Afghanistan Earthquake : અફઘાનિસ્તાનમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. બુધવારે એટલે આજે સવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. NCS અનુસાર, આજે સવારે 10:01 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.
આ દરમિયાન, મંગળવારે તિબેટમાં 5.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેપાળ-તિબેટ સરહદી ક્ષેત્રમાં આવેલા વિનાશક પૂરના થોડા દિવસો પછી આ ભૂકંપ આવ્યો હતો. EMSC એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપ 35 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. નેપાળના કેટલાક ભાગોમાં પણ આંચકા અનુભવાયા હતા.
નેપાળમાં 5.3 ની તીવ્રતાનો ભૂકંપ
આ અગાઉ મંગળવારે ઉત્તરપશ્ચિમ નેપાળના મુસ્તાંગ જિલ્લામાં 5.3 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ અને સંશોધન કેન્દ્ર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી 375 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં મુસ્તાંગ જિલ્લાના લોમાનથાંગમાં હતું. ભૂકંપ રાત્રે 9:53 વાગ્યે આવ્યો હતો. તાત્કાલિક નુકસાનના કોઈ અહેવાલ નથી. આ ભૂકંપના આંચકા પડોશી મનાંગ, ડોલ્પા અને મ્યાગ્ડી જિલ્લામાં પણ અનુભવાયા હતા.
અરુણાચલમાં ભૂકંપના આંચકા
બીજી તરફ મંગળવારે સવારે અરુણાચલ પ્રદેશના બિછોમ વિસ્તારમાં હળવો ભૂકંપ અનુભવાયો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 માપવામાં આવી હતી. ભૂકંપ સવારે 5:44:15 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને તેની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર ભૂગર્ભમાં હતી. ભૌગોલિક રીતે, તેનું કેન્દ્ર તવાંગની નજીક હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : Bihar Flood : પૂર વચ્ચે પરીક્ષાઓનું એલાન ! બિહારમાં શાળાઓ પાણીમાં ગરકાવ છતાં પરીક્ષાની તારીખો જાહેર