PM Modi Defence meeting: નેવી અને IAF ચીફ બાદ ડિફેન્સ સેક્રેટરીની PM મોદી સાથે બેઠક
PM Modi defence meeting : પહેલગામ આતંકવાદી હુમલા(Pahalgam Terror Attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. એમાંય ટોચના સુરક્ષા અધિકારીઓ સાથે પીએમ મોદીની વન ટુ વન બેઠકને પગલે (PM Modi defence meeting)પાકિસ્તાનમાં ફફડાટ છે. આ સંદર્ભે સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ PM નરેન્દ્ર (PM Modi)મોદીને મળ્યા છે. નૌકાદળ અને વાયુસેનાના વડાઓ પછી આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની મોટી તૈયારી
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. ભારત તરફથી પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની મોટી તૈયારીઓ ચાલી રહી છે. PM મોદી અને સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. આ સાથે ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ પીએમ નિવાસસ્થાનેથી રવાના થયા છે.
યુદ્ધ જહાજોની તૈનાતીએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત બદલો લેવાની તૈયારી કરી રહ્યું છે. ભારતના મિસાઇલ પરીક્ષણો, અરબી સમુદ્રમાં યુદ્ધ કવાયતો અને યુદ્ધ જહાજોની તૈનાતીએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. ડરેલું પાકિસ્તાન સતત પાયાવિહોણા નિવેદનો આપી રહ્યું છે. નેતાઓનો પાકિસ્તાની સેના પર કોઈ નિયંત્રણ નથી. પરંતુ પાકિસ્તાની નેતાઓ અને રાજદ્વારીઓ એક પછી એક વાહિયાત નિવેદનો આપી રહ્યા છે.
આ પણ વાંચો -Indus River : ભારતે કાશ્મીરમાં બે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પર શરુ કર્યુ કામ
પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું
PM મોદીએ સેનાને પોતાની સાનુકૂળતા પ્રમાણે સમય અને લક્ષ્ય નક્કી કરીને બદલો લેવાની છૂટ આપી દીધી ત્યારથી LoC પર તૈનાત BSF પાકિસ્તાન તરફથી થઈ રહેલા ગોળીબારનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે પરંતુ તેને ત્યાં પણ ભારતીય સેના ધૂળ ચટાડી રહી છે.
આ પણ વાંચો -Pahalgam Terror Attack : આતંકવાદ સામેની લડાઈમાં રશિયાનું ભારતને ખુલ્લુ સમર્થન
પાકિસ્તાન પર પીઠબળ તોડી નાખનારી કાર્યવાહી
ભારતે પાકિસ્તાનની આર્થિક કમર તોડવાની તૈયારી પણ કરી લીધી છે. જેના પરિણામો થોડા સમય પછી દેખાશે. ભારતે કોઈપણ ત્રીજા દેશ દ્વારા પાકિસ્તાન સાથેનો વેપાર પણ બંધ કરી દીધો છે. આ ઉપરાંત, ભારતે પાકિસ્તાની જહાજો માટે તેના બંદરો બંધ કરી દીધા છે. ટપાલ અને પાર્સલ સેવાઓ અને હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દેવામાં આવ્યું છે.