ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chardham Yatra ના શ્રદ્ધાળુઓમાં 90%નો ઘટાડો, કેદારનાથમાં ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ

હવામાનને કારણે ચાર ધામ યાત્રા પર અસર ચાર ધામ યાત્રા 90 ટકા ઓછી થઈ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. Chardham Yatra : ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદ (Monsoon)અને હવામાનને કારણે ચાર ધામ યાત્રા (Chardham Yatra )પર અસર...
04:35 PM Jul 11, 2025 IST | Hiren Dave
હવામાનને કારણે ચાર ધામ યાત્રા પર અસર ચાર ધામ યાત્રા 90 ટકા ઓછી થઈ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. Chardham Yatra : ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદ (Monsoon)અને હવામાનને કારણે ચાર ધામ યાત્રા (Chardham Yatra )પર અસર...
Kedarnath route closed

Chardham Yatra : ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદ (Monsoon)અને હવામાનને કારણે ચાર ધામ યાત્રા (Chardham Yatra )પર અસર પડી છે. ચાર ધામ યાત્રા 90 ટકા ઓછી થઈ ગઈ છે. રુદ્રપ્રયાગ, ગૌરીકુંડ હાઈ વે ગોરીકુંડ કેદારનાથ પગપાળા રસ્તો ખરાબ હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ  વાંચો -Radhika Yadav : ચેમ્પિયન રાધિકા યાદવ હત્યા કેસમાં FIR, 5 નવા ચોંકાવનારા ખુલાસા

ચાર ધામ યાત્રા જાણે થંભી ગઈ

ઉત્તરાખંડમાં ચોમાસુ સક્રિય થવાની સાથે ચાર ધામ યાત્રા જાણે થંભી ગઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં કેદારનાથમાં દરરોજ દર્શન કરનાર ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. યાત્રા અને યાત્રીઓનું પ્રમાણ ઘટવાથી કેદાર ઘાટી અને કેદારપુરમાં ધંધા પણ ઠપ્પ થઈ ગયા છે.

આ પણ  વાંચો -ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહીં : Ajit Doval

ધંધા પર પડી માઠી અસર

આ વર્ષે મે મહિનામાં કેદારનાથ ધામમાં લગભગ 696934 શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા, તે જૂન મહિનામાં 6 લાખ 18000થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. ચોમાસુ શરૂ થવાની સાથે રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે અને ગોરીકુંડ કેદારનાથ પગપાળા સતત ભૂસ્ખલન થવાને કારણે વારંવાર બંધ થઈ રહ્યો છે. જેના કારણે અહીં આવી રહેલા યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે યાત્રા પર પણ અસર પડી છે.

લોકોના ધંધા પર માઠી અસર

જુલાઈ મહિનામાં 9 દિવસ દરમિયાન 27280 શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા હતા. બીજી તરફ યાત્રાની ગતિ ધીમી પડવાને કારણે ધંધા પર પણ અસર પડી છે. કેદારનાથ ધામના યાત્રીઓની સંથખ્યા સતત ઘટવાથી લોકોના ધંધા પર માઠી અસર જોવા મળી રહી છે. ઘણી હોટલોના બુકીંગ રદ્દ થઈ ગયા છે. જો દરરોજની વાત કરીયે તો હવે ફક્ત દોઢથી બે હજાર યાત્રાળુઓ જ કેદારનાથ આવી રહ્યા છે.

Tags :
chardham yatraGaurikund Kedarnath highway blockedHeavy rainfall UttarakhandKedarnath route closedMonsoon NewsPilgrimage affected by rainTourist footfall drops UttarakhandUttarakhand news
Next Article