AAP ના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું ગોળી વાગવાથી મોત, સમગ્ર પંજાબમાં શોકનું મોજું
- પંજાબમાં AAP નેતા પર ફાયરિંગ!
- AAP ધારાસભ્યનું આકસ્મિક મૃત્યુ
- મોતનું કારણ જાણવા પોલીસ વ્યસ્ત
આ સમયના મોટા સમાચાર પંજાબથી આવી રહ્યા છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું ગોળી લાગવાથી મોત થયું છે. આ સમગ્ર ઘટના રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ગોળી વાગી હોવાની માહિતી મળ્યા બાદ તેને લુધિયાણાની ડીએમસી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. AAP ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું મૃત્યુ કઈ રીતે થયું તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. કેસની તપાસ ચાલી રહી છે. આ અંગે તપાસ બાદ જ કંઈક કહી શકાશે.
મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી...
લુધિયાણાના ડીસીપી જસકરણ સિંહ તેજાએ ઘટના અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ગુરપ્રીત ગોગીને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા છે. તેમના મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે. તબીબો પોસ્ટમોર્ટમ કરશે, ત્યારબાદ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. તેમણે કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સંપૂર્ણ તપાસ બાદ મોતનું કારણ જાણી શકાશે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ આવવાનો બાકી છે. આ સિવાય ઘટનાના સમાચાર મળતા જ ગુરપ્રીત ગોગીના ઘરે અને પછી હોસ્પિટલની બહાર તેમના સમર્થકોનો જમાવડો શરૂ થઈ ગયો હતો.
આ પણ વાંચો : Maha Kumbh 2025: યોગી આદિત્યનાથ PM Modi ને મળ્યા, કળશ અર્પણ કર્યો અને મહાકુંભ માટે આમંત્રણ આપ્યું
પોલીસ તપાસમાં લાગી...
AAP ધારાસભ્ય ગુરપ્રીત ગોગીના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ છે. મોડી રાત્રે ગોગીના સમર્થકો અને નજીકના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. ગુરપ્રીત ગોગી આમ આદમી પાર્ટી (AAP)ના હળકા પશ્ચિમના ધારાસભ્ય હતા. ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે રાત્રે તે પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો અને તે દરમિયાન અચાનક એક ગોળી નીકળી જે સીધી તેના માથામાં વાગી. બીજી તરફ આ મામલાને આત્મહત્યા સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. જો કે હજુ સુધી પોલીસ દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : તિહાર જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી, AIIMSમાં દાખલ