Ahmedabad plane crash : 'પિતાના ખભા પર સૌથી વધુ વજન પુત્રની નનામિનું જ હોય છે' સાબિત થયું, પાયલોટ સભરવાલના પિતા ભાંગી પડ્યા
- પાયલોટ સુમિત સભરવાલના મુંબઈમાં કરાયા અંતિમ સંસ્કાર
- પિતા પુષ્કરરાજે આ પ્રસંગે રીતસરના ભાંગી પડ્યા
- મૃતકના પિતાની સ્થિતિથી ઉપસ્થિત સૌ બન્યા શોકમગ્ન
Ahmedabad plane crash : 12મી જૂનના રોજ અમદાવાદમાં થયેલા ગોઝારી વિમાન દુર્ઘટનામાં મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જેમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ A-171 ના પાયલોટ સુમિત સભરવાલના અંતિમ સંસ્કાર આજે મુંબઈના પવઈમાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે 'પિતાના ખભા પર સૌથી વધુ વજન પુત્રની નનામિનું હોય છે' કહેવત સાબિત થઈ હતી. મૃતક પાયલોટના પિતા પુષ્કરરાજ રીતસરના ભાંગી પડ્યા હતા. તેમના હૈયાફાટ રુદનથી સમગ્ર વાતાવરણમાં કરુણતા છવાઈ ગઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈ આ દ્રશ્ય જોઈને શોકમગ્ન થઈ ગયા હતા.
88 વર્ષના પિતાનો સહારો છીનવાયો
આજે મુંબઈના પવઈમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ A-171 ના પાયલોટ સુમિત સભરવાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મૃતકના પિતા પુષ્કરરાજે હાથ જોડીને પુત્રને અંતિમ વિદાય પાઠવી હતી. પુષ્કરરાજે પુત્રને જે રીતે વિદાય આપી તે જોઈને ઉપસ્થિત સૌ કોઈની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. પુષ્કરરાજ 88 વર્ષના છે. તેમના પુત્ર સુમિત સભરવાલની ઈચ્છા તેમના પિતાની સેવા કરવાની હતી. 88 વર્ષની જેફ વયે પુષ્કરરાજે તેમના જીવનનો સહારો ખોઈ બેસતો તેઓ રીતસરના ભાંગી પડ્યા હતા કારણ કે, સુમિત ઘણી વાર કહેતા હતા કે, હવે તેણે નિવૃત્તિ લઈને પિતાની સંભાળ રાખશે.
Ahmedabad Plane Crash: 'કેપ્ટન સુમિત સભરવાલ'ને પિતાએ આપી અંતિમ વિદાય । Gujarat First#AirIndiaPlaneCrash #AirIndiaCrash #AhmedabadPlaneCrash #Ahmedabad #ahmedabadtragedy #gujaratfirst pic.twitter.com/DnOTuT5Fji
— Gujarat First (@GujaratFirst) June 17, 2025
આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : અમદાવાદની વિમાની દુર્ઘટનામાં DNA મેચ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી
8,200 કલાકથી વધુ ફ્લાઈટ અવર્સનો અનુભવ
12મી જૂનના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ A-171 ધડાકાભેર તૂટી પડી હતી. જેના પાયલોટ હતા સુમિત સભરવાલ. સુમિત સભરવાલ એક અત્યંત અનુભવી પાયલોટ હતા. તેમને 8,200 કલાકથી વધુ ફલાઈટ અવર્સનો અનુભવ હતો. એર ઈન્ડિયાનું વિમાન ટેક-ઓફ થયાના માત્ર 50 સેકન્ડ પછી આગનો ગોળો બની ગયું હતું. અંતિમ ક્ષણોમાં પાયલોટ સભરવાલે એટીસીને છેલ્લો સંદેશ મોકલ્યો હતો કે, મેડે, મેડે, મેડે... અમારુ વિમાન નીચે તરફ ધકેલાઈ રહ્યું છે. ત્યારબાદ વિમાનનો સંપર્ક તૂટી ગયો અને ડોક્ટર્સ હોસ્ટેલ સાથે અથડાતા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.
આ પણ વાંચોઃ Rain in Saurashtra : આ છે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી? ઠેર ઠેર પડ્યા ગાબડા, તમામ મોટા મોટા દાવાઓ ધોવાઇ ગયા