Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchkula માં એક જ પરિવારના 7 સભ્યોએ કરી આત્મહત્યા, જાણો શું છે મામલો

પંચકુલાના સેક્ટર 27માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારના 7 લોકોએ ઝેર ખાઈને જીવન ટુંકાવી લીધું છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામને હોસ્પિટલ લઈ ગઈ હતી.
panchkula માં એક જ પરિવારના 7 સભ્યોએ કરી આત્મહત્યા  જાણો શું છે મામલો
Advertisement
  • પંચકુલામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી
  • એક જ પરિવારના 7 લોકોએ ઝેર ખાઈને જીવન ટુંકાવી લીધું
  • પરિવાર બાગેશ્વર ધામ કથામાં આવ્યો હતો

Panchkula Tragedy: દિલ્હીના બુરારી જેવી જ એક ઘટના હરિયાણાના પંચકુલામાં સામે આવી છે. અહીં સેક્ટર 27માં રહેતા એક જ પરિવારના સાત સભ્યોએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા. આ ઘટનામાં 6 લોકોના મોત સેક્ટર 26 સ્થિત ઓજસ હોસ્પિટલમાં થયા છે, જ્યારે એકનું મોત સેક્ટર 6 સ્થિત જિલ્લા હોસ્પિટલમાં થયું છે. મળતી માહિતી મુજબ, પરિવાર દેવામાં ડૂબેલો હતો.

પરિવાર બાગેશ્વર ધામ કથામાં આવ્યો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક ઉત્તરાખંડના દેહરાદૂનનો રહેવાસી હતો. મૃતકોમાં પ્રવીણ મિત્તલ, તેમના પિતા દેશરાજ મિત્તલ અને તેમની પત્ની, માતા, બે પુત્રીઓ અને પુત્રનો સમાવેશ થાય છે. જો સૂત્રોનું માનીએ તો, પ્રવીણ મિત્તલ પોતાના પરિવાર સાથે પંચકુલાના બાગેશ્વર ધામમાં આયોજિત હનુમાન કથામાં ગયો હતો. કથા સમાપ્ત થયા પછી દેહરાદૂન પરત ફરતી વખતે તેમણે આ પગલું ભર્યું. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.

Advertisement

ટૂર અને ટ્રાવેલ બિઝનેસમાં નુકસાન

પ્રાપ્ત માહિતી અનુસાર, આ પરિવારે ટુર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ શરૂ કર્યો હતો, પરંતુ તેમા તેમને ભારે નુકશાન થયું હતું. આર્થિક પરિસ્થિતિ એટલી હદે બગડવા લાગી કે આ લોકોને ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા. આખરે પરિસ્થિતિથી કંટાળી પરિવારે આટલું મોટું પગલું ભર્યુ. ઘટના અંગે DCP હિમાદ્રી કૌશિકે કહ્યું કે પોલીસને માહિતી મળતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હાલમાં તપાસ ચાલુ છે. હજુ સુધી સ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ થઈ નથી.

Advertisement

આ પણ વાંચો :  ભારે વરસાદે મુંબઈના રસ્તાઓ નદીઓમાં ફેરવ્યા, મેટ્રો સ્ટેશન ડૂબ્યું; ટ્રેન-ફ્લાઇટ સેવા ખોરવાઈ

Tags :
Advertisement

.

×