ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુહાગરાતે વારંવાર ઇન્કાર કરતી રહી દુલ્હન... સત્ય ખુબ જ ચોંકાવનારુ નિકળ્યું

જોધપુરમાં એક યુવકને લૂંટેરી દુલ્હને 3 લાખ રૂપિયાની ઠગાઇનો શિકાર બનાવી. નકલી લગ્ન બાદ દુલ્હન ગાયબ થઇ ગઇ. પોલીસે કેસ દાખલ થયો છે
01:21 PM Nov 08, 2024 IST | KRUTARTH JOSHI
જોધપુરમાં એક યુવકને લૂંટેરી દુલ્હને 3 લાખ રૂપિયાની ઠગાઇનો શિકાર બનાવી. નકલી લગ્ન બાદ દુલ્હન ગાયબ થઇ ગઇ. પોલીસે કેસ દાખલ થયો છે
Fake marriage case

જોધપુર : જોધપુરના શોભવતોની ઢાણી ગજેન્દ્રનગરમાં એક યુવકને લૂંટેરી દુલ્હને 3 લાખ રૂપિયાની ઠગાઇનો શિકાર બનાવી. પીડિત યુવકે પોતે પોતાની નવી દુલ્હનની વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે, જેમાં પોલીસે આગળની તપાસ શરૂ કરી દીધી છે. જેનું સત્ય સુહાગરાતે બહાર આવ્યું હતું. જ્યારે દુલ્હાને યુવતીનું સત્ય જાણવા મળ્યું તેના પગ નીચેથી જમીન જતી રહી હતી.

આ પણ વાંચો : America માં હવે ટ્રમ્પ સરકાર, ગુજરાતીઓએ પરિણામ વધાવ્યા

દુલ્હન પહેલાથી જ પરણિત છે અને બાળક પણ છે

મહારાષ્ટ્રની રહેવાસી દુલ્હન સુપ્રિયા ઉર્ફે રોહિણીએ નકલી લગ્નની અવેજમાં પીડિતથી 3 લાખ રૂપિયા પડાવી લીધા. ત્યાર બાદ જ્યારે લગ્ન નજીક આવ્યા તો મા બિમાર હોવાનું કહીને લગ્ન ટાળ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, લુંટેરી દુલ્હન પહેલાથી જ પરણિત હતી અને તેનું એક બાળ પણ છે. પોલીસે સુપ્રિયા ઉર્ફે રોહિણી, બાબુલાલ, સલીમખાન, નેહા, સંતોષ સહિત અનેક લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : રાષ્ટ્રપતિ બનતાં જ Trumpનું મોટું એલાન, આ મહિલાને સોંપી મહત્વની જવાબદારી

દુલ્હન દુલ્હાને સુહાગરાત માટેઇન્કાર કરતી રહી

પોલીસના અનુસાર પીડિત યુવકને ફસાવવામાં આવ્યો. પહેલા ઉદયપુરના એક મંદિરમાં તેના નકલી લગ્ન કરવામાં આવ્યા. ત્યાર બાદ સુપ્રિયા ઉર્ફે રોહિણીને તેની માતા બિમાર હોવાનું થોડા દિવસો બાદ પરત મહારાષ્ટ્ર બોલાવી લીધી. દુલ્હન 2 દિવસ સુધી સુહાગરાત મનાવવાનો ઇન્કાર કરતી રહી. ત્યાર બાદ મહારાષ્ટ્ર જતી રહી હતી. ત્યાર બાદ પરત જ ફરી નહોતી. દુલ્હનની તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જ્યારે યુવકે યુવતીને ફોન કર્યો તો તેણે ધમકી આપી કે જો તે પોલીસ ફરિયાદ કરશે તો તેને માનવ તસ્કરીના કેસમાં ફસાવી દેશે.

આ પણ વાંચો : Elon Musk નું કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ચોંકાવનારું નિવેદન

રાજસ્થાનમાં લુટેરી દુલ્હન અનેક લોકોને બનાવે છે શિકાર

રાજસ્થાનમાં આંતરે દિવસે લુંટેરી દુલ્હનોના કિસ્સા પ્રકાશમાં આવ્યા કરે છે. તેમ છતા પણ લોકો લગ્નની લાલચે આ ચક્કરમાં ફસાઇ જતા હોય છે. પુરતી માહિતી વગર જ લગ્ન કરી લેતા હોય છે. જો કે આ યુવતીઓ લગ્નના ગણત્રીના સમયમાં પૈસા લઇને ફરાર થઇ જતી હોય છે. લુંટેરી દુલ્હનોની ગેંગ એવા લોકોને પોતાનો શિકાર બનાવે છે જેમના કોઇ પ્રકારે લગ્ન ન થઇ રહ્યા હોય અથવા તો ઉંમર વધારે થઇ ચુકી હોય.

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ મસ્કની દીકરીએ US છોડવાનો નિર્ણય કર્યો! કહી આ વાત

Tags :
bride runs awayfake marriage scamgroom cheatedGujarat FirstGujarati NewsGujarati SamacharJodhpur crimelatest newsrajasthan newsSpeed NewsTrending News
Next Article