રાજસ્થાનની રહસ્યમય કહાની, એન્કાઉન્ટરમાં મૃત જાહેર કરાયેલો અપરાધી શબગૃહમાંથી કેવી રીતે ભાગી ગયો?
- એક 24 વર્ષનો ગુનેગાર મર્યા બાદ જીવતો પાછો આવ્યો છે
- પોલીસ સાથેના એન્કાઉન્ટર દરમિયાન તેને ચહેરા પર ગોળી વાગી હતી
- મૃતદેહની ઓળખ ખોટી રીતે થઈ હતી કારણ કે તેનો ચહેરો વિકૃત હતો
Rajasthan News : શું તમે ક્યારેય સાંભળ્યું છે કે મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ફરી જીવિત થાય છે? આવું ભાગ્યે જ બને છે, પરંતુ આવા જ એક સમાચાર સામે આવ્યા છે જેમાં એક 24 વર્ષનો ગુનેગાર મર્યા બાદ જીવતો પાછો આવ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ રુદ્રેશ નામના ગુનેગારની જે 'RDX' તરીકે પણ ઓળખાય છે. પોલીસ સાથેના એન્કાઉન્ટર દરમિયાન તેને ચહેરા પર ગોળી વાગી હતી, ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તો પછી તે અચાનક કેવી રીતે જીવિત થઈ ગયો, આ મોટો પ્રશ્ન છે?
'RDX' રુદ્રેશ એન્કાઉન્ટરમાં માર્યો ગયો
પીટીઆઈના અહેવાલ મુજબ, પોલીસ એન્કાઉન્ટર દરમિયાન ચહેરા પર ગોળી વાગ્યા બાદ 24 વર્ષીય યુવક, જેને મૃત માનવામાં આવતો હતો, તે ખરેખર જીવિત છે અને હજુ પણ ગુમ છે. તેનું નામ રુદ્રેશ ઉર્ફે 'RDX' છે અને તેની શોધ ચાલુ છે.
રુદ્રેશે પોતાની જાતને ગોળી મારી
પોલીસે જણાવ્યું હતું કે, ગુનેગાર રુદ્રેશ અને તેનો મિત્ર, જેની ઓળખ નોહરા તરીકે થઈ છે, તે એક ઘરમાં છુપાયેલા હતા. પોલીસે તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા. આ દરમિયાન રુદ્રેશે કથિત રીતે પોતાને મોઢા પર ગોળી મારી દીધી હતી. બાદમાં તેના મૃતદેહને મોર્ચરીમાં લઈ જવામાં આવ્યો હતો. સોમવારે જ્યારે ગુનેગારનો પરિવાર મૃતદેહની ઓળખ કરવા માટે શબઘરમાં પહોંચ્યો ત્યારે ત્યાં રુદ્રેશ નહીં પણ કોઈ બીજું હતું.
આ પણ વાંચો : દિલ્હીમાં મતદાન પહેલા AAP સાંસદનો દાવો, 'શાહી લગાવવા માટે 500 રૂપિયા ચૂકવ્યા...', વીડિયો શેર કર્યો
રુદ્રેશ ફરાર થઈ ગયો હતો
ખરેખર રુદ્રેશ મર્યો નહોતો પણ જીવતો હતો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે પોલીસ આવે તે પહેલાં જ રુદ્રેશ ઘરમાંથી ભાગી ગયો હતો. મૃતદેહની ઓળખ ખોટી રીતે થઈ હતી કારણ કે તેનો ચહેરો વિકૃત હતો અને તેનો કેટલોક સામાન રૂમની આસપાસ વેરવિખેર હતો. દરોડા દરમિયાન પોલીસે ઘરમાંથી ત્રણ હથિયારો પણ જપ્ત કર્યા હતા.
મૃત્યુ પામેલ વ્યક્તિ કોણ હતી
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, જો મૃત્યુ પામેલો વ્યક્તિ રુદ્રેશ ન હતો તો કોણ હતો? વાસ્તવમાં, મૃતક વ્યક્તિ બુંદી જિલ્લાનો રહેવાસી હતો અને ઘણા વર્ષોથી કોટામાં તેના માતા-પિતા સાથે રહેતો હતો. તેની સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 15 થી વધુ કેસ નોંધાયેલા હતા. 2 જાન્યુઆરીએ મહાવીર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનની દુકાનના માલિકના ભાઈ પર ગોળીબાર કરવા બદલ રૂદ્રેશ અને તેના ત્રણ સહયોગીઓની પોલીસ તપાસ કરી રહી હતી.
આ પણ વાંચો : કોંગ્રેસે PM મોદી પર કર્યા પ્રહાર, કહ્યું, તમે પૂર્વોત્તર રાજ્યોની વાત કરી રહ્યા છો, તમે મણિપુર ક્યારે જશો?