ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મધ્યપ્રદેશ બાદ હવે છત્તીસગઢમાં ધારાસભ્યોની બેઠકને લઈ આવ્યા સમાચાર, આ દિવસે થશે મુખ્યમંત્રીના નામ પર ચર્ચા

છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ આ રાજ્યોમાં મુખ્યમંત્રીની ખુરશી પર કોને બેસાડશે તેને લઈને હાલ પણ ચર્ચાનો માહોલ યથાવત છે. જો કે, હવે મધ્યપ્રદેશ બાદ છત્તીસગઢમાં ધારાસભ્યોની બેઠકને લઈને મહત્ત્વના અપડેટ સામે આવ્યા છે. મધ્યપ્રદેશમાં 11...
03:39 PM Dec 09, 2023 IST | Vipul Sen
છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ આ રાજ્યોમાં મુખ્યમંત્રીની ખુરશી પર કોને બેસાડશે તેને લઈને હાલ પણ ચર્ચાનો માહોલ યથાવત છે. જો કે, હવે મધ્યપ્રદેશ બાદ છત્તીસગઢમાં ધારાસભ્યોની બેઠકને લઈને મહત્ત્વના અપડેટ સામે આવ્યા છે. મધ્યપ્રદેશમાં 11...

છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ આ રાજ્યોમાં મુખ્યમંત્રીની ખુરશી પર કોને બેસાડશે તેને લઈને હાલ પણ ચર્ચાનો માહોલ યથાવત છે. જો કે, હવે મધ્યપ્રદેશ બાદ છત્તીસગઢમાં ધારાસભ્યોની બેઠકને લઈને મહત્ત્વના અપડેટ સામે આવ્યા છે. મધ્યપ્રદેશમાં 11 ડિસેમ્બરના રોજ ધારાસભ્ય દળની બેઠક યોજશે.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના હાઈ કમાન્ડ દ્વારા 8 ડિસેમ્બરે આ ત્રણેય રાજ્યો માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. આ નિરીક્ષકો રાજ્યના ધારાસભ્ય દળ સાથે બેઠક કરીને રાજ્યના નવા મુખ્યમંત્રી મુદ્દે ચર્ચા કરશે. ત્યારે હવે છત્તીસગઢમાં ધારાસભ્યની બેઠકને લઈને મહત્ત્વના અપડેટ સામે આવ્યા છે. માહિતી અનુસાર, 10 ડિસેમ્બરના રોજ રાજ્યમાં ધારાસભ્યોની બેઠક યોજાશે, જેમાં નવા મુખ્યમંત્રી અંગે ચર્ચા કરવામાં આવશે.

અર્જુન મુંડા, સર્વાનંદ સોનોવાલ અને દુષ્યંત ગૌતમ નિરીક્ષક તરીકે કરશે ચર્ચા

છત્તીસગઢ બીજેપી અધ્યક્ષ અરૂણ સાવે કહ્યું કે, હું બીજેપી પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. બીજેપી ધારાસભ્ય દળની બેઠક 10 ડિસેમ્બરે યોજાશે. અર્જુન મુંડા, સર્વાનંદ સોનોવાલ અને દુષ્યંત ગૌતમ નિરીક્ષક તરીકે આ બેઠકમાં ધારાસભ્યો સાથે ચર્ચા કરશે. છત્તીસગઢ માટે ભાજપના કેન્દ્રીય નિરીક્ષકોમાંના એક કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અર્જુન મુંડાએ કહ્યું કે, મુખ્યમંત્રીના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

 

આ પણ વાંચો- મધ્યપ્રદેશમાં આ દિવસે થશે મુખ્યમંત્રીના નામની જાહેરાત! ધારાસભ્યની બેઠકને લઈ આવ્યા મહત્ત્વના અપડેટ

Tags :
Arjun MundaBJPChhattisgarh CMmadhyaML KhatterPM Modi Pradesh
Next Article