50 ગ્રામ રેડિયોએક્ટિવ પદાર્થે દેશને ચોંકાવ્યો, કિંમત છે 8,50,00,00,000 રૂપિયા
- ગોપાલગંજમાં રેડિયોએક્ટિવ પદાર્થ જપ્ત
- 850 કરોડનો કેલિફોર્નિયમ જપ્ત
- બિહારમાં મોટું કૌભાંડ: રેડિયોએક્ટિવ પદાર્થ જપ્ત
Bihar News : બિહારના ગોપાલગંજમાં પોલીસે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 50 ગ્રામ રેડિયોએક્ટિવ (Radioactive) પદાર્થ કેલિફોર્નિયમ જપ્ત કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 850 કરોડ રૂપિયાથી વધુ છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
કેલિફોર્નિયાની કિંમત અંદાજે 850 કરોડ રૂપિયા
બિહારમાં ગોપાલગંજ પોલીસને મોટી સફળતા મળી છે. ગોપાલગંજની કુચાયાકોટ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 50 ગ્રામ મૂલ્યવાન રેડિયોએક્ટિવ (Radioactive) પદાર્થ કેલિફોર્નિયમ સાથે ત્રણ તસ્કરોને પકડ્યા છે. કેલિફોર્નિયાની કિંમત લગભગ 850 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તસ્કરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. SP એ જણાવ્યું કે, કેલિફોર્નિયમના એક ગ્રામની કિંમત લગભગ 17 કરોડ રૂપિયા છે. જપ્ત કરાયેલા આ પદાર્થના જથ્થાની કિંમત અંદાજે 850 કરોડ રૂપિયા છે. SP એ જણાવ્યું કે, કેલિફોર્નિયમ એક ખૂબ જ દુર્લભ અને ખતરનાક રેડિયોએક્ટિવ પદાર્થ છે. તેનો ઉપયોગ પરમાણુ રિએક્ટરમાં અને કેન્સરની સારવારમાં થાય છે. પરંતુ તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. કેલિફોર્નિયમનો ઉપયોગ પરમાણુ પ્લાન્ટમાં વીજળી ઉત્પન્ન કરવા અને બ્રેન કેન્સરની સારવારમાં થાય છે તે ખૂબ જ મૂલ્યવાન અને રેડિયોએક્ટિવ પદાર્થ છે. કેલિફોર્નિયાના 1 ગ્રામની કિંમત લગભગ 17 કરોડ રૂપિયા છે અને કેલિફોર્નિયાના 50 ગ્રામની કિંમત લગભગ 850 કરોડ રૂપિયા છે.
આરોપીઓની ધરપકડ
ગોપાલગંજ પોલીસે કુચાયકોટ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન આ પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસને શંકા જતાં વાહનની તપાસ કરવામાં આવી અને આ પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી છોટાલાલ પ્રસાદ યુપીના કુશીનગરનો રહેવાસી છે. બાકીના બે આરોપીઓ ગોપાલગંજના રહેવાસી છે. જણાવી દઇએ કે, આ પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ખૂબ જ ઊંચી છે. જેના કારણે આ પદાર્થનો દુરુપયોગ કરવામાં આવે તો નવાઈ નથી. વળી તેનાથી પરમાણુ હથિયારો બનાવી શકાય તેની પણ શંકા છે. વળી આ પદાર્થ માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ આ પદાર્થ ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: 'ગુડ મોર્નિંગ'ને બદલે 'જય હિંદ' હરિયાણા સરકારે લીધો નિર્ણય