Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Abodh Balak Row: "કૉંગ્રેસને 'અબોધ બાળક'ની બંધક બનાવો નહીં": રાજ્યસભામાં નડ્ડાની ખડગેને સલાહ

Abodh Balak Row: ગુરુવારે 5મી ફેબ્રુઆરીએ રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા અને કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે વચ્ચે ખૂબ ગરમાગરમી જોવા મળી. આ દરમિયાન જે. પી. નડ્ડાએ કોઈનું પણ નામ લીધા વગર કૉંગ્રેસ અધ્યક્ષને કહ્યુ કે તમારી પાર્ટીને અબોધ બાળકની બંધક બનાવો નહીં. આના પર વિપક્ષ ભડક્યો અને ખડગેએ વાંધો પણ નોંધાવ્યો.
abodh balak row   કૉંગ્રેસને  અબોધ બાળક ની બંધક બનાવો નહીં   રાજ્યસભામાં નડ્ડાની ખડગેને સલાહ
Advertisement

. રાજ્યસભામાં રાહુલ ગાંધી (Rahul Gandhi) ને 'Abodh Balak' ગણાવતી પરોક્ષ ટીપ્પણી
. કેન્દ્રીય મંત્રી નડ્ડાની ટીપ્પણી સામે કૉંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ઉઠાવ્યો વાંધો
. રાજ્યસભામાં નડ્ડા-ખડગેના વાકયુદ્ધને કારણે ગરમાગરમી

Abodh Balak Row: સંસદમાં (Parliament) ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ગુરુવારે પણ રાજ્યસભામાં ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે ખૂબ વાર-પલટવાર થતા જોવા મળ્યા.

Advertisement

ગુરુવારે સવારે ગૃહના નેતા જે. પી. નડ્ડા (J.P. Nadda) અને રાજ્યસભા (Rajyasabha) માં વિપક્ષના નેતા તથા કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે (Mallikarjun Kharge) વચ્ચે વાકયુદ્ધ થતું જોવા મળ્યું. આ દરમિયાન જે. પી. નડ્ડાએ કોઈનું પણ નામ લીધા વગર કૉંગ્રેસ અધ્યક્ષને સલાહ આપી કે તમારી પાર્ટીને અબોધ બાળકની બંધક બનાવો નહીં. કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે સાંકળીને જોવાય રહ્યું છે અને તેથી વિપક્ષ આકરેપાણીએ છે.

Advertisement

આ પણ વાંચો : સંસદમાં PM મોદી પર હુમલાનો કારસો રચી રહી હતી વિપક્ષી મહિલા સાંસદ: મનોજ તિવારીનો દાવો

Nadda V/S Kharge

રાજ્યસભામાં બોલતા વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ કે સંસદનો મતલબ લોકસભા અને રાજ્યસભા છે. લોકસભામાં વિપક્ષના નેતા દેશના હિતો પર બોલવા માંગતા હતા, પરંતુ તેમને બોલવા દેવાયા નહીં. તમે આવી રીતે ગૃહ કેવી રીતે ચલાવી શકો છો? આના પર કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ રાજ્યસભામાં કહ્યુ કે વિપક્ષના નેતાને ખબર હોવી જોઈએ કે લોકસભાની કાર્યવાહી પર રાજ્યસભામાં ચર્ચા કરી શકાય નહીં.

તો રાજ્યસભામાં બોલતા કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂ (Kiren Rijiju) એ કહ્યુ કે આજે અમે બધાં આશા રાખીએ છીએ કે તમામ સાંસદ ગૃહના નિયમો અને પરંપરાઓનું પાલન કરશે. તમામ સાંસદ આજે વડાપ્રધાનનું ભાષણ સાંભળવાની રાહ જોઈ રહ્યા છે. તમારા લોકસભામાં વિપક્ષના નેતા ગૃહના નિયમોનું પાલન કરતા નથી.

રિજિજૂના જવાબમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ છે કે અમે કાર્યવાહીમાં અડચણ નાખવા માંગતા નથી. સંસદ ત્યારે ચાલે છે જ્યારે બંને ગૃહ યોગ્ય રીતે કામ કરે છે. આ દરમિયાન જે. પી. નડ્ડાએ કહ્યુ કે વિપક્ષના નેતાના માધ્યમથી એ કહેવા માંગુ છું કે આપણા ગૃહમાં જ્યારે તમામ વાતો કરવા માટે અમે તૈયાર છીએ.

