Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફટાકડાની ફેક્ટરીમાં જબરદસ્ત Blast; 4ના મોત, 5થી વધુ દાઝી ગયા

ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ 4 લોકોના મોત, 5 થી વધુ દાઝી ગયા અત્યાર સુધી 10 લોકોને કાટમાળ નીચેથી બહાર કઠાયા ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ (Firozabad) માં નૌશેહરા ગામની ફટાકડાની ફેક્ટરી (Firecracker Factory) માં ગઈકાલે રાત્રે ભયંકર વિસ્ફોટ (Blast) થયો હતો,...
ફટાકડાની ફેક્ટરીમાં જબરદસ્ત blast  4ના મોત  5થી વધુ દાઝી ગયા
Advertisement
  • ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ
  • 4 લોકોના મોત, 5 થી વધુ દાઝી ગયા
  • અત્યાર સુધી 10 લોકોને કાટમાળ નીચેથી બહાર કઠાયા

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ (Firozabad) માં નૌશેહરા ગામની ફટાકડાની ફેક્ટરી (Firecracker Factory) માં ગઈકાલે રાત્રે ભયંકર વિસ્ફોટ (Blast) થયો હતો, જેના કારણે 4 લોકોના મોત (4 People Dead) નિપજ્યા છે અને 5થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ વિસ્ફોટ (Blast)v કેટલો ભયાનક હતો તેનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે, તેનો અવાજ 15 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. જેના કારણે આસપાસના મકાનોને પણ ભારે નુકસાન થયું હતું.

ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ

ફિરોઝાબાદના નૌશેરા ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા જોરદાર વિસ્ફોટમાં અનેક મકાનો ધરાશાયી થઈ ગયા છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો મકાનના કાટમાળ નીચે દટાઈ ગયા છે. અત્યાર સુધીમાં 10 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 4ના મોત નીપજ્યા છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, હજુ પણ કાટમાળ નીચે ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે, જેમને બહાર નીકાળવા માટે રાહત કામગીરી ઝડપી ચાલી રહી છે. એસએસપી સૌરભ દીક્ષિતે અકસ્માતની પુષ્ટિ કરી છે. પોલીસ અને ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને JCB ની મદદથી કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફેક્ટરીનો માલિક ફરાર છે અને ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી તે પણ સામે આવ્યું છે.

Advertisement

Advertisement

બચાવ કામગીરી અને તપાસ ચાલી રહી છે

આગરા રેન્જના આઈજી દીપક કુમારના જણાવ્યા પ્રમાણે, વિસ્ફોટની ઘટનાની જાણ થતાં જ પોલીસ અને SDRFની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે ઝડપી બચાવ કામગીરી હાથ ધરાઈ. મળતી માહિતી અનુસાર, આ ફટાકડાનો સંગ્રહ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યો હતો, જે વિસ્ફોટનું કારણ બન્યું. વિસ્ફોટની અસરથી આસપાસના મકાનો ધરાશાયી થઈ ગયા છે. આ ઘટનાને લઈને આઈજી દીપક કુમારે જણાવ્યુ છે કે, અમારું પહેલું કામ લોકોને બચાવવાનું છે. આ પછી, વધુ તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે."

આ પણ વાંચો:   MEA : ઈરાનના સુપ્રીમ લીડરને ભારતનો કડક સંદેશ, કહ્યું- કોઈપણ ટિપ્પણી કરતા પહેલા તમારો રેકોર્ડ તપાસો

Tags :
Advertisement

.

×