Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

એક્ટર વિજયના 7 Powerfull Promise એ બદલી ગેમ! મહિલાઓને દર મહિને ₹2500 અને મફત સિલિન્ડર

Thalapathy Vijay Election Promises: એક્ટર વિજયની (Actor Vijay) પાર્ટી TVK એ તમિલનાડુની (Tamil Nadu) રાજનીતિમાં 7 મુખ્ય વચનો સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે. જેમાં મહિલાઓને માસિક 2,500 રૂપિયા, 6 મફત સિલિન્ડર, લગ્નમાં સોનું, વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, મફત બસ મુસાફરી, યુવાનોને બેરોજગારી ભથ્થું અને ખેડૂતોની દેવામાફીનો સમાવેશ થાય છે. આ જનહિતલક્ષી યોજનાઓએ પક્ષને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.
એક્ટર વિજયના 7 powerfull promise એ બદલી ગેમ  મહિલાઓને દર મહિને ₹2500 અને મફત સિલિન્ડર
Advertisement
  • TVK દ્વારા તમિલનાડુ જીતવા એક્ટર વિજયના 7 Powerfull Promise
  • પરિવારની મહિલા વડાને 60 વર્ષની ઉંમર સુધી દર મહિને ₹2,500 ની આર્થિક સહાય
  • 'અન્નપૂર્ણી સુપર સિક્સ સ્કીમ' દ્વારા દરેક પરિવારને વર્ષમાં 6 LPG સિલિન્ડર મફત આપવાનું વચન
  • રાજ્યની દીકરીઓના લગ્ન પ્રસંગે 8 ગ્રામ સોનું અને સિલ્ક સાડી ભેટ તરીકે આપવી
  • મહિલાઓ માટે સરકારી બસોમાં મફત મુસાફરીની વ્યવસ્થા કરવી
  • 5 એકર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું

TVK Party 7 Powerfull Promise : તમિલનાડુના રાજકારણમાં જ્યારે પણ કોઈ ફિલ્મ સ્ટાર પ્રવેશ કરે છે, ત્યારે અપેક્ષાઓ આભને આંબતી હોય છે. પરંતુ સુપરસ્ટાર વિજય (Actor Vijay) એ પોતાની પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ (Tamizhaga Vettri Kazhagam - TVK) દ્વારા જે રીતે પદાર્પણ કર્યું છે, તેણે વિશ્લેષકોને પણ ચોંકાવી દીધા છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી (Tamil Nadu Assembly Election) માં TVK ના આ દમદાર ડેબ્યૂ પાછળ કોઈ જાદુ નહીં, પણ તેમના જાહેરનામાના એ 7 મજબૂત વચનો છે, જે સીધા સામાન્ય જનતાના ખિસ્સા અને રસોડા સાથે જોડાયેલા હતા.

આર્થિક સહાયની જાહેરાત

સૌથી મોટું અને અસરકારક વચન મહિલા સશક્તિકરણને લઈને હતું. 'મધિપ્પુમિગુ મગલીર થિટ્ટમ' (Madhippumigu Magalir Thittam) હેઠળ 60 વર્ષ સુધીની વયની ઘરની મહિલા વડાને દર મહિને 2,500 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાએ મહિલા મતદારોમાં વિજયની લોકપ્રિયતામાં ભારે વધારો કર્યો.

Advertisement

આ પણ વાંચો:Net Worth: ફિલ્મી પડદા પછી હવે રાજનીતિમાં વિજયનો ડંકો, જાણો 603 કરોડની સલ્તનત વિશે

Advertisement

મફત LPG સિલિન્ડરનું વચન

આ ઉપરાંત, મોંઘવારીના જમાનામાં મધ્યમ અને ગરીબ પરિવારોને રાહત આપવા માટે 'અન્નપૂર્ણી સુપર સિક્સ સ્કીમ' (Annapoorani Super Six Scheme) હેઠળ વર્ષમાં 6 LPG સિલિન્ડર મફત આપવાનું વચન એક માસ્ટરસ્ટ્રોક સાબિત થયું.

8 ગ્રામ સોનું અને સિલ્ક સાડી

સામાજિક જવાબદારીના ભાગરૂપે, વિજયની પાર્ટીએ 'અન્નન સીર થિટ્ટમ' (Annan Seer Thittam) યોજના રજૂ કરી, જેમાં બહેન-દીકરીઓના લગ્ન પ્રસંગે 8 ગ્રામ સોનું અને સિલ્ક સાડી આપવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો:8 વર્ષ નાની હીરોઈન માટે પત્નીને આપ્યો દગો? વિજયની Love Life નો મોટો ખુલાસો

વિદ્યાર્થીઓને વાર્ષિક 15,000 રૂપિયાની સહાય

શિક્ષણ ક્ષેત્રે પણ TVK પાછળ રહ્યું નથી. 'કામરાજાર કલ્વી ઉરુધિ થિટ્ટમ' (Kamarajar Kalvi Urudhi Thittam) દ્વારા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક 15,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી, જેથી આર્થિક તંગીના કારણે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે.

મફત બસ સવારી, વિદ્યાર્થીઓને સહાય

મહિલાઓની ગતિશીલતા વધારવા માટે 'વેટ્ટ્રી પયનમ થિટ્ટમ' (Vettri Payanam Thittam) હેઠળ સરકારી બસોમાં મફત મુસાફરીની સુવિધા આપવાનું નક્કી કરાયું હતું. યુવાનોને આકર્ષવા માટે બેરોજગારી ભથ્થા તરીકે ગ્રેજ્યુએટ્સને 4,000 રૂપિયા અને ડિપ્લોમા ધારકોને 2,500 રૂપિયા માસિક આપવાની ખાતરી આપવામાં આવી હતી.

દેવા માફીનું વચન

અંતે, રાજ્યના અન્નદાતા એવા ખેડૂતો માટે 5 એકર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ અને તેનાથી વધુ જમીન ધરાવતા ખેડૂતોનું 50% દેવું માફ કરવાનું વચન આપીને વિજયે ગ્રામીણ મતબેંક પર પોતાની પકડ મજબૂત કરી. આ લોકકલ્યાણકારી યોજનાઓએ જ વિજયને તમિલનાડુની સિયાસતના ગંભીર ખેલાડી તરીકે સ્થાપિત કર્યા છે.

આ પણ વાંચો: દ્રવિડિયન કિલ્લામાં ગાબડું: Thalapathy Vijay એ રચ્યો ઇતિહાસ, રજનીકાંત-કમલ હાસન પણ જોતા રહી ગયા!

Tags :
Advertisement

.

×