Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Arunachal Pradesh માં ભૂસ્ખલન થતા 7 લોકોના મોત, Assam માં પણ પૂરની સ્થિતિ યથાવત્

અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ભૂસ્ખલન ઘટના બની મોટા ભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ મોટાભાગના શહેરોમાં પૂરની સ્થિતિ Arunachal Pradesh : અરુણાચલ પ્રદેશમાં(Arunachal Prades) ભારે વરસાદના (FlashFloods)કારણે સંકટના વાદળો ઘેરાઇ રહ્યા છે. જેને લઇને સ્થાનિકોનું જન-જીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. ઘર, બજાર...
arunachal pradesh માં ભૂસ્ખલન થતા 7 લોકોના મોત  assam માં પણ પૂરની સ્થિતિ યથાવત્
Advertisement
  • અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ભૂસ્ખલન ઘટના બની
  • મોટા ભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ
  • મોટાભાગના શહેરોમાં પૂરની સ્થિતિ

Arunachal Pradesh : અરુણાચલ પ્રદેશમાં(Arunachal Prades) ભારે વરસાદના (FlashFloods)કારણે સંકટના વાદળો ઘેરાઇ રહ્યા છે. જેને લઇને સ્થાનિકોનું જન-જીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. ઘર, બજાર અને રસ્તા પર પાણી ભરાયા છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પેદા જોવા મળી રહી છે. તો ભૂસ્ખલન(Landslides )ની ઘટના બની રહી છે. તો સાથે જ નદીઓ અને નહેરોમાં નવા નીરની આવક થતા નદીઓ અને નહેરો છલકાઇ છે. જેના કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેતીના પાકને નુકસાન થઇ રહ્યુ છે.

મોટા ભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ

કુરુંગ કુમે, ઇસ્ટ કામેંગ, સિયાંગ, શિ યોમી, ક્રા દાદી, લોઅર સુબનસિરી, અપર સુબનસિરી, નામસાઇ અને લોહિત સહિત ક્ષેત્રોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સતત થઇ રહેલા વરસાદના કારણે બાના-સેપ્પા રોડ પર ભૂસ્ખલન થયું હતુ. જેના કારણે એક વાહન ખીણમાં ખાબક્યુ હતુ. આ ઘટનામાં બે બાળકો સહિત 7 લોકોના મોત થયા હતા. અહીં બચાવકાર્ય હાથ ધરાયુ છે.

Advertisement

આ પણ  વાંચો -PM Narendra Modi : પૂણ્યશ્લોકા અહિલ્યાબાઈનો "નાગરિક દેવો ભવ:' આજે આપણી સરકારનો મંત્ર

Advertisement

અસમના જિલ્લામાં પૂરની સ્થિતિ

ભારતના કેટલાક રાજ્યો હાલ કુદરતી કહેરનો સામનો કરી રહ્યા છે. અને પોતાની જાતને જોખમમાંથી બચાવી રહ્યા છે. મોટાભાગના રાજ્યોમાં વરસાદ, તોફાન, પૂરની સ્થિતિ સર્જાઇ છે. પૂર્વોત્તર ભાગમાં હવામાન વધુ સંકટ લાવી રહ્યુ છે. અને આકાશી કહેર સામે માનવી લાચાર બન્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયુ છે. ગુવાહાટી શહેર 56 કલાકથી વધુ સમયથી પાણીમાં ડૂબ્યુ છે. અહીં સતત વરસાદ વરસી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં પૂરની સ્થિતિ પેદા થઇ છે. અને નદીઓ ગાંડીતૂર બનીને વહી રહી છે. પ્રવાસીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ પણ  વાંચો -Operation Sindoor માં બહાદુરી પૂર્વક ફરજ નિભાવનાર નેહા ભંડારીને કોમેન્ડેશન ડિસ્ક એનાયત કરાઈ

રંગનદીના પૂરના કારણે લખીમપુરમાં વિનાશ

લખીમપુર જિલ્લાની રંગનદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. ડેમમાંથી વધુ પાણી છોડાતા અહીં નદીઓની સ્થિતિ વિકટ બની છે. સ્થાનિક વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાતા ઘર, પશુધન અને આવશ્યક સંપત્તિઓ નાશ થઇ છે. પૂરથી પ્રભાવિત ભોગનિયા વિસ્તારમાં પાણી ભરાતા મોતની સંખ્યા વધી રહી છે. 40થી વધુ ગામોમાં 1 હજાર કરતા વધુ પરિવાર પ્રભાવિત થયા છે. તો કેટલાક વિસ્તારોમાં પાણીના કારણે રસ્તાઓ તૂટ્યા છે.

Tags :
Advertisement

.

×