અબ્દુલ્લા આઝમને મોટી રાહત,બે પાસપોર્ટ કેસમાં 7 વર્ષની સજા પર કોર્ટની રોક
Abdullah Azam Passport Case : રામપુર (Rampur) ના નકલી પાસપોર્ટ કેસમાં સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ના નેતા આઝમ ખાન (Azam Khan) ના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ (Abdullah Azam) ને મોટી કાનૂની રાહત મળી છે. એપેલેટ કોર્ટે (Appellate Court) નીચલી અદાલતના તે ચુકાદાને પલટી નાખ્યો છે, જેમાં તેમને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સમાચાર આવતા જ રામપુરના રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું છે.
Abdullah Azam Passport Case : શું છે સમગ્ર મામલો?
વર્ષ 2019 માં ભાજપના ધારાસભ્ય આકાશ સક્સેના (Akash Saxena) એ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન (Civil Lines Police Station) માં FIR નોંધાવી હતી. આક્ષેપ એવો હતો કે અબ્દુલ્લા આઝમે બે અલગ-અલગ જન્મતારીખનો ઉપયોગ કરીને બે પાસપોર્ટ બનાવડાવ્યા હતા. જેમાં એક પાસપોર્ટમાં જન્મતારીખ 1 જાન્યુઆરી, 1993 અને બીજામાં 30 સપ્ટેમ્બર, 1990 દર્શાવવામાં આવી હતી. આ બંને પાસપોર્ટનો ઉપયોગ વિદેશ પ્રવાસ માટે કર્યો હોવાના પુરાવા પણ તપાસમાં સામે આવ્યા હતા.
કાનૂની લડાઈ અને વર્તમાન સ્થિતિ
નીચલી અદાલતે અબ્દુલ્લા આઝમને આ કેસમાં દોષિત ઠેરવીને સાત વર્ષની સજા સંભળાવી હતી, જેની સામે તેમણે અપીલ કરી હતી. જોકે, પાસપોર્ટ કેસમાં રાહત મળવા છતાં, અબ્દુલ્લા આઝમ અને તેમના પિતા આઝમ ખાન માટે મુશ્કેલીઓ હજુ પૂર્ણ થઈ નથી. 'બે પાન કાર્ડ' (Two PAN Card Case) કેસમાં તેમની અપીલ કોર્ટે ફગાવી દીધી છે, અને તે કેસમાં આઝમ ખાનને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. કાનૂની નિષ્ણાતોના મતે, અબ્દુલ્લા આઝમ સામેના અન્ય કેસો સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં વિચારાધીન હોવાથી તેમની જેલમાંથી મુક્તિ અત્યારે અનિશ્ચિત છે.
આ પણ વાંચો: Monsoon 2026 : ચોમાસા પર અલ નીનોનું સંકટ ? IMDએ વરસાદને લઈ આપી ચિંતાજનક આગાહી !


