દૂધ પીતા ગલુડિયા પર એક શખ્સે ચડાવી દીધી કાર, જુઓ આ કરૂણ Video
Viral Video : આજે માણસ ખૂબ તરક્કી કરી રહ્યો છે. પહેલાના સમયની સરખામણીએ આજનો માણસ ઘણી બધી સુવિધાઓ (Facilities) ભોગવી રહ્યો છે પણ આ સુવિધાઓની સાથે આજના માણસોમાં માણસાઈ (humanity) ક્યાંક ખોવાઈ ગઇ હોય તેવું પણ ઘણીવાર જોવા મળી જાય છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા એક શખ્સે માણસાઈની તમામ હદો વટાવી દીધી અને નાના દૂધ પીતા ગલુડિયા (Puppy) ઉપરથી પોતાની કાર ચડાવી દીધી. આ વીડિયો જો તમે જોશો તો થોડીવાર માટે તમારા પણ રુંવાટા (Goosebumps) ઉભા થઇ જશે.
ચોંકાવનારો Video તમારી આંખો કરી દેશે ભીની
એવું કહેવાય છે કે, દુનિયામાં તમને બે પ્રકારના લોકો જોવા મળશે. એક એવા કે જેના હ્રદયમાં દરેક માચે પ્રેમ અને કરુણા હશે પછી તે માણસ હોય કે પ્રાણી. જ્યારે અમુક એવા પણ લોકો જોવા મળશે જે અન્ય લોકો માટે ક્યારે પણ કરૂણા, લાગણી કે પ્રેમ નહીં બતાવે. આવા લોકોને ફરક નથી પડતો કે કોઇ જીવે કે મરી ગયું છે. આવો જ એક હ્રદયદ્વાવક વીડિયો (Shocking Video) સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એટલો ભયાનક છે જેને જોઇ તમારી આંખો એક સમય માટે ભીની થઇ જશે. વીડિયોમાં બતાવ્યા પ્રમાણે એક ગલુડિયું તેની માતાનું દૂધ પી રહ્યું હતું તે સમયે એક શખ્સ પોતાની કાર તેમની તરખ આવતો દેખાય છે. આ કારને જોઇ ગલુડિયાની માતા તો ત્યાથી ખસી જાય છે પણ તે ગલુડિયું ત્યાથી ખસતું નથી. આ દરમિયાન કાર ચાલક તેમની આગળથી ગલુડિયું હટી ગયું કે નહીં તે જાણ્યા વિના જ કાર આગળ લઇ જાય છે અને તે ગલુડિયા ઉપરથી કાર ચડાવી દે છે. આગળનો નજારો જોયા પછી તમે એકદમ ભાવુક થઈ જશો.
સોશિયલ મીડિયામાં લોકોએ આપી પોતાની પ્રતિક્રિયા
આ વીડિયો માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર @PalsSkit નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. પરંતુ આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ લોકોએ કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું- આ ઘણું ખોટું છે, તેની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવો જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું- કેટલાક લોકો અવાજ વગરના લોકોનું દર્દ સમજી શકતા નથી. ત્રીજા યુઝરે લખ્યું- આ ક્રૂર માણસે આ નિર્દોષ પ્રાણીને કેવી રીતે ન જોયું? ભગવાન તેને પણ આવી જ સજા આપે. એક યુઝરે લખ્યું- આ માણસ નથી, જાનવર છે.
આ પણ વાંચો - BABA RAMDEV ફરી વિવાદમાં, પતંજલિ એલચી સોન પાપડી ફૂડ ટેસ્ટમાં ફેલ
આ પણ વાંચો - Ujjain : Kyrgyzstan માં ફસાયેલા MBBS ભારતીય વિદ્યાર્થી, CM મોહન યાદવને બચાવવાની કરી અપીલ…