Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

"ઝાલમુડી પછી મક્કે દી રોટી, સરસો દા સાગ": બંગાળ બાદ BJP નું મિશન પંજાબ

BJP Mission Punjab 2027 Election : પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ગઢને તોડ્યા બાદ હવે ભાજપે 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી પર નજર માંડી છે. તેજિન્દર પાલ સિંહ બગ્ગા અને જયવીર શેરગિલ જેવા નેતાઓએ 'ઝાલમુડી' બાદ 'મક્કે દી રોટી'ના નારા સાથે પ્રચાર શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોના ભાજપમાં પ્રવેશથી પંજાબમાં રાજકીય સમીકરણો તેજીથી બદલાઈ રહ્યા છે
 ઝાલમુડી પછી મક્કે દી રોટી  સરસો દા સાગ   બંગાળ બાદ bjp નું મિશન પંજાબ
Advertisement

. Bengal માં જીત મેળવ્યા બાદ ભાજપે હવે ઉત્તર ભારત અને ખાસ કરીને Punjab માં સત્તા મેળવવાની રણનીતિ ઘડી છે
. Raghav Chaddha સહિત 7 સાંસદોના પક્ષપલટાએ પંજાબમાં આમ આદમી પાર્ટી માટે મોટો પડકાર ઉભો કર્યો છે
. PM ની 'ઝાલમુડી' મુલાકાત બાદ હવે પંજાબની સંસ્કૃતિ અને ઓળખને ભાજપ રાષ્ટ્રીય સ્તરે જોડી રહ્યું છે

BJP Mission Punjab 2027 Election : પશ્ચિમ બંગાળ (West Bengal) માં પ્રચંડ જીત અને વિપક્ષના સૌથી કદ્દાવર નેતા મમતા બેનર્જી (Mamata Benerjee) અને તેમની પાર્ટી ટીએમસી (TMC) ને કારમી હાર મળી છે. તેની સાથે હવે ભાજપ (BJP) ને રાજકીય દ્રષ્ટિકોણથી એ વિચારવાનો મોકો મળ્યો છે, જે ક્યારેક તેના વિચારથી દૂર રહ્યું છે.

Advertisement

2027માં ભાજપનો સૌથી મોટો પડકાર ઉત્તર પ્રદેશમાં સરકારની વાપસી છે. પરંતુ પાર્ટીના ઘણાં નેતાઓએ બંગાળના પરિણામો બાદ પંજાબ (Punjab) માં જીત મેળવવાનું સપનું જોવાનું શરૂ કરી દીધું છે.

Advertisement

ભારતીય જનતા યુવા મોરચા (Bharatiya Janata Yuva Morcha - BJYM) ના રાષ્ટ્રીય સચિવ તેજિંદર સિંહ બગ્ગા (Tajinder Pal Singh Bagga) એ બુધવારે એક્સ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે માત્ર બે પોસ્ટર શેયર કર્યા છે. એક પોસ્ટરમાં તેમણે જે તસ્વીર લગાવી છે, તેના પર લખ્યું છે- 2026 ઝાલમુડી (2026 Jhalmuri) અને બીજી તસ્વીરમાં 2027 મક્કે કી રોટી સરસોં કા સાગ (Makke Di Roti and Sarso Da Saag) .

આ પણ વાંચો : Saffron Politics in India: આખું ભારત કેસરી રંગે રંગાવાનું છે, પણ હિંદુઓએ રહેવું પડશે સાવધાન

બંગાલની ઝાલમુડી (Jhalmuri) થી વિપક્ષને મરચું લાગ્યું

બંગાળના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારગ્રામમાં એક સાધારણ દુકાન પર જઈને ઝાલમુડી ખરીદીને ખાધી હતી. આ બંગાળના લોકોના સ્નેક્સની આઈટમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રકારે સડક કિનારે ઝાલમુડી ખાધી, તે બંગાળની ચૂંટણીમાં મોટો મુદ્દો બન્યો. પરિણામ પણ એવું આવ્યું કે ઝાલમુડીને ભાજપે રાષ્ટ્રીય ઓળખ બનાવી દીધી.

આ પણ વાંચો : "બંગાળમાં મંત્રીમંડળ પહેલા જેહાદીઓનું લિસ્ટ બનાવો" : પૂર્વ RAW એજન્ટની BJP ને સલાહ

મક્કે દી રોટી, સરસોં દા સાગ: પંજાબની ઓળખ

જે પ્રકારે બંગાળમાં ઝાલમુડી જનતા સાથે જોડાયેલી છે. તેવી રીતે મક્કે દી રોટી, સરસોં દા સાગ -નું નામ લેતા જ દુનિયાભરમાં ક્યાંય પણ હો પંજાબની માટીની સુગંધ ફેલાવાનું શરૂ થઈ જાય છે. 2027માં પંજાબમાં વિધાનસભા ચૂંટણી છે અને બગ્ગાએ તેના પર નજર માંડતા પોતાના તરફથી અત્યારથી જ એક ચૂંટણીનો માહોલ બનાવવાની કોશિશ શરૂ કરી છે.

