Rajya Sabha : અભિનેતા Kamal Haasan રાજ્યસભામાં જશે, DMK એ જાહેર કરી યાદી
- રાજ્યસભા દ્વિવાર્ષિક ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર
- અભિનેતા કમલ હાસનની રાજ્યસભા થશે એન્ટ્રી
- તામિલનાડુમાંથી રાજ્યસભાનો કાર્યકાળ સમાપ્ત
Rajya Sabha: તમિલનાડુના શાસક પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) એ 19 જૂને યોજાનારી રાજ્યસભા દ્વિવાર્ષિક ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ વખતે પાર્ટીએ છમાંથી ચાર બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે એક બેઠક મક્કલ નિધિ મય્યમ (MNM) માટે છોડી દેવામાં આવી છે. આ રાજકીય પગલાથી અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસન (Kamal Haasan)માટે રાજ્યસભાનો માર્ગ મોકળો થયો છે, જે હવે સંસદના ઉપલા ગૃહમાં પોતાની નવી ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.
The Makkal Needhi Maiam (MNM) Party’s Executive Committee and General Council unanimously decided to nominate party president Kamal Haasan as their candidate for the upcoming Rajya Sabha elections on June 19, 2025. This decision aligns with the seat-sharing agreement between DMK… pic.twitter.com/8iw4cOTlaD
— IANS (@ians_india) May 28, 2025
આ પણ વાંચો -Assam માં 171 ફેક એન્કાઉન્ટર કિલિંગનો આરોપ, સુપ્રીમ કોર્ટે આપ્યા તપાસના આદેશ
રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવ્યા
આ નિર્ણય હેઠળ, DMK એ રાજ્યસભાના વર્તમાન સાંસદ પી. વિલ્સનને ફરીથી નોમિનેટ કર્યા છે. આ સાથે સેલમ જિલ્લાથી પાર્ટીના નેતા એસઆર શિવલિંગમ અને પ્રખ્યાત કવિ અને લેખક કવિનગર સલમા (રુકૈયા મલિક) ને પણ રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો -Covid 19 In India:દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 1,200ને પાર! સૌથી વધુ આ રાજ્યમાં
તામિલનાડુમાંથી રાજ્યસભાનો કાર્યકાળ સમાપ્ત થાય છે
તામિલનાડુના છ રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ 24 જુલાઈ 2024 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આમાં પીએમકેના અંબુમણી રામદાસ અને એમડીએમકેના વૈકોનો સમાવેશ થાય છે. ડીએમકેએ આગામી ચૂંટણીઓ માટે તેના સાથી પક્ષો સાથે વ્યૂહાત્મક સંકલન કરી લીધું છે.ડીએમકેના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને સ્પષ્ટતા કરી કે 2024 ની સામાન્ય ચૂંટણીઓ પહેલા ચૂંટણી જોડાણની ભાવનામાં એમએનએમને એક બેઠક સોંપવામાં આવી છે. વિધાનસભામાં ડીએમકે અને તેના સાથી પક્ષોની સંખ્યા એટલી બધી છે કે તેઓ સરળતાથી ચાર બેઠકો કબજે કરી શકે છે. તે જ સમયે, ભાજપ અને અન્ય સાથી પક્ષોની મદદથી વિપક્ષી પક્ષ એઆઈએડીએમકેને બે બેઠકો મળવાની અપેક્ષા છે.
પાર્ટી ચીફ કમલ હાસન
એમએનએમએમે આ પ્રસંગે એક સત્તાવાર નિવેદન જારી કરીને પુષ્ટિ કરી કે પાર્ટી ચીફ કમલ હાસનને રાજ્યસભામાં મોકલવામાં આવશે. વરિષ્ઠ નેતા મુરલી અપ્પાએ કહ્યું કે પાર્ટીની કોર કમિટીએ સર્વાનુમતે આ પ્રસ્તાવ પસાર કર્યો છે.