50 હજાર વર્ષ પહેલા ભારતમાં આ સ્થળે પટકાયો હતો ઉલ્કાપીંડ, બની ગયું રહસ્યમય તળાવ
- મહારાષ્ટ્રનું લુનાર તળાવ આજે વૈજ્ઞાનિકો માટે પડકાર
- લુનાર તળાવ ક્યારેય દિશાસૂચક યંત્ર કામ કરતું નથી
- ચંદ્રમા જેવા ખડકો ધરાવે છે લુનારનું તળાવ
Maharashtra Lonar Lake: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આવેલ લેનાર તળાવ વિશ્વનું એક માત્ર ખારી ક્રેટર તળાવ છે. જે આશરે 50 હજાર વર્ષ પહેલા એક ઉલ્કાપીંડના પ્રભાવથી બની હતી. તેનું પાણી સમુદ્રના પાણીની તુલનાએ7 ગણુ વધારે ખારુ છે. જે તેને વધારે ખાસ બનાવે છે. આ તળાવ ન માત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટીએ મહત્વપુર્ણ છે, પરંતુ આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક રીતે એક અનોખો ખજાનો છે.
લોનાર તળાવ આજે પણ વૈજ્ઞાનિકો માટે પડકાર
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર લોનાર તળાવ અંગે કહેવાય છે કે, આ એક ખુબ જ રહસ્યમય તળાવ છે. આ તળાવન અંગે વાતો થાય છે કે, રાત્રે રહસ્યમય રીતે પોતાનો રંગ બદલી લીધો અને ગુલાબી થઇ ગયું. આ તળાવનો વ્યાસ 1.2 કિલોમીટર અને ઉંડાઇ 150 મીટર છે. અહીં પહાડોના રીમથી ઘેરાયેલી છે. ઓરંગાબાદથી 170 કિલોમીટર અને મુંબઇથી 550 કિલોમીટર દૂર આ તળાવન મહારાષ્ટ્રના સૌથી આકર્ષક રહસ્યો પૈકી એક માનવામાં આવે છે.
આ પણ વાંચો : Mahakumbh માં આવેલી આ સુંદર સાધ્વીની ખુલી પોલ, Video
તળાવનું અનોખુ ભૌગોલિક મહત્વ
લોનાર તળાવનું પાણી રંગ બદલે છે. જે વાતાવરણ અને પાણીમાં માઇક્રોઓર્ગેનિઝમની સ્થિતિ પર નિર્ભર કરે છે. અહીં દરેક ગુલાબી રંગમાં બદલી શકે છે. સુક્ષ્મજીવ જેવા કે હેલોબૈટ્રીરિયાસ અને ડુનલીલા સલીમા તળાવના ખારા અને ક્ષારીય વાતાવરણમાં બને છે આ પિગમેન્ટ જનરેટ કરે છે. ખારા અને ક્ષારીય બંન્ને પ્રકારના પાણી એક સાથે દુર્લભ હોય છે, જે આ તળાવને ખાસ બનાવે છે. આ તળાવન ડેક્કન પઠારની બેસાલ્ટિક પથ્થર પર બનેલું છે. જે 65 મિલિયન વર્ષ જુના જ્વાળામુખી વિસ્ફોટના કારણે બન્યું હતું.
સાયન્ટિફિક અભ્યાસ કરીને નાસા પણ પરેશાન
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ તળાવ અને ચંદ્રમાની સપાટી વચ્ચે સિમિલરિટીઝ અંગે પરેશાન હતું. આઇઆઇટી બોમ્બેના સંશોધનમાં માટીના એવા ખનીજ મળ્યા જે ચંદ્રમાની પહાડો સાથે મેળ થાય છે. વૈજ્ઞાનિકો તેને ચંદ્ર ભૂવિજ્ઞાન અને ખગોળ વિજ્ઞાનના અભ્યાસ માટે આદર્શન માને છે. લોનાર તળાવને પવિત્ર માનવામાં આવે છે. તેને ભગવાન વિષ્ણુની સાથે જોડવામાં આવે છે. તળાવના આસપાસના 6ઠ્ઠી સદી ઇસા પૂર્વના અનેક પ્રાચીન મંદિર છે. જે સ્થાપત્ય અને કલાત્મક કૌશલ્યનું પ્રદર્શન કરે છે. સ્થાનિક માન્યતા છે કે, ભગવાન રામ આ તળાવ પધાર્યા હતા.
આ પણ વાંચો : IMD: ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત,આ રાજ્યોમાં બદલાશે હવામાન
તળાવની રહસ્યમય વિશેષતાઓ
તળાવના વિદ્યુત ચુંબકીય ગુણોના કારણે તેના કેટલાક હિસ્સાઓમાં કમ્પાસ કામ નથી કરતો. તલાવનો આ અનોખો ગુણે વૈજ્ઞાનિકો માટે પણ પડકાર છે. નવેમ્બર 2020 માં લોનાર તળાવને રામસર સાઇટ જાહેર કરવામાં આવી. ભારતીય ભુવૈજ્ઞાનિક સર્વેક્ષણે તેને રાષ્ટ્રીય ભૂ વિરાસત સ્મારક તરીકે સંરક્ષીત કર્યું છે. જો કે તળાવ પર પ્રદૂષણ, દબાણ અને આક્રમક પ્રજાતિઓ જેવી સસ્યાઓનો સામનો કરી રહી છે.
આ પણ વાંચો : Maha Kumbh: અમૃતસ્નાન માટે સમય સૂચી જાહેર,બનશે 4 વર્લ્ડ રેકોર્ડ