આ પણ વાંચો :  Rahul Gandhi એ ગદ્દાર મિત્ર કહ્યુ, તો મંત્રી બિટ્ટૂએ કૉંગ્રેસી નેતાને ગણાવ્યા દેશના દુશ્મન, સંસદના ગેટ પર બબાલ

કેન્દ્રીય મંત્રીએ નામોલ્લેખ વગર જ ખડગે અને અન્ય કૉંગ્રેસના નેતાને કહ્યુ કે તમે બધાં લોકો અમારાથી સિનિયર છો પરંતુ એક વાત હું તમને કહેવા માંગુ છું કે તમારી પાર્ટીને અબોધ બાળક (Abodh Balak) ની બંધક બનાવો નહીં. નડ્ડા (Nadda) એ આગળ કહ્યુ કે અબોધ અને અહંકારનું મિક્સચર ડેડલી હોય છે. તેમણે કહ્યુ કે કૉંગ્રેસે આ અબોધ વ્યક્તિને બહાર કાઢવો જોઈએ.

આ પણ વાંચો :  સંસદમાં PM મોદી પર હુમલાનો કારસો રચી રહી હતી વિપક્ષી મહિલા સાંસદ: મનોજ તિવારીનો દાવો

કૉંગ્રેસનો સરકાર પર પલટવાર

કૉંગ્રેસે સંસદમાં ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ગુરુવારે સરકાર પર કટાક્ષ કરતા કહ્યુ કે તે મન કી બાત વાળી માનસિકતાથી ગૃહ ચલાવવા માંગે છે. પરંતુ ગૃહ મન કી બાત માટે નથી. પરંતુ સત્તાપક્ષ અને વિપક્ષ બંનેના અવાજને સાંભળવા માટે છે. મુખ્ય વિપક્ષી દળે આ વાત પર પણ ભાર મૂક્યો કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓને પણ બોલવાનો મોકો મળવો જોઈએ.

લોકસભામાં કોંગ્રેસના દંડક અને પ્રવર્તમાન બજેટ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરાયેલા સાંસદ મણિકમ ટૈગોરે એક ન્યૂઝ એજન્સીને કહ્યુ કે ગૃહમાં બે અવાજ છે, એક અવાજ સત્તાપક્ષ અને બીજો વિપક્ષનો છે. પરંતુ વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકાર ચાહતી નથી કે વિપક્ષના અવાજને તક મળે.

તમણે કટાક્ષ કરતા કહ્યુ કે આ સરકારની મન કી બાત વાળી માનસિકતા છે. મન કી બાત રેડિયો પર થઈ શકે છે, પણ સંસદ મન કી બાત માટે નથી. સંસદમાં વિપક્ષના નેતા બોલે છે અને પછી વડાપ્રધાન જવાબ આપી શકે છે. ટૈગોરે કહ્યુ કે આ પહેલીવાર છે કે વિપક્ષના નેતાને બોલવાનો મોકો આપવામાં આવ્યો નથી. કદાચ વડાપ્રધાન પણ નહીં બોલે, જે લોકશાહી માટે દુખદ છે.

કૉંગ્રેસના સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલે (K.C. Vanugopal) કહ્યુ કે સંસદીય લોકશાહીમાં વિપક્ષના નેતા અને અન્ય નેતાઓને પણ ગૃહમાં બોલવાનો અધિકાર ચે. પરંતુ આ સરકાર દ્વારા તેમને બોલવાથી વંચિત કરાઈ રહ્યા છે. માટે અમારો એકમાત્ર એજન્ડા છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં વિપક્ષી નેતાઓ અને વિરોધ પક્ષના નેતાને બોલવાનો મોકો મળવો જોઈએ.

આ પણ વાંચો : PM Modi Parliament: રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચામાં હવે નહીં બોલે PM મોદી, 2004 બાદ આવી પહેલી ઘટના

Tags :
Advertisement

.

×