Rahul Gandhi Lok Sabha Speech : લોકસભામાં ચીન મુદ્દે બબાલ, ડોકલામ પર સરકાર અને વિપક્ષ આમને-સામને
- રાહુલ ગાંધીએ સંસદમાં ડોકલામનો મુદ્દો ઉઠાવ્યો (Rahul Gandhi Lok Sabha Speech)
- જનરલ નરવણેના પુસ્તક પર અમિતભાઈ શાહ ભડક્યા
- રાજનાથ સિંહે રાહુલને ચેલેન્જ આપી
- અપ્રકાશિત પુસ્તકને લઈને ભારે હોબાળો
- લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી
Rahul Gandhi Lok Sabha Speech : નાણામંત્રી દ્વારા દેશનું સામાન્ય બજેટ (Union Budget) રજૂ કર્યા બાદ સંસદના બંને ગૃહોમાં તેના પર ચર્ચા ચાલી રહી છે. સોમવારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા (Leader of Opposition) અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ચર્ચામાં ભાગ લીધો હતો. જોકે, રાહુલ ગાંધીનું સંબોધન શરૂ થાય તે પહેલાં અને દરમિયાન જ ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો. ચીન સરહદ વિવાદ (China Border Issue) પર રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) લાલઘૂમ થઈ ગયા હતા.
Rahul Gandhi Lok Sabha Speech : ડોકલામ અને જનરલ નરવણેના પુસ્તકનો વિવાદ
રાહુલ ગાંધીએ ચીનની ઘૂસણખોરીનો દાવો કરતા સત્તાધારી પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ડોકલામમાં (Doklam) સ્થિતિ બદલાઈ હોવાનો દાવો કરતા કહ્યું કે આ ભારત માટે ચિંતાજનક બાબત છે. પોતાના દાવાના સમર્થનમાં રાહુલ ગાંધીએ પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે (Gen Manoj Mukund Naravane) ના પુસ્તકનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે જનરલ નરવણેના પુસ્તકમાં ડોકલામનો ઉલ્લેખ છે, જેના પર સત્તાધારી પક્ષના સભ્યોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આ સાંભળીને રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) એ પડકાર ફેંકતા કહ્યું હતું કે, "તમે તમારા દાવાઓની પુષ્ટિ કરીને બતાવો, હું તમને ચેલેન્જ આપું છું."
Amit Shah : લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષ સામે થયા ગુસ્સે | Gujarat First@AmitShah @HMOIndia #India #AmitShah #LokSabha #Parliament #Opposition #PoliticalDebate #UnionGovernment #GujaratFirst pic.twitter.com/z3C7p8DbbY
— Gujarat First (@GujaratFirst) February 2, 2026
અમિતભાઈ શાહનો આક્રોશ અને નિયમોનો હવાલો
રાહુલ ગાંધીએ જેવું અપ્રકાશિત પુસ્તકનું નામ લીધું કે મામલો બિચકાયો હતો. ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) એ પોતાની સીટ પરથી ઉભા થઈને ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ગૃહમાં આ રીતે અપ્રકાશિત પુસ્તક કે દસ્તાવેજનો હવાલો આપવો એ સંસદના નિયમો અને મર્યાદા (Parliamentary Rules) ની વિરુદ્ધ છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબે (Nishikant Dubey) એ પણ વાંધો ઉઠાવતા કહ્યું કે આ દેશને ગેરમાર્ગે દોરનારી વાત છે અને તેને રેકોર્ડ પરથી હટાવવી જોઈએ. સત્તાધારી પક્ષની દલીલ હતી કે જે પુસ્તક હજુ પ્રકાશિત જ નથી થયું, તેનો હવાલો આપીને ગૃહમાં દલીલ કરવી અયોગ્ય છે.
સ્પીકર ઓમ બિરલાની દરમિયાનગીરી અને ગૃહ સ્થગિત
હોબાળો વધતા લોકસભા સ્પીકર ઓમ બિરલા (Om Birla) એ દરમિયાનગીરી કરી હતી. તેમણે નિયમોનો હવાલો આપતા તમામ સાંસદોને શાંતિ જાળવવા અપીલ કરી અને સ્પષ્ટ કર્યું કે અપ્રકાશિત પુસ્તકનો સંદર્ભ આપવો નિયમ વિરુદ્ધ છે. જોકે, સામસામેના આક્ષેપ-પ્રતિઆક્ષેપ એટલા વધી ગયા હતા કે રાહુલ ગાંધીએ તેજસ્વી સૂર્યા (Tejasvi Surya) ના નિવેદનનો ઉલ્લેખ કરી કહ્યું કે અમારા ચરિત્ર અને દેશભક્તિ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સતત હોબાળાને કારણે અંતે ગૃહની કાર્યવાહી બપોરે 3.30 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી
આ પણ વાંચો : 'મારું એડમિશન કરાવી દો', માસૂમ અનાબીની વિનંતીથી પિગળ્યા CM Yogi


