Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

India Action Against X : સરકારની લાલ આંખ બાદ X સીધું દોર, 3500 પોસ્ટ પર ફેરવ્યું પાણી!

એક દિગ્ગજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારત સરકારની કડક કાર્યવાહીએ ટેક વર્લ્ડમાં ખળભળાટ મચાવ્યો છે. AI ના દુરુપયોગ અને નેતાઓના વાંધાજનક ફોટા વાયરલ થતાં સરકારે સીધો ‘સેફ હાર્બર’ હટાવવાનો સંકેત આપ્યો હતો. દબાણમાં આવીને કંપનીએ રાતોરાત હજારો પોસ્ટ હટાવી દીધી છે અને ભૂલ પણ કબૂલી છે. આખરે શું હતી તે ડીલ અને ભવિષ્યમાં તમારા એકાઉન્ટ પર શું અસર થશે? જાણવા જેવું છે.
india action against x    સરકારની લાલ આંખ બાદ x સીધું દોર  3500 પોસ્ટ પર ફેરવ્યું પાણી
Advertisement
  • અશ્લીલ અને વાંધાજનક સામગ્રી મામલે X એ પોતાની ભૂલ સ્વીકારી (India Action Against X)
  • પ્લેટફોર્મ પરથી 3,500 પોસ્ટ હટાવી અને 600 એકાઉન્ટ્સ કર્યા ડિલીટ
  • ભારત સરકારને દેશના કાયદા મુજબ કામ કરવાની લેખિતમાં આપી ખાતરી
  • AI ટૂલ ‘ગ્રોક’ દ્વારા નેતાઓના ડીપફેક ફોટા વાયરલ થતાં સર્જાયો હતો વિવાદ
  • આઈટી મંત્રાલયે ‘સેફ હાર્બર’ પ્રોટેક્શન પાછું ખેંચવાની આપી હતી ચેતવણી

 India Action Against X : ભારતમાં સોશિયલ મીડિયાના દુરુપયોગ અને ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના માધ્યમથી ફેલાવવામાં આવતી અશ્લીલ સામગ્રી સામે ભારત સરકારે લાલ આંખ કરી છે. આ કડક વલણને પગલે, વિશ્વના દિગ્ગજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) એ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, X એ ભારત સરકારને લેખિતમાં ખાતરી આપી છે કે તે હવેથી દેશના કાયદા અને આઈટી નિયમોનું સંપૂર્ણ પાલન કરશે.

 India Action Against X :  X એ સરકાર સામે ભૂલ સ્વીકારી

કેન્દ્ર સરકાર અને X ના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે તાજેતરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્લેટફોર્મ પર પ્રસારિત થતી વાંધાજનક સામગ્રીને લઈને સરકારે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. દબાણને વશ થઈને X એ સ્વીકાર્યું છે કે કન્ટેન્ટ મોડરેશનમાં ચૂક થઈ છે. પ્લેટફોર્મે હવે સરકારને ભરોસો આપ્યો છે કે ભવિષ્યમાં આવી અશ્લીલ અને વાંધાજનક સામગ્રીને પ્લેટફોર્મ પર સ્થાન આપવામાં આવશે નહીં અને ભારતીય કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

Advertisement

Advertisement

 India Action Against X :  3500 પોસ્ટ અને 600 એકાઉન્ટ પર તવાઈ

સરકાર સાથેની બેઠક બાદ X એ ત્વરિત અસરથી એક્શન મોડમાં આવીને મોટી સફાઈ ઝુંબેશ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યાર સુધીમાં પ્લેટફોર્મ પરથી આશરે 3,500 જેટલા વાંધાજનક કન્ટેન્ટ (પોસ્ટ, ફોટા અને વીડિયો) હટાવી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, આવા કન્ટેન્ટ ફેલાવનારા 600થી વધુ એકાઉન્ટ્સને કાયમી ધોરણે ડિલીટ અથવા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી દર્શાવે છે કે સરકારના કડક વલણની સીધી અસર કંપનીની નીતિઓ પર પડી છે.

AI ટૂલ ‘ગ્રોક’ બન્યું મુસીબતનું કારણ

આ સમગ્ર વિવાદનું મૂળ X ના પોતાના જ AI ટૂલ ‘ગ્રોક’ (Grok) સાથે જોડાયેલું છે. છેલ્લા થોડા સમયથી આ ટૂલનો દુરુપયોગ કરીને ભારતીય રાજનેતાઓ અને નામી હસ્તીઓની ‘ડીપફેક’ (Deepfake) અને અશ્લીલ તસવીરો બનાવવામાં આવી રહી હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો આવો દુરુપયોગ લોકશાહી અને વ્યક્તિગત ગરિમા માટે મોટો ખતરો બની રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને આઈટી મંત્રાલયે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો.

‘સેફ હાર્બર’ સુરક્ષા હટાવવાની ચેતવણી

સરકારે આ મામલે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો પ્લેટફોર્મ પોતાની નીતિઓમાં સુધારો નહીં કરે અને અશ્લીલ સામગ્રી પર લગામ નહીં લગાવે, તો તેની સામે કડક કાનૂની કાર્યX India, IT Ministry action, obscene content removal, Grok AI controversy, deepfake photos India, social media safe harbour, X accounts banned, Indian IT rules compliance, political deepfakes, Elon Musk X India
વાહી કરવામાં આવશે. સૌથી મોટી ચીમકી એ હતી કે સરકાર X પાસેથી ‘સેફ હાર્બર’ (Safe Harbour) નું સુરક્ષા કવચ પાછું ખેંચી શકે છે. જો આ સુરક્ષા હટી જાય, તો પ્લેટફોર્મ પર મુકવામાં આવતા કોઈપણ કન્ટેન્ટ માટે કંપની સીધી રીતે કાયદાકીય રીતે જવાબદાર બની જાય છે. આ ડરને કારણે કંપનીએ તાત્કાલિક સુધારાત્મક પગલાં ભરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો : Operation Hawkeye Strike : અમેરિકાનો સીરિયા પર મોટો હુમલો, ISISના અનેક અડ્ડાઓ પર કરી એરસ્ટ્રાઈક

Tags :
Advertisement

.

×