Ahmedabad Plane Crash : PM મોદી અને અમિતશાહ અમદાવાદ આવવા રવાના
- અમદાવાદમાં આજે પ્લેન ક્રેશ દુર્ઘટ
- ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના
- PM મોદી અમદાવાદ આવવા રવાના
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું.
Ahmedabad Plane Crash : અમદાવાદમાં આજે પ્લેન ક્રેશ( Air India plane crash) થયાની ભયંકર દુર્ઘટના બનવા પામી. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભરતી વખતે 1 મિનિટની અંદર દુર્ઘટનાગ્રસ્ત થયું. અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi )ઉડ્ડયનમંત્રી સાથે ઘટનાની જાણકારી લીધી. તાજેતરમાં સામે આવેલ અહેવાલ મુજબ PM મોદી અને ગૃહમંત્રી અમિતશાહ (Amit Shah)અમદાવવાદ આવવા રવાના થયા છે.
ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના
કેન્દ્રીય ગૃહ મંત્રીએ અમિતશાહે આ દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી. ગૃહ મંત્રી અમિત શાહે DGP સાથે વાત કરી. જેના બાદ મુખ્યમંત્રી સુરતથી અમદાવાદ આવવા રવાના થયા. CMના ACS મનોજ દાસ અમદાવાદ જવા રવાના. એર ઇન્ડિયાનું એરબસ AI171 દુર્ઘટનાગ્રસ્ત થયું.
આ પણ વાંચો -Ahmedabad Plane Crash: એર ઈન્ડિયાનું પ્લેન કેમ થયુ ક્રેશ, સામે આવ્યું કારણ
મુખ્યમંત્રીએ કર્યું ટ્વીટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા કરવામાં આવી. તેમજ તમામ મુસાફરોને અગ્રતાક્રમે સારવારમાં આપવાની સૂચના આપવામાં આવી. વિમાન દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું. લંડન જતી એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના દિગ્ગજ નેતા વિજયરૂપાણી ગંભીરપણે ઘાયલ થયા છે. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટનાથી વ્યથિત છું. દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવાની સૂચના અધિકારીઓને આપી છે.
ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે પહોંચાડવા ગ્રીન…
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 12, 2025
આ પણ વાંચો -Air India Plane Crash: MAYDAY... MAYDAY... MAYDAY, ક્રેશ પહેલા પાયલોટે સિગ્નલ આપ્યો હતો પણ...
અમદાવાદ એરપોર્ટ બંધ
શહેરમાં આજે મેઘાણીનગરમાં વિસ્તારમાં પ્લેન ક્રેશ થયાની દુર્ઘટના બની. આ પ્લેનમાં 242 મુસાફરો સવાર હતા. પ્લેન ક્રેશ દુર્ઘટનાની સામે આવેલ વિગત મુજબ વિમાન ક્રેશ થયુ ત્યારે 322 કિમિની સ્પીડ હતી. 191 મીટર હાઈટ પર જ હતું. પ્લેન અથડાવવાના કારણે 9 ડોક્ટર ઘાયલ થયા. પ્લેન દુર્ઘટનાને પગલે આજે અમદાવાદ એરપોર્ટ બંધ કરાયું છે. અને તમામ ફલાઇટ અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ. બીજી સુચના ના આવે ત્યાં સુધી અમદાવાદ એરપોર્ટ બંધ રહેશે.