Agra: રાણા સાંગાની જન્મજયંતિ પર કરણી સેનાનું રક્ત સ્વાભિમાન સંમેલન, 3 લાખથી વધુ ક્ષત્રિયો રહેશે હાજર
- આજે Karni Senaનું Rakta Swabhiman Sammelan યોજાશે
- આગ્રામાં 3 લાખથી વધુ ક્ષત્રિયો એકત્ર થવાની સંભાવના છે
- SP MP Ramji Lal Sumanના ઘરે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઈ
Agra:આજે રાણા સાંગાની જન્મજયંતિ પર Karni Sena એ રક્ત સ્વાભિમાન સંમેલનનું આયોજન કર્યુ છે. આ સંમેલનમાં 3 લાખથી વધુ ક્ષત્રિયો રહેશે હાજર રહેવાની સંભાવના છે. આ સંમેલન સંદર્ભે પોલીસ કર્મચારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. SP MP Ramji Lal Sumanના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે કારણ કે, 26 માર્ચે કરણી સેનાના સભ્યોએ સાંસદના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો.
રક્ત સ્વાભિમાન સંમેલન
Karni Sena એ આજે રાણા સાંગાની જન્મજયંતિ પર Rakta Swabhiman Sammelanનું આયોજન કર્યુ છે. આ સંમેલન ઉત્તર પ્રદેશના આગ્રામાં યોજાવાનું છે. આ રક્ત સ્વાભિમાન સંમેલનમાં 3 લાખથી વધુ લોકો એકઠા થવાની ધારણા છે. આ સંમેલન સંદર્ભે પોલીસ સતર્ક છે. પોલીસને એ પણ ડર છે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, ત્યારે તેઓ ફરી એકવાર સપા સાંસદના ઘરે પહોંચવાનો પ્રયાસ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે 26 માર્ચે કરણી સેનાના સભ્યોએ સાંસદના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો.
સપા સાંસદના નિવાસ સ્થાને કડક સુરક્ષા વ્યવસ્થા
Karni Sena ના આયોજન Rakta Swabhiman Sammelan સંદર્ભે સપા સાંસદ રામજી લાલ સુમનના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સપા સાંસદની સુરક્ષા માટે 100 પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. 26 માર્ચે, કરણી સેનાના સભ્યોએ સપા સાંસદના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી. હવે આ સંમેલનના સ્થળ અને સપા સાંસદ રામજી લાલના ઘર વચ્ચે માત્ર 15 કિલોમીટરનું અંતર છે. વહીવટીતંત્ર કોઈ જોખમ લેવા માંગતું નથી. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે વહીવટીતંત્રે તમામ તૈયારીઓ કરી લીધી છે. રમખાણોને કાબૂમાં લેવા માટે, પોલીસ લાઈનમાં રિહર્સલ કરવામાં આવ્યા છે અને પોલીસે નવા ઈક્વિપમેન્ટ્સ પણ પૂરા પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Bihar Rain: બિહારમાં આકાશી આફત,ભારે વરસાદથી 84 લોકોએ જીવ ગુમાવ્યો
રાણા સાંગાને 'દેશદ્રોહી' કહેતા વિવાદ
SP MP Ramji Lal Suman દ્વારા રાણા સાંગા પર કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ વિવાદ ઉભો થયો છે. રામજી લાલે સંસદમાં રાણા સાંગાને દેશદ્રોહી કહ્યા હતા. તેમણે કહ્યું કે બાબર રાણા સાંગાના આમંત્રણ પર ભારત આવ્યો હતો. રાણા સાંગાએ ઈબ્રાહિમ લોદીને હરાવવા માટે બાબરને બોલાવ્યો. સપા સાંસદના આ નિવેદન બાદ મોટો વિવાદ સર્જાયો હતો.
અલ્હાબાદ હાઈકોર્ટમાં સુરક્ષાની માંગણી
સપાના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમને અલ્હાબાદ હાઈકોર્ટમાં સુરક્ષાની માંગણી કરતી અરજી દાખલ કરી છે. અરજીમાં કરણી સેના દ્વારા કરવામાં આવેલા હુમલાની નિષ્પક્ષ તપાસ અને હુમલામાં સામેલ કરણી સેનાના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ વિનંતી કરવામાં આવી છે. આ અરજી પર ટૂંક સમયમાં સુનાવણી થવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ Tamil Nadu: તમિલનાડુમાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન, અમિત શાહે કરી જાહેરાત