Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

50 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાશે, બિનકાયદેસર દબાણો બાદ હવે સરકારનું ઓપરેશન હકાલપટ્ટી

ગુજરાત સરકાર દ્વારા બિનકાયદેસર બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં બિનકાયદેસર રીતે ચાલી રહેલા બાંધકામો વિરુદ્ધ યુદ્ધ છેડવામાં આવ્યું હતું.
50 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાશે  બિનકાયદેસર દબાણો બાદ હવે સરકારનું ઓપરેશન હકાલપટ્ટી
Advertisement
  • ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે મોટી કાર્યવાહી
  • ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું ડિપોર્ટેશન અંગે ટ્વીટ
  • 15 બાંગ્લાદેશીઓને ગુજરાતમાંથી કરાઈ હકાલપટ્ટી
  • હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હતા તમામ બાંગ્લાદેશી
  • ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવા મામલે પણ કરાઈ કાર્યવાહી
  • ક્રાઈમ બ્રાંચના કોમ્બિંગમાં 50 બાંગ્લાદેશી ઝડપાયા હતા
  • અન્ય બાંગ્લાદેશીઓને પણ ડિપોર્ટ કરવાની તૈયારીઓ

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા બિનકાયદેસર બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં બિનકાયદેસર રીતે ચાલી રહેલા બાંધકામો વિરુદ્ધ યુદ્ધ છેડવામાં આવ્યું હતું. બેટદ્વારકા અને દ્વારકા સહિત અનેક યાત્રાધામોમાં બિનકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ હવે બિનકાયદેસર રીતે વસી રહેલા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 15 બાંગ્લાદેશીઓની ઓળખ કરીને તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે.

હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી માહિતી

કાર્યવાહી અંગે માહિતી આપતા ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ટ્વીટ કરીને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપી હતી. હર્ષભાઇ સંઘવીએ કહ્યું કે, ગુજરાતમાં બિનકાયદેસર વસતા બાંગ્લાદેશ સહિતના કોઇ પણ દેશના બિનકાયદેસર રહેતા નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ડિપોર્ટેશન પ્રક્રિયા માટે પોલીસને નિર્દેશ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં બિનકાયદેસર રીતે વસી રહેલા નાગરિકોને હાંકી કાઢવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો : બેવડી ઋતુનો અહેસાસ વચ્ચે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ? વૈજ્ઞાનિકે શું જણાવ્યું

Advertisement

15 બાંગ્લાદેશીઓની હકાલપટ્ટી, 50ની તૈયારી

ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, 15 બાંગ્લાદેશીઓની ગુજરાતમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આ તમામ બાંગ્લાદેશી કોઇ સામાન્ય નાગરિકો નહીં પરંતુ ગુનેગારો હતા. હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હતા જેથી તેમને તમામ ઝડપી લેવામાં આવ્યા હતા. ખોટા ડોક્યુમેન્ટ બનાવવા મામલે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ક્રાઇમબ્રાંચ દ્વારા કોમ્બિંગ દરમિયાન 50 બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તમામને ડિપોર્ટ કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. ટુંક જ સમયમાં તમામ લોકોને બાંગ્લાદેશ મોકલી દેવામાં આવશે.

આ પણ વાંચો : INDvsENG: આજે મોદી સ્ટેડિયમમાં મેચના પગલે અમદાવાદના આટલા રસ્તાઓ રહેશે બંધ

Tags :
Advertisement

.

×