Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Adani Foundation : ક્લબફૂટગ્રસ્ત બાળકોની સારવાર માટે અદાણી ફાઉન્ડેશન અને અનુષ્કા ફાઉન્ડેશનની ભાગીદારી

વિશ્વ ક્લબફૂટ દિવસના અવસરે, અદાણી ફાઉન્ડેશને ક્લબફૂટ નાબૂદી માટે કાર્યરત સંસ્થા અનુષ્કા ફાઉન્ડેશન સાથે મળીને એક મહત્વપૂર્ણ ભાગીદારીની જાહેરાત કરી છે. આ ત્રણ વર્ષીય પહેલ અંતર્ગત 5 રાજ્ય- મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશના 61 જિલ્લામાં ક્લબફૂટથી પ્રભાવિત 10,000 થી વધુ બાળકોને સારવાર અને સંભાળ પૂરી પાડવામાં આવશે. આ કાર્યક્રમનો શુભારંભ ઉત્તરપ્રદેશનાં કાનપુર ખાતેથી કરવામાં આવ્યો, જે ભારતમાં ક્લબફૂટના સૌથી વધુ કેસો ધરાવતા રાજ્યોમાંનું એક છે.
adani foundation   ક્લબફૂટગ્રસ્ત બાળકોની સારવાર માટે અદાણી ફાઉન્ડેશન અને અનુષ્કા ફાઉન્ડેશનની ભાગીદારી
Advertisement

Kanpur : વિશ્વ ક્લબફૂટ દિવસના (World Clubfoot Day) અવસરે, અદાણી ફાઉન્ડેશને (Adani Foundation) ક્લબફૂટ નાબૂદી માટે કાર્યરત સંસ્થા અનુષ્કા ફાઉન્ડેશન (Anushka Foundation) સાથે મળીને એક મહત્વપૂર્ણ ભાગીદારીની જાહેરાત કરી છે. આ ત્રણ વર્ષીય પહેલ અંતર્ગત 5 રાજ્ય- મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશના 61 જિલ્લામાં ક્લબફૂટથી પ્રભાવિત 10,000 થી વધુ બાળકોને સારવાર અને સંભાળ પૂરી પાડવામાં આવશે. આ કાર્યક્રમનો શુભારંભ ઉત્તરપ્રદેશનાં કાનપુર (Kanpur) ખાતેથી કરવામાં આવ્યો, જે ભારતમાં ક્લબફૂટના સૌથી વધુ કેસો ધરાવતા રાજ્યોમાંનું એક છે.

61 જિલ્લામાં 67 ક્લબફૂટ ક્લિનિક્સને સહાય, 30,000 ફ્રન્ટલાઈન કર્મીઓને તાલીમ

ક્લબફૂટ (Clubfoot) એક જન્મજાત સ્થિતિ છે, જેમાં બાળકના પગ અંદરની તરફ વળેલા હોય છે. જો કે, વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત "પોન્સેટી પદ્ધતિ" દ્વારા તેની અસરકારક સારવાર શક્ય છે. આ ભાગીદારી હેઠળ, રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) ના સહયોગથી, જાહેર આરોગ્ય નેટવર્ક દ્વારા રોગની વહેલી ઓળખ, રેફરલ સિસ્ટમ અને સારવારની પહોંચને વધુ સુદ્રઢ કરવામાં આવશે. આ કાર્યક્રમ 61 જિલ્લામાં 67 ક્લબફૂટ ક્લિનિક્સને સહાય પૂરી પાડશે અને 30,000 થી વધુ ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓને તાલીમબદ્ધ કરશે.

Advertisement

અમારો ઉદ્દેશ્ય બાળકોને ગૌરવ સાથે જીવન જીવવાની તક આપવાનો: ડૉ.પ્રીતિ અદાણી

અદાણી ફાઉન્ડેશનનાં (Adani Foundation) ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ (Dr. Priti Adani) જણાવ્યું કે, "કોઈપણ બાળક સારવાર યોગ્ય સ્થિતિને કારણે પાછળ ન રહેવું જોઈએ. અમારો ઉદ્દેશ્ય વધુને વધુ બાળકોને ગૌરવ અને સ્વતંત્રતા સાથે તેમનું જીવન જીવવાની તક આપવાનો છે." અનુષ્કા ફાઉન્ડેશનના સ્થાપક દીપક પ્રેમનારાયણે કહ્યું, "અદાણી ફાઉન્ડેશન સાથેની આ ભાગીદારી ગુણવત્તાયુક્ત સારવારની પહોંચને વિસ્તૃત કરવામાં અને વહેલા નિદાન માટેની વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરશે. અમારો સંયુક્ત પ્રયાસ એ સુનિશ્ચિત કરશે કે આ સ્થિતિ કોઈના માટે આજીવન અવરોધ ન બને."

Advertisement

ભારતમાં દર વર્ષે અંદાજે 33,000 બાળકો ક્લબફૂટ સાથે જન્મે છે!

ભારતમાં દર વર્ષે અંદાજે 33,000 બાળકો ક્લબફૂટ સાથે જન્મે છે, જેમાંથી લગભગ 12,000 બાળક આ 5 રાજ્યમાં હોય છે. આ પહેલ દેશના ક્લબફૂટના બોજના નોંધપાત્ર હિસ્સાને ઘટાડવાનો પ્રયાસ કરશે. અદાણી ફાઉન્ડેશનની (Adani Foundation) 30 મી વર્ષગાંઠ પહેલાં શરૂ થયેલી આ પહેલ, સમુદાય-કેન્દ્રિત વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આ પણ વાંચો - Dr. Mansukh Mandaviya : કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા ગુજરાતનાં ત્રિદિવસીય પ્રવાસે

Tags :
Advertisement

.

×