આ પણ વાંચો : જનાદેશનો અનાદર કરનારા મમતા બેનર્જીને West Bengal ના CMO માંથી તાત્કાલિક તગેડો

ભાજપે પંજાબ માટે મોટી આશા બાંધી

જો કે આ મામલે તેજિન્દરસિંહ બગ્ગા એકલા નથી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગિલે 4 મેના રોજ બંગાળમાં મતગણતરીવાળા દિવસે જ પોતાની એક્સ પોસ્ટ દ્વારા પંજાબમાં માહોલ બનાવવાની કોશિશ શરુ કરી દીધી છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગિલે (Jayveer Shergil) કહ્યુ છે કે પશ્ચિમ બંગાળ બાદ પંજાબનોવારો, તમારા બોરિયા-બિસ્તર બાંધી લો AAP!

આ પણ વાંચો : શું કૉંગ્રેસ 'નવી મુસ્લિમ લીગ' બની રહી છે? Assam માં 20માંથી 18 મુસ્લિમ ઉમેદવાર જીત્યા!

રાઘવ ચઢ્ઢા સહીત 7 સાંસદો AAP છોડી ભાજપમાં જોડાયા

પંજાબને લઈને ભાજપના નેતાઓમાં આશા ભરેલો ઉત્સાહ છે અને તેની પાછળનું કારણ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા રાઘવ ચઢ્ઢા (Radhav Chaddha) સહીતના સાત સાંસદો છે. આ સાતેય સાંસદોમાં સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સિવાયના બાકીના 6 સાંસદો પંજાબનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Future of TMC after Bengal Election 2026: હવે મમતા બેનર્જીની TMC નું શું થશે?

વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની સતત જીત

ભાજપે આમ આદમી પાર્ટીમાં પંજાબ પ્રાંતમાં ગાબડું પાડયું છે, તેનાથી આખા ઈન્ડી ગઠબંધન (I.N.D.I.A. alliance) માં ખળભળાટ મચ્યો છે.

2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર બહુમતીનો આંકડો પરી કરી શક્યું નથી અને જેડીયૂ-ટીડીપી (JDU-TDP) તેની રાજકીય મજબૂરી બનીને ઉભરી છે.

પરંતુ તેમ છતાં જે પ્રકારે ભાજપે એખ પછી એક વિધાનસભા ચૂંટણીઓમાં સારો દેખાવ કર્યો, ઈન્ડી ગઠબંધનના પોતાના સાંસદો-ધારાસભ્યોને પોતાના ખેમામાં રાખવા એક પડકાર બની ગયો છે.

વિધાનસભા ચૂંટણીઓમાં સતત જીતે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકારને ઘણી વધારે સ્થિર બનાવી દીધી છે.

આ પણ વાંચો : ઈટાલીના PM Giorgia Meloni ની નકલી 'નગ્ન' તસ્વીરો વાયરલ!

ક્યાંથી મળી રહી છે ભાજપને શક્તિ?

બિહારમાં નીતિશ કુમારના સ્થાને ભાજપે સમ્રાટ ચૌધરી (Samrat Chaudhary) ને મુખ્યમંત્રી બનાવ્યા છે.

હકીકત એ છે કે મોદી સરકાર વિરુદ્ધ ટ્વિટર પર દરરોજ હુમલો કરનારા વિપક્ષી નેતાઓમાં હતાશા પણ વધી ગઈ છે અને તિરાડ પણ પહોળી બની રહી છે.

સૌથી તાજું ઉદાહરણ તમિલનાડુનું છે, જ્યાં પરિણામ બાદ કોંગ્રેસના વલણે ડીએમકેને ભડકાવી દીધી છે.

લાગે છે કે વિપક્ષની આ સ્થિતિ અને મમતા બેનર્જીને મળેલી કામી હારે ભાજપનો હોંસલો એટલો વધારી દીધો છે કે તેને હવે પંજાબની રાહ પણ આસાન લાગવા લાગી છે.

ભાજપના એક પદાધિકારીને જ્યારે પંજાબમાં અકાલી દળ (SAD) ની સાથે આવવાની સંભાવનાઓ બાબતે પુછવામાં આવ્યું,તો તેમણે માત્ર એટલું કહ્યું કે રાજનીતિ તો સંભાવનાઓનો જ ખેલ છે.

આ પણ વાંચો : મહુઆ ભાભી માટે ઢાકામાં સાડીનો શૉ રુમ ખોલાવો: નિશિકાંત દુબેનો TMC MP પર કટાક્ષ

Tags :
Advertisement

.

×