પુણેમાં મીણબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં 6 લોકોના મોત
પુણેમાં મીણબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ
મહારાષ્ટ્રના ઔદ્યોગિક શહેર પૂણેમાં મોટી હ્રદય કંપાવી નાખે તેવી ઘટના ધટી હતી. ત્યારે પૂણેમાં એક મીણબત્તી ફેક્ટરીમાં ભિષણ આગ લાગી હતી. આ ઘટના પુણેના બહારના વિસ્તાર તલવાડે ગામમાં બની હતી. તેમાં છ લોકોના મોત થયા અને અન્ય ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જો કે આ ઘટનામાં મૃત્યુઆંક વધી તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. તો બીજી તરફ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને તેમ છતાં ઘટનાસ્થળે અરાજકતાનો માહોલ છે.
બપોરે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી
તે ઉપરાંત સ્થાનિક પોલીસે પણ આ મામલાના તળિયે છુપાયેલી સચ્ચાઈને શોધવાની તજવીજ હાથ ધરી છે. મળેલ માહિતી અનુસાર, જન્મદિવસ વગેરે જેવા કાર્યો માટે રંગબેરંગી મીણબત્તીઓ બનાવતી ફેક્ટરી રાણા એન્જીનીયરીંગમાં બપોરે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. સામે એવું આવી રહ્યું છે કે પરિસરમાં જ્વલનશીલ સામગ્રી જમા થવાને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ અને ઘણા કર્મચારીઓ તેના કારણે દાઝી ગયા.
ઘણા લોકોના મોત થયા હોવાની શંકા
એક સાક્ષીએ કહ્યું હતું કે, 'પાંચથી છ ફાયર ટેન્ડર અને અનેક એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આગ ઓલવવામાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો. ઘણા લોકોના મોત થયા હોવાની શંકા છે. તેની સાથે મૃતકો અને ઘાયલોને પિંપરીની યશવંતરાવ ચવ્હાણ મેમોરિયલ હોસ્પિટલ અને પુણેની સાસૂન જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
વધુ વાંચો: કોણે વારંવાર હાથ જોડીને આજીજી કરી લોકસભા સ્પીકર સામે, તેમ છતાં લોકસભા સ્પીકરએ બોલવાની આપી નહીં છૂટ