Mahakumbh માં ભક્તોનું ઘોડાપૂર, 33 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી
- Mahakumbh માં ભક્તોનું ઘોડાપૂર
- 33 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી
- બીજ અમૃત સ્નાન વહીવટી તંત્ર એલર્ટ
Mahakumbh 2025:પ્રયાગરાજ મહાકુંભ(Mahakumbh 2025)માં રવિવાર 2 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યા સુધી 41.90 લાખથી વધુ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી. જ્યારે, 1 ફેબ્રુઆરી સુધીમાં 33.61 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે. આ માહિતી ઉત્તર પ્રદેશ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી છે.
વસંત પંચમીમાં વહીવટીતંત્ર એલર્ટ
મૌની અમાવાસ્યાની જેમ, વસંત પંચમી પર અમૃત સ્નાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર સક્રિય બની ગયું છે. વસંત પંચમી પર અમૃત સ્નાન કરવા માટે સંગમ પહોંચેલા અને ઘાટ પાસે રોકાઈ રહેલા શ્રદ્ધાળુઓને વહીવટીતંત્ર દ્વારા હટાવવામાં આવી રહ્યા છે. પોલીસ સતત સાયરન વગાડીને લોકોને દૂર હટાવવાનું કામ કરી રહી છે.
આ પણ વાંચો-Mahakumbh મા થયેલી નાસભાગમાં ષડયંત્રની આશંકા, એક્શનમાં STF
વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
જણાવી દઈએ કે મૌની અમાવસ્યા પર હોલ્ડિંગ એરિયામાં લોકોનું રોકાવું અને ઊંઘવું પણ નાસ્ભાગનું એક કારણ હતું. આ જ કારણ છે કે વહીવટીતંત્ર પહેલાથી જ અહીંની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યું છે. વસંત પંચમી પર કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે, મહા કુંભ મેળા વિસ્તારમાં ચાર પૈડાવાળા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો-IMD: 10 રાજ્યમાં વાદળ વરસશે, જાણો કેવું રહેશે દિલ્હી-NCRમાં હવામાન?
નાસભાગમાં 30 લોકોના મોત
બુધવારે વહેલી સવારે મૌની અમાવસ્યા સ્નાન પહેલા મહાકુંભમાં થયેલી નાસભાગમાં 30 લોકોના મોત થયા હતા. ઘટના બાદ પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. 3 ફેબ્રુઆરીના રોજ યોજાનાર ત્રીજા વસંત પંચમી સ્નાન માટે વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દુર્ઘટના પછી, સરકારી વહીવટીતંત્રે કેટલાક મોટા ફેરફારો કર્યા છે અને ભીડને નિયંત્રિત કરવા માટે નવા આદેશો જારી કર્યા છે.
આ પણ વાંચો-માથા પર શિવલિંગ મુકી ઉપરાષ્ટ્રપતિ ધનખડે લગાવી મહાકુંભમાં ડુબકી, મારુ જીવન ધન્ય થઇ ગયું
10 લાખ લોકો કરી રહ્યા છે કલ્પવાસ
મહાકુંભમાં 10 લાખથી વધુ ભક્તો કલ્પવાસ કરી રહ્યા છે. બુધવારે, મૌની અમાવસ્યાના દિવસે, રાત્રે 8 વાગ્યા સુધીમાં, 7.64 કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું. ગુરુવારે સવારે 10 વાગ્યા સુધીમાં, લગભગ 93 લાખ ભક્તોએ સ્નાન કર્યું છે. કુંભ મેળાના ઇતિહાસમાં કોઈ એક દિવસે સ્નાન કરનારા ભક્તોની આ સૌથી મોટી સંખ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. અગાઉ, મકરસંક્રાંતિ પર 3.5 કરોડ લોકોએ સંગમમાં સ્નાન કર્યું હતું અને મૌની અમાવસ્યાના એક દિવસ પહેલા 28 જાન્યુઆરીએ લગભગ 5 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું.