AC Rule :કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો નિયમ, હવે AC આટલા ડિગ્રીથી નીચે સેટ નહી કરી શકાય…
- ઓફિસ કે કારમાં 16 ડિગ્રી પર AC ચલાવી શકશો નહીં
- સરકાર AC કૂલિંગ માટે એક નવું ધોરણ લાવવા જઈ રહી છે
- કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે માહિતી આપી
AC Rule :ભારત એક ગરમ પ્રદેશ છે. ઉનાળામાં દેશના ઘણા ભાગોમાં તાપમાન 40 ડીગ્રીથી વધી જતું હોય છે. અસહ્ય ગરમીથી બચવાનો આસાન ઉપાય છે AC. મોટાભાગના ભારતીયો AC નું તાપમાન 16 થી 20 ડીગ્રી જેટલું નીચું રાખતા હોય છે. જોકે, હવે આમ કરવું શક્ય નહીં હોય, કેમ કે ભારત સરકાર એવો નિયમ લાવી રહી છે જેમાં AC નું તાપમાન 20 ડિગ્રીથી નીચે અને 28 ડીગ્રીથી ઉપર સેટ નહીં કરી શકાય.
AC ના નવા ધોરણનું મુખ્ય કારણ શું છે?
એપ્રિલથી જુલાઈ-ઓગસ્ટ દરમિયાન દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ગરમી પડે છે.આ સમય દરમિયાન, લોકો તેમના ઘરો, ઓફિસો અને કારમાં AC ની કૂલિંગ 16 ડિગ્રી સુધી રાખે છે. ગરમ પવનો અને તીવ્ર ગરમીને કારણે, મોટાભાગના લોકો 20 ડિગ્રીથી ઓછા તાપમાને AC ચલાવે છે.નવા ધોરણ હેઠળ,સરકારે ACનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નક્કી કર્યું છે.તે જ સમયે, AC ની મહત્તમ તાપમાન મર્યાદા 28 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવી છે.
આ પણ વાંચો -Tatkal Tickets ના રીઝર્વેશન માટે 1 જુલાઈથી ઈ-આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનશે
ટૂંક સમયમાં એક નવી જોગવાઈ લાગુ કરાશે
હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, ‘એર કન્ડીશનિંગના ધોરણો અંગે ટૂંક સમયમાં એક નવી જોગવાઈ લાગુ કરવામાં આવી રહી છે. AC માટે તાપમાન ધોરણ 20 ડિગ્રી સેલ્સિયસથી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સેટ કરવામાં આવશે, જેનો અર્થ છે કે આપણે 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 28 ડિગ્રી સેલ્સિયસથી વધુ ઉપર તાપમાન સેટ કરી શકીશું નહીં.’ સરકારના 2047ના વિઝનની રૂપરેખાના ભાગરૂપે આ જાહેરાત કરાઈ છે.
આ પણ વાંચો -Murderous Wife: સોનમ રઘુવંશી એકલી નથી, આ 6 મહિલાઓ જેમણે પ્રેમીની મદદથી કરી છે પતિની કારમી હત્યા
અન્ય દેશોમાં AC કયા તાપમાને ચાલે છે?
ભારતની જેમ,વિશ્વના વિવિધ દેશોમાં ત્યાંના વાતાવરણના આધારે AC તાપમાન માટે અલગ અલગ મર્યાદા છે. અમેરિકામાં,AC ની ઠંડક મર્યાદા 21 ડિગ્રી થી 24 ડિગ્રી સેલ્સિયસ છે. ઇટાલીમાં તે 23 થી 25 ડિગ્રી, ચીનમાં તે 24 થી 26 ડિગ્રી સેલ્સિયસ,જાપાનમાં તે 26 થી 28 ડિગ્રી સેલ્સિયસ અને મધ્ય પૂર્વમાં તે 20 થી 24 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે.
AC ની ઓપરેટિંગ મર્યાદા શું છે?
ઘરો અને ઓફિસોમાં વપરાતા એર કંડિશનર (AC) ની ઓપરેટિંગ મર્યાદા 16 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે. AC કંપનીઓ હવામાન પરિવર્તન અને અન્ય પરિસ્થિતિઓના આધારે લઘુત્તમ અને મહત્તમ ઠંડક તાપમાન માટે ઓપરેટિંગ મર્યાદા નક્કી કરે છે. નિષ્ણાતો વીજળી બચાવવા માટે AC ને 24 થી 26 ડિગ્રી સેલ્સિયસ પર ચલાવવાની ભલામણ કરે છે.