Shocking : ડ્રગ્સના નશામાં પિતા બન્યો હેવાન! 14 વર્ષની પુત્રીને પીંખી નાખી
- Shocking : ડ્રગ્સના નશામાં પિતા બન્યો હેવાન
- પિતાએ જ 14 વર્ષની પુત્રીને પીંખી નાખી
- પુત્રી સાથે દુષ્કર્મ, પડોશીની સમજદારીથી ખુલાસો
Shocking : હરિયાણાના ફરીદાબાદમાંથી એક અત્યંત શરમજનક અને માનવતાને હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને લજવવામાં આવ્યો છે. ભૂપાની વિસ્તારમાં એક રિક્ષાચાલક પિતાએ જ તેની 14 વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. બાળકીએ તેની આ ભયાનક આપવીતી પાડોશમાં રહેતી એક વૃદ્ધાને જણાવતા આ ક્રૂર કૃત્યનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પિતાની ધરપકડ કરી છે અને તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલમાં મોકલી આપ્યો છે.
ડ્રગ્સના નશામાં ધૂત પિતા બન્યો હેવાન
અહેવાલો અનુસાર, આરોપી પિતા ભૂપાની વિસ્તારની એક કોલોનીમાં તેની 2 પુત્રીઓ સાથે રહેતો હતો. તે રિક્ષાચાલક છે અને ડ્રગ્સના ખરાબ વ્યસનથી પીડિત છે. આરોપી પિતાની હિંસા અને સતત ઝઘડાઓથી કંટાળીને તેની પત્ની લગભગ 1 વર્ષ પહેલા જ તેના 4 બાળકો સાથે તેને છોડીને જતી રહી હતી, જેના કારણે 2 સગીર પુત્રીઓ પિતા સાથે રહેતી હતી. ડ્રગ્સના નશા અને ગુસ્સાના કારણે તે હંમેશા આક્રમક રહેતો હતો. આરોપીએ આશરે 8થી 9 દિવસ સુધી તેની 14 વર્ષની પુત્રીને પોતાની ખરાબ નિયતનો શિકાર બનાવી હતી. જ્યારે પણ બાળકી વિરોધ કરવાનો પ્રયાસ કરતી, ત્યારે આ હેવાન પિતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. પિતાની ધમકીઓથી ડરી ગયેલી પુત્રીએ લાંબા સમય સુધી આ પીડા કોઈને જણાવી નહોતી.
પાડોશી વૃદ્ધાની સમજદારીથી પર્દાફાશ (Shocking)
પિતા દ્વારા સતત આચરવામાં આવતા આ ભયાનક કૃત્યોને કારણે બાળકીની તબિયત બગડવા લાગી હતી. આશરે 5 દિવસ પહેલા બાળકીએ પોતાની આ પીડા અને ભયાનક આપવીતી પાડોશમાં રહેતી એક ભરોસાપાત્ર વૃદ્ધ મહિલાને જણાવી. વૃદ્ધ મહિલા બાળકીની વાત સાંભળીને ગભરાઈ ગઈ અને તરત જ તેને ડૉક્ટર પાસે લઈ ગઈ. તબીબી તપાસ દરમિયાન ડૉક્ટરે સ્પષ્ટપણે પુષ્ટિ કરી કે બાળકી સાથે અયોગ્ય અને દુષ્કર્મભર્યું કૃત્ય થયું છે.
પોલીસની તાત્કાલિક કાર્યવાહી
ડૉક્ટરી તપાસ બાદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. પોલીસે આ ગંભીર મામલે તાત્કાલિક ફરિયાદ નોંધી. બાળકીની જરૂરી તબીબી તપાસ કરાવવામાં આવી અને ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ બાળકીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું. પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે, જેથી આરોપીને તેના કૃત્યની કડકમાં કડક સજા મળી શકે. આ કિસ્સો સમાજમાં વધી રહેલા ડ્રગ્સના દુષણ અને કૌટુંબિક હિંસાના ગંભીર પરિણામો તરફ પણ ઈશારો કરે છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના સતારામાં મહિલા ડૉક્ટરે કરી આત્મહત્યા, PSI પર દુષ્કર્મનો લગાવ્યો ગંભીર આરોપ