Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સામે નોંધાઈ ફરિયાદ, જાણો શું છે મામલો?

પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ TMC ના કદાવર નેતા અભિષેક બેનર્જી સામે રાજ્ય પોલીસે આકરા તેવર બતાવ્યા છે. સામાજિક કાર્યકર રાજીબ સરકારની મહિનાઓ જૂની ફરિયાદના આધારે બિધાનનગરમાં મહત્વની કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ દ્વારા અભિષેક બેનર્જી વિરુદ્ધ નોંધાયેલો આ પ્રથમ ગુનો હોવાથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સામે નોંધાઈ ફરિયાદ  જાણો શું છે મામલો
Advertisement
  • ડાયમંડ હાર્બરના સાંસદ અભિષેક બેનર્જી વિરુદ્ધ રાજ્ય પોલીસે નોંધી પ્રથમ FIR (Abhishek Banerjee FIR)
  • બિધાનનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુનો દાખલ કરાયો
  • સામાજિક કાર્યકર રાજીબ સરકારની લેખિત ફરિયાદના આધારે થઈ કાર્યવાહી
  • ૫ મે ના રોજ વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ બાગુઆટીમાં અપાઈ હતી અરજી

પશ્ચિમ બંગાળના રાજકારણમાં (West Bengal Politics) એક મોટા સમાચાર સામે આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress - TMC) ના રાષ્ટ્રીય મહાસચિવ અને ડાયમંડ હાર્બરના (Diamond Harbour) સાંસદ અભિષેક બેનર્જી (Abhishek Banerjee) વિરુદ્ધ રાજ્ય પોલીસે FIR દાખલ કરી છે. નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા અભિષેક બેનર્જી વિરુદ્ધ નોંધવામાં આવેલી આ સૌપ્રથમ FIR છે, જેને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.

Advertisement


Advertisement

Abhishek Banerjee FIR : સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

મળતી માહિતી મુજબ, બિધાનનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં (Bidhannagar Cyber Crime Police Station) આ કેસ નોંધવામાં આવ્યો છે. રાજ્ય પોલીસે સામાજિક કાર્યકર રાજીબ સરકારની (Rajib Sarkar) ફરિયાદના આધારે આ કાર્યવાહી કરી છે. રાજીબ સરકારે અગાઉ વિધાનસભા ચૂંટણીના (Assembly Election) પરિણામો જાહેર થયાના બીજા જ દિવસે, એટલે કે ૫ મેના રોજ બાગુઆટી પોલીસ સ્ટેશનમાં (Baguiati Police Station) અભિષેક બેનર્જી વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી.

ફરિયાદ પાછળનું કારણ

જોકે પોલીસે હજુ સુધી FIR ના ચોક્કસ કલમો અને વિગતો જાહેર કરી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલો સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ટિપ્પણીઓ અથવા સાયબર કાયદાના ઉલ્લંઘન સાથે જોડાયેલો હોઈ શકે છે. પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટીના દિગ્ગજ નેતા અને મમતા બેનર્જીના ભત્રીજા સામેની આ કાનૂની કાર્યવાહી આગામી સમયમાં નવો વળાંક લાવી શકે છે.

આ પણ વાંચો: PM મોદીએ વિદેશ યાત્રા પર ટેક્સના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા

Tags :
Advertisement

.

×