Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અભિનેત્રીના પુત્રની હત્યા! નશેડી ગેંગની ચુંગાલમાં ફસાયો, રૂંવાડા ઉભા થઇ જાય તેવી સ્ટોરી

Bareilly News : બરેલીમાં અભિનેત્રી સપના સિંહના પુત્રના મોતનો મામલે હવે નવો વળાંક આવી ચુક્યો છે. સપનાનો પુત્ર સાગર થોડો સમય માતા પાસે તો થોડો સમય અભ્યાસ માટે મોસાળ બરેલીમાં રહેતો હતો.
અભિનેત્રીના પુત્રની હત્યા  નશેડી ગેંગની ચુંગાલમાં ફસાયો  રૂંવાડા ઉભા થઇ જાય તેવી સ્ટોરી
Advertisement

Bareilly News : બરેલીમાં અભિનેત્રી સપના સિંહના પુત્રના મોતનો મામલે હવે નવો વળાંક આવી ચુક્યો છે. સપનાનો પુત્ર સાગર થોડો સમય માતા પાસે તો થોડો સમય અભ્યાસ માટે મોસાળ બરેલીમાં રહેતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં માતા-પિતા સાથે ન હોવા અને મોસાળમાં ઉછેર થઇ રહ્યો હતો. જેથી તેના પર કોઇ નજર રાખે તેવી સક્ષમ વ્યક્તિ નહીં હોવાથી તે ખોટી સંગતમાં પડી ગયો હતો.

માતા-પિતાથી દૂર યુવાન નશાના દળદળમાં ફસાઇ ગયો હતો. અભિનેત્રી સપનાના પુત્રનું નશેડી મિત્રો અને નશાના કારણે બુરી વલે થઇ છે. સાગર નશેડી ગેંગની ચુંગાલમાં ફસાઇ ગયો હતો. તેને બગાડનારા મિત્રો જ તેને મોતના મોઢામાં ફેંકીને જતા રહ્યા હતા. સપના મુળ રીતે રસુલા ગામની જ રહેવાસી છે. પિયરમાં મોટા ભાગે લોકો બરેલીમાં જ રહે છે. તેના લગ્ન તેના જ વિસ્તારના ગામ ગોમિદપુર તુમડિયા ખાતે રહેતા રવિ મંગવાર સાથે થયા હતા. સાગત આ દંપત્તીનો જ પુત્ર હતો. જો કે સપનાએ થોડા સમય પહેલા જ પોતાના પતિ સાથે છૂટાછેડા લઇ લીઘા હતા.

Advertisement

સાગર મુંબઇ અને બરેલીમાં રહેતો

સાગર ક્યારેક મુંબઇ માતાની પાસે તો ક્યારેક અભ્યાસ માટે મોસાળ બરેલીમાં રહેતો હતો. અહીં પણ સપના તેને ખર્ચા માટે ખુબ પૈસા મોકલતી હતી. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર માતા-પિતાથી દૂર અને મોસાળમાં ઉછેર અને લાડ પ્રેમના કારણે તે ખોટી સંગતમાં પડી ગયો હતો. તે ક્રિકેટ રમવાનો શોખીન હતો. આ શોખના કારણે જ તેની મિત્રતા અર્જુન અને સની સાથે થઇ હતી.

Advertisement

મિત્રોની સંગતમાં બગડ્યો

અર્જુનના પિતા મુરાદાબાદમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ છે. સનીના પિતા બરેલીમાં જ સિક્યોરિટી ગાર્ડ છે. આ બંન્ને યુવક ખુબ જ બગડેલા હતા અને ડ્રગ્સ લેતા હતા. સુત્રો અનુસાર બંન્ને એ પહેલા સાગરને પોતાના ખર્ચે નશે ચડાવ્યો અને ત્યાર બાદ સાગરના પૈસે નશો કરવા લાગ્યા હતા. બંન્ને સ્નાતકના વિદ્યાર્થી છે જ્યારે સાગર હજી કિશોર હતો. બંન્ને સાગરને મુસીબતના સમયે કામ ન લાગ્યા અને સાગરનો જીવ ગયો.

સપનાએ કહ્યું યોગી બાબા એન્કાઉન્ટર કરાવે

શબમુકીને પ્રદર્શન દરમિયાન સપના સિંહે પોલીસ કાર્યવાહી અંગે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો. કહ્યું કે, પોલીસે તેમના પુત્રના મોતને ઝેર અને ડ્રગ્સ ગણાવીને આરોપીઓ વિરુદ્ધ હળવી કલમો લગાવી છે. જ્યારે શબમાં અનેક ઇજાના નિશાન છે. તેના પુત્રની હત્યા કરવામાં આવી છે. આરોપીઓમાં પોલીસ કર્મચારીનો પુત્ર હોવાના કારણે આવું થઇ રહ્યું છે. તેઓ ઇચ્છે છે કે, યોગી બાબા તેના પુત્રના હત્યારાઓનું એન્કાઉન્ટર કરાવે અથવા કોર્ટ તેમને ફાંસીની સજા આપે.

ઇજ્જતનગરમાં મળ્યું યુવાનનું શબ

વિદ્યાર્થીના મોત મામલે બારાદરી પોલીસ કાર્યવાહી નથી કરી રહી. ઇજ્જતનગર વિસ્તારમાં તેનું શબ મળ્યું હતું. મોસાળના લોકોએ ભુતા ક્ષેત્રમાં વિરોધ વ્યક્ત કર્યો. સીઓ ફરીદપુરને ઘટના સ્થળે મોકલાયા હતા. તેમની સમજુતી પર પરિવારના લોકો શબ લઇને જતા રહ્યા. આરોપીઓ પર હત્યાનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.

સપનાએ ગામથી મુંબઇ જઇને બનાવી કારકિર્દી

સપના સિંહ ગંગવાર મુળ રીતે ખેડૂત પરિવારની યુવતી હતી. તેના સહયોગી આશીષે જણાવ્યું કે, શરૂઆતી અભ્યાસ બરેલીમાં થયો. ત્યાર બાદ બરેલી દુરદર્શન સાથે જોડાઇને કાર્યક્રમ કરવા લાગી હતી. વર્ષ 2012 માં તે સમસ્તીપુર નિવાસી અનિલ બાબા પાઠકના સંપર્કમાં આવીને મુંબઇ પહોંચી. ત્યાં ક્રાઇમ પેટ્રોલ, માટી કી બન્નો, પ્રતિજ્ઞા અને વારિસ સહિત અનેક ટીવી શોમાં અભિનય કરી ચુકી છે.

સપનાએ હિંદી ફિલ્મ ખુદાઇમાં આઇટમ ડાન્સ પણ કર્યો હતો. મિસ હિન્દુસ્તાન પ્રતિયોગિતામાં ગોલ્ડ વિનર રહી છે. અનેક ફિલ્મી હસ્તીઓ સાથે સપનાનો પરિચય છે. પુત્ર સાગરી પણ નવી સીરિયલ રામાયણમાં એક નાનકડી ભૂમિકા ભજવી હતી. સપનાએ જણાવ્યું કે, તેમણે થોડા જ વર્ષોમાં મહેનતથી ઘણુ નામ અને શોહરત પ્રાપ્ત કરી હતી. જો કે હવે તેનો એક માત્ર પુત્ર હવે આ દુનિયામાં નથી રહ્યો.

Tags :
Advertisement

.

×