ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Odisha: ગોવા પછી હવે ભુવનેશ્વરની બારમાં આગ લાગી, દૂર દૂર સુધી ઉઠ્યો ધુમાડો

Odisha: ગોવા પછી હવે ભુવનેશ્વરની એક બારમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ મળ્યા છે. બિલ્ડિંગ (Building) માંથી આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. ગભરાયેલા સ્થાનિકોએ જાણ કરતા પોલીસ અને ફાયર વિભાગ (Fire Department) ની ટીમ દોડી આવી હતી. અને કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલા જ આગ પર કાબૂ મેળવી લીધો.
01:20 PM Dec 12, 2025 IST | Laxmi Parmar
Odisha: ગોવા પછી હવે ભુવનેશ્વરની એક બારમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ મળ્યા છે. બિલ્ડિંગ (Building) માંથી આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. ગભરાયેલા સ્થાનિકોએ જાણ કરતા પોલીસ અને ફાયર વિભાગ (Fire Department) ની ટીમ દોડી આવી હતી. અને કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલા જ આગ પર કાબૂ મેળવી લીધો.
Odisha BAAR AAG_GUJARAT_FIRST

Odisha: ગોવાની બારમાં આગની ઘટનામાં 25 લોકોના મોત થયા પછી હવે ઓડિશામાં પણ નાઈટક્લબ (Nightclub) માં આગ લાગી છે. ભુવનેશ્વરના સત્યબિહાર (Satyabihar) વિસ્તારમાં એક બારમાં ભીષણ આગ લાગી હતી. જેના કારણે ગ્રાહકો, કર્મચારીઓ અને નજીકના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આસપાસના લોકોમાં અફરાતફરી ફેલાઈ હતી. જો કે, સુઝબૂઝથી કામ લઈને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ (Police) અને ફાયર વિભાગને જાણ કરી હતી.

Odisha: બારમાં આગ લાગવાની જાણ થતા ફાયર વિભાગ દોડ્યું

ભુવનેશ્વરની ઈમારતમાંથી કાળો ધુમાડો અને ફાટી નીકળેલી આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. દોડી આવેલી ફાયર સર્વિસની ટીમ તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગઈ. આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવીને કામગીરી કરી. ફાયર વિભાગ (Fire Department) ના અધિકારીના જણાવ્યા અનુસાર, કંટ્રોલ રૂમ (Control room) ને સવારે કોલ મળ્યો હતો. બે ફાયર વાનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, લગભગ કલાકોની ભારે જહેમત પછી ફાયર વિભાગના કર્મચારીઓએ આગને કાબૂમાં લઈ લીધી છે.

આ પણ વાંચો- Andhra Pradesh: 35 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી, 9 લોકોના મોત

Odisha: ઈમારતમાં આગ કેમ લાગી તેનું કારણ સ્પષ્ટ નથીઃ અધિકારી

અધિકારીએ પુષ્ટિ કરી કે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. નજીકની દુકાનોમાં આગ પ્રસરે તે પહેલા જ તેને કાબૂમાં લઈ લેવાઈ છે. જો કે, આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું. પરંતુ તેમણે અનુમાન લગાવ્યું છે કે, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ (Electric short circuit) અથવા ઓપરેશનલ (Operational) બેદરકારીથી દુર્ઘટના ઘટી છે. કુલિંગની પ્રક્રિયા પછી તપાસ કરવામાં આવશે કે આગ કેમ લાગી છે.

ઈમારતમાં ચાલતું બાર લાઈસન્સ વગર કાર્યકરત હોવાનો આક્ષેપ

જે બિલ્ડિંગમાં આગ લાગી, તેમાં એક બાર પણ ચાલી રહ્યું છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે, બાર લાઈસન્સ વગર જ ધમધમી રહ્યું છે. સ્થાનિકોના આક્ષેપોથી બારમાં નિયમોના પાલન અંગે પ્રશ્નો ઉભા થયા છે. મહત્વનું છે કે, દુર્ઘટના પછી પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. અને આગના કારણ તેમજ બારના લાઇસન્સિંગ સ્ટેટસની અલગથી તપાસ શરૂ કરી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા નથી થઈ.

આ પણ વાંચો- Bharat Taxi એપ્લિકેશનની ટેસ્ટિંગ શરૂ, Ola, Uber અને Rapido પર આવશે અંકુશ!

Tags :
Bhubaneswarfire in barGujarat FirstOdisha
Next Article