Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi માં કાળઝાળ ગરમી બાદ મેઘરાજાની પધરામણી!

દિલ્હી NCR માં મેઘરાજાની પધરામણી લોકોને ગરમીથી રાહત મળી રાજધાની દિલ્હીમાં યલો એલર્ટ   Delhi rain: સમગ્ર ભારતમાં ઘણા સમયથી કાળઝાળ ગરમીની અસર વર્તાઇ રહી છે. દક્ષિણ ભારતમાં વરસાદ (heavy rain)આવ્યા બાદ ઉત્તર ભારતમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી...
delhi માં કાળઝાળ ગરમી બાદ મેઘરાજાની પધરામણી
Advertisement
  • દિલ્હી NCR માં મેઘરાજાની પધરામણી
  • લોકોને ગરમીથી રાહત મળી
  • રાજધાની દિલ્હીમાં યલો એલર્ટ

Delhi rain: સમગ્ર ભારતમાં ઘણા સમયથી કાળઝાળ ગરમીની અસર વર્તાઇ રહી છે. દક્ષિણ ભારતમાં વરસાદ (heavy rain)આવ્યા બાદ ઉત્તર ભારતમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી હતી ત્યારે દિલ્હી NCR માં હવામાનમાં અચાનક પલટો આવવાથી શનિવારે લોકોને ઘણા સમય બાદ ગરમીથી રાહત મળી છે.

Advertisement

દિલ્હી-NCR ના લોકો માટે રાહતનો દિવસ

દિલ્હી-NCRમાં હળવા વરસાદ અને જોરદાર પવનને કારણે શનિવારે વાતાવરણ એકદમ ખુશનુમા બન્યું હતું. દિલ્હી-NCRમાં લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી થયા બાદ લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં દિલ્હી-NCRમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. હવામાનમાં પલટાને કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. રાજધાનીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે.

Advertisement

આ પણ  વાંચો -Bihar: ચૂંટણી પહેલા નીતિશ કુમારની મોટી જાહેરાત, વૃદ્ધ-અપંગ અને વિધવા પેન્શનમાં કર્યો ત્રણ ગણો વધારો

રાજધાની દિલ્હીમાં યલો એલર્ટ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે બપોર પછી અચાનક હવામાનમાં જોરદાર પલટો આવ્યો હતો. દિલ્હી વાસીઓ ઘણા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આજે શનિવારે ભારે પવન સાથે વરસાદ પડતાં સતત પડી રહેલી ગરમીથી દિલ્હી વાસીઓને રાહત મળતા થોડો હાશકારો અનુભવાયો હતો. દિલ્હીના ઘણા ભાગોમાં હળવો થી મધ્યમ વરસાદ પડ્યો. વરસાદને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે, જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસો માટે હળવા વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. આ સાથે, દિલ્હી NCRમાં યલો એલર્ટ ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

આ પણ  વાંચો -Sonia Gandhi : ઇઝરાયલના હુમલાથી સોનિયા ગાંધી ગુસ્સે, સરકારને ઇરાનનું મહત્વ જણાવ્યું

દિલ્હીવાસીઓને ચોમાસાની રાહ જોવી પડશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે-ત્રણ દિવસમાં દિલ્હીમાં ચોમાસું દસ્તક આપી શકે છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમનને કારણે, બિહાર અને પૂર્વી યુપીના કેટલાક ભાગોમાં પણ આજે વરસાદ પડ્યો છે. તે જ સમયે, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડના મોટાભાગના જિલ્લાઓ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું છે. હવામાન વિભાગ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ચોમાસુ તેના નિર્ધારિત સમય પહેલા પહોંચવાની અપેક્ષા હતી, પરંતુ હવે દિલ્હીવાસીઓને ચોમાસા માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે.

Tags :
Advertisement

.

×