના લોકોએ પતિ અને સસુરાલના લોકો પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. સોનાલી અને સંજીવના લગ્ન 2019 માં જ થયા હતા. મળતી માહિતી અનુસાર લગ્ન બાદથી જ દહેજ માટે પરેશાન કરવામાં આવતી હતી.
હત્યા બાદ બોરીમાં બંધ કરીને ફેંકી દીધી
બાળકીએ જણાવ્યું કે, તેના પિતાએ પહેલા માતાને ઢોર માર માયો અને પછી કહ્યું કે, મરવું હોય તો મરી જા ગળેફાંસો ખાઇને મરી જા. ત્યાર બાદ પિતાએ તેને ગળેટુંકો આપીને બોરીમાં બંધ કરીને ફેંકી દીધી હતી.
આ પણ વાંચો : પ્લેનને પલટી મારતા જોયું છે? કેનેડામાં બરફ પર પ્લેનની ગુલાંટથી 18 ઘાયલ
દારૂના નશામાં મારતો ઢોરમાર
મૃતક મહિલા સોનાલીના પિતાએ જણાવ્યું કે, તેના સસુરાલવાળા તેના પર ગાડી દહેજમાં લાવવા માટે દબાણ કરતા હતા. પુત્રીને તેણીએ જણાવ્યું હતું. જો કે આ ડિમાન્ટને પૂર્ણ કરવાની હેસિયત નહોતી. પિતાએ જણાવ્યું કે, સવારે 7 વાગ્યે સસુરાલમાંથી ફોન આવ્યો કે સોનાલીની તબિયત ખરાબ છે અને થોડા જ સમયમાં તેમણે જણાવ્યું કે, તેણે આત્મહત્યા કરી લીધી હતી. બીજી તરફ પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ તેને પોતાના કબ્જામાં લીધા છે. આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Gujarat Local Body Election Result : પરિણામ પહેલા જ BJP એ 215 બેઠકો બિનહરીફ જીતી


