Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ફ્લોપ રહ્યા બાદ ફરી ભગવાનની શરણે પહોંચ્યો Virat Kohli, Anushka પણ રહી હાજર

Champions Trophy 2025: ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી એકવાર ફરીથી પ્રેમાનંદજી મહારાજના શરણમાં પહોંચ્યા છે. તેમની સાથે અભિનેત્રી અનુષ્કા શર્મા પણ હાજર રહી હતી.
ફ્લોપ રહ્યા બાદ ફરી ભગવાનની શરણે પહોંચ્યો virat kohli  anushka પણ રહી હાજર
Advertisement
  • ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લીધા આશિર્વાદ
  • વિરાટ કોહલી પ્રેમાનંદની મહારાજ સમક્ષ રહ્યા હાજર
  • અનુષ્કા શર્મા પણ પ્રેમાનંદજી મહારાજ સમક્ષ હાજર રહ્યા

Champions Trophy 2025: ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી એકવાર ફરીથી પ્રેમાનંદજી મહારાજના શરણમાં પહોંચ્યા છે. તેમની સાથે અભિનેત્રી અનુષ્કા શર્મા પણ હાજર રહી હતી.

Virat Kohli Premanand Ji Maharaj: ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી માટે ઓસ્ટ્રેલિયાની મુલાકાત કોઇ ખાસ રહી નહોતી. ટીમ ઇન્ડિયાએ બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલી ભારત પરત ફર્યા બાદ પ્રેમાનંદ મહારાજને મળવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે વાઇફ અનુષ્કા શર્મા પણ હાજર રહ્યા હતા. કોહલી અગાઉ પણ પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી ચુક્યા છે. અનુષ્કાએ આ દરમિયાન પ્રેમાનંદ મહારાજ પાસે ઘણી ખાસ વસ્તુઓ માંગી લીધી હતી.

Advertisement

આ પણ વાંચો : Surendranagar બહુમાળી ભવનમાં આવેલ સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ

Advertisement

કોહલી તેની પત્ની સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજ પાસે

કોહલી અને તેમની પત્ની અનુષ્કા બાળકોની સાથે પ્રેમાનંદ મહારાજને મળવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજને કહ્યું કે, ગત્ત વખતે જ્યારે અમે આવ્યા હતા તો મનમાં સવાલ હતા. જો કે જે લોકો બેઠા હતા તે તમામ એ પ્રકારના સવાલ પુછી રહ્યા હતા, આ વખતે પણ જ્યારે અમે અહીં આવવા અંગે વાત કરી રહ્યા હતા તો હું મનોમન તમારી સાથે વાત કરતી હતી. તમે મને બસ પ્રેમ ભક્તિ આપો.

અનુષ્કા સાથે લગ્ન બાદ બદલી ગયો કોહલી

વિરાટ કોહલી લગ્ન પહેલા ભગવાનમાં ઓછી આસ્થા ધરાવતા હતા. જો કે અનુષ્કા સાથે લગ્ન બાદ તેઓ બદલી ગયા. વિરાટ પ્રેમાનંદ મહારાજ પહેલા પણ મળી ચુક્યા છે. તેઓ વાઇફ અનુષ્કાની સાથે કૈચી ધામ પણ જઇ ચુક્યા છે. કોહલી હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની તૈયારીમાં લાગી ગયા. આ પહેલા પરિવારને સમય આપતા રહેતા હતા.

આ પણ વાંચો : જ્યારે અમેરિકાએ મારા વિઝા નકાર્યા ત્યારે મને આઘાત લાગ્યો હતો, પણ મેં એક સંકલ્પ પણ લીધો: નરેન્દ્ર મોદી

ઓસ્ટ્રેલિયાની મુલાકાતમાં ફ્લોપ રહ્યા વિરાટ કોહલી

વિરાટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં સદી ફટકારી હતી. તેમણે બીજા દાવમાં અણનમ 100 રન બનાવ્યા હતા. જો કે ત્યાર બાદ કંઇ ખાસ કરી શક્યા નહીં. કોહલીએ એડિલેડ ટેસ્ટમાં 7 રન અને 11 રન બનાવીને આઉટ થયા. ત્યાર બાદ મેલબોર્નમાં 36 રન અને 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. જ્યારે સિડની ટેસ્ટમાં 17 રન અને 6 રન બનાવીને આઉટ થયા. આ પ્રકારે કોહલી આ સિરિઝ નિરાશાજનક રહી. ભારતને પણ સીરીઝમાં હારનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો : Dhanera: બનાસકાંઠાનું વિભાજન થયું એટલે ધરણા પ્રદર્શનમાં ભાવુક થયા પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, શબ્દો થકી વ્યક્ત કર્યો રોષ

Tags :
Advertisement

.

×