7 MLA ના રાજીનામા, અન્ય અનેક ધારાસભ્યોએ ઓફર આવી રહી હોવાના દાવા કર્યા
- આપના અન્ય ધારાસભ્યોએ પણ કર્યો ચોંકાવનારો દાવો
- 7 ધારાસભ્યોના રાજીનામા બાદ અન્યોએ દબાણ શરૂ કર્યું
- ભાજપ અને કોંગ્રેસ દ્વારા સંપર્ક કરવામાં આવતો હોવાના દાવા
AAP MLAs Resign: દિલ્હી ચૂંટણી વચ્ચે, શુક્રવારે આમ આદમી પાર્ટીના સાત MLA એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. હવે આ પછી અન્ય AAP ધારાસભ્યોએ પણ ચોંકાવનારા દાવા કર્યા છે.
Delhi Assembly Election 2025 : દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સાત ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ધારાસભ્યો ચૂંટણી માટે ટિકિટ ન મળવાથી નારાજ હતા અને અન્ય પક્ષોના સંપર્કમાં હતા. હવે, આ નેતાઓના પાર્ટી છોડ્યા પછી, AAPના અન્ય ધારાસભ્યોએ મોટો દાવો કર્યો છે.
આ પણ વાંચો : Dahod : સમાજને શર્મસાર કરતી ઘટનામાં પોલીસની કાર્યવાહી, 15 પૈકી 12 ની ધરપકડ
દિલીપ પાંડેએ કર્યો ચોંકાવનારો દાવો
તિમારપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિલીપ પાંડેએ કહ્યું, "મને અન્ય પક્ષો તરફથી પણ AAP છોડીને તેમની પાર્ટીમાં જોડાવાની લાલચ મળી રહી છે, પરંતુ હું પહેલાની જેમ, આજે અને ભવિષ્યમાં પણ આમ આદમી પાર્ટીમાં રહીશ. અતે ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં દિલીપ પાંડેની ટિકિટ પણ રદ કરવામાં આવી છે.
ભાજપે પણ મારો સંપર્ક કર્યો - AAP ધારાસભ્ય
આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઋતુરાજ ઝાએ દાવો કર્યો છે કે અન્ય પક્ષો દ્વારા પણ તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઋતુરાજ ઝાએ કહ્યું, "મને પણ ભાજપ તરફથી સતત ભાજપમાં જોડાવા અને આમ આદમી પાર્ટી છોડવા માટે ફોન આવી રહ્યા હતા, પરંતુ દરેક વ્યક્તિ વેચાય તેવો હોતો નથી. અમારા કેટલાક સાથીઓએ આજે રાજીનામું આપી દીધું છે. ઇતિહાસ તેમને માફ નહીં કરે. બધાને અરવિંદે કેજરીવાલે ધારાસભ્ય બનાવ્યા હતા. નોંધનીય છે કે, ઋતુરાજ ઝા કિરાડીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને પાર્ટીએ તેમની ટિકિટ પણ કાપી નાખી છે.
આ પણ વાંચો : Gold Rates: બજેટ પહેલા સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત આકાશને આંબી
AAP ધારાસભ્યોના રાજીનામા પર ભાજપે શું કહ્યું?
આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના રાજીનામા અંગે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, "પહેલા તેમના બે દલિત નેતાઓએ એમ કહીને રાજીનામું આપ્યું હતું કે પાર્ટી દલિતોની વિરુદ્ધ છે. હવે, તેમની પાર્ટીમાં ભ્રષ્ટાચારથી કંટાળીને, આજે સાત ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે." આ દર્શાવે છે કે દિલ્હીના લોકોએ પોતાનું મન બનાવી લીધું છે, ભાજપ દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે.
આ AAP ધારાસભ્યોએ રાજીનામું આપ્યું
ભાવના ગૌર, પાલમ
નરેશ યાદવ, મહેરૌલી
રાજેશ ઋષિ, જનકપુરી
મદન લાલ, કસ્તુરબા નગર
રોહિત મેહરૌલિયા, ત્રિલોકપુરી
બી એસ જૂન, બિજવાસન
પવન શર્મા, આદર્શ નગર
આ પણ વાંચો : મધ્યપ્રદેશનાં પૂર્વ MLA ના પુત્રની Ahmedabad માં ધરપકડ, ગુનો જાણો ચોંકી જશો!