Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

15 AUGUST ના દિવસે મોટી દુર્ઘટના ટળી! આતંકવાદીઓએ પ્લાન્ટ કર્યા હતા 19 બોમ્બ પણ...

સ્વતંત્રતા દિવસે આસામમાં એક ખૂબ જ મોટી દુર્ઘટના થતાં બચી આંતકવાદીઓ દ્વારા આસામમાં કુલ 19 બોમ્બ વિવિધ સ્થળો ઉપર પ્લાન્ટ કરવામાં આવ્યા હતા પરંતુ તેમના આ કાળા કારનામાં સફળ થઈ શક્યા હતા નહીં આજના ખાસ દિવસ એટલે કે સ્વતંત્રતા...
15 august ના દિવસે મોટી દુર્ઘટના ટળી  આતંકવાદીઓએ પ્લાન્ટ કર્યા હતા 19 બોમ્બ પણ
Advertisement
  • સ્વતંત્રતા દિવસે આસામમાં એક ખૂબ જ મોટી દુર્ઘટના થતાં બચી
  • આંતકવાદીઓ દ્વારા આસામમાં કુલ 19 બોમ્બ વિવિધ સ્થળો ઉપર પ્લાન્ટ કરવામાં આવ્યા હતા
  • પરંતુ તેમના આ કાળા કારનામાં સફળ થઈ શક્યા હતા નહીં

આજના ખાસ દિવસ એટલે કે સ્વતંત્રતા દિવસે આસામમાં એક ખૂબ જ મોટી દુર્ઘટના થતાં બચી છે.મળતી માહિતીના અનુસાર, આંતકવાદીઓ દ્વારા આસામમાં કુલ 19 બોમ્બ વિવિધ સ્થળો ઉપર પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આંતકવાદીઓનો ઇરાદો આજના આ ખાસ દિવસને ભારત માટે કાળો દિવસ બનાવવાનો હતો, પરંતુ તેમના આ કાળા કારનામાં સફળ થઈ શક્યા હતા નહીં.પોલીસ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી અહી કરવામાં આવી હતી અને તેમના દ્વારા તમામ જગ્યા ઉપરથી બોમ્બ શોધીને તેમને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા.જો આ 19 બોમ્બ ફૂટી ગયા હોતા તો તમે અંદાજો લગાવી શકો છો કે કેટલું નુકશાન થઈ શકતું હતું.જો કે હવે એક ખૂબ જ મોટી દુર્ઘટના હવે બનતા બનતા ટળી છે.ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

ULFA-I સંગઠનએ પ્લાન્ટ કર્યા હતા 19 બોમ્બ, ફૂટી ગયા હોત તો...

Advertisement

ULFA-I  દ્વારા આ સમગ્ર આતંકવાદી પ્રવુતિઓની જવાબદારી લેવાઈ હતી. ULFA એટલે યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ, આ સંગઠન દ્વારા કુલ 19 બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. જો કે હવે તેમની આ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. 19 માંથી એક પણ બોમ્બ બ્લાસ્ટ થયો નથી.આ સંગઠન દ્વારા પોલીસને બોમ્બનું ચોક્કસ સ્થાન જણાવવામાં આવ્યું હતું.જેના કારણે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તમામ બોમ્બને નિષ્ક્રિય કરી નાખ્યા હતા અને મોટો ખતરો ટળી ગયો હતો.ULFA-I એક આતંકવાદી સંગઠન છે, જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Advertisement

કયા સ્થળો હતા ટાર્ગેટ ઉપર

ULFA-I દ્વારા કુલ 19 સ્થળ ઉપર આ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. તેમણે ખાસ કરીને મુખ્ય શહેરો ગુવાહાટી, ડિબ્રુગઢ, નાગાંવ અને શિવસાગરને નિશાન બનાવ્યા હતા.ULFA-I એ DTO ઑફિસ, ONGC ગેટ નંબર 5, ડિબ્રુગઢ લકુવા તિનાલી, ASTC, લખીમપુર ASTC, SP ઑફિસ, લાલુક ડેઈલી માર્કેટ, બરઘાટ પોલીસ ચોકી, નાનગાંવ મેડિકલ કોલેજ, ગુવાહાટી દિસપુર લાસ્ટ ગેટ, ગાંધી મંડપ, નરેંગી આર્મી કેમ્પ જેવા સ્થળ ઉપર બોમ્બ પ્લાન્ટ કર્યા હતા.

કેટલાક ટેકનિકલ કારણોસર અમારું ઓપરેશન નિષ્ફળ ગયું - ULFA 1

સમગ્ર ઘટના અંગે ULFA-I એ પોતાનું નિવેદન પણ આપ્યું હતું.તેમનું કહેવું હતું કે - તેઓ આસામમાં બોમ્બ વિસ્ફોટ કરીને પોતાની તાકાત બતાવવા માંગતા હતા.આ સંગઠન દ્વારા કુલ 19 બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા કે જેઓ 6 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે એક પછી એક વિસ્ફોટ થવાના હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે - કેટલાક ટેકનિકલ કારણોસર અમારું ઓપરેશન નિષ્ફળ ગયું હતું.ULFA-I એ તમામ બોમ્બ શોધવા અને તેને નિષ્ક્રિય કરવા વિનંતી કરી છે. ULFA-I અનુસાર, આ બોમ્બથી સામાન્ય લોકોને કોઈ નુકસાન થશે નહીં. જો કે તમામ 19 બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે, જેના કારણે એક ખૂબ જ મોટી દુર્ઘટના ટળી છે.

આ પણ વાંચો : Odisha ના 300 થી વધુ મજૂરને પશ્ચિમ બંગાળમાં બનાવાયા હતા બંધક, પોલીસ દ્વારા બચાવાયા

Tags :
Advertisement

.

×