કોરોનાની રસી અને મૃત્યુ વચ્ચે કોઇ સંબંધ નથી, AIIMS-ICMR ના અભ્યાસનું તારણ
- કોરોના બાદ વેક્સિન પર સવાલો ઉઠ્યા હતા, જેનું સરકારે સમયાંતરે ખંડન કર્યું હતુ
- AIIMS-ICMR ના રિસર્ચમાં અચાનક મૃત્યુ અને વેક્સીનો સંબંધ નહીં હોવાનું સામે આવ્યું
- તારણમાં તેમ પણ સામે આવ્યું કે, લોકોએ પોતાની જીવન શૈલી સુધારવાની તાતી જરૂરિયાત છે
AIIMS-ICMR Research On Covid Vaccine And Sudden Death : ભારતમાં યુવાનોમાં અચાનક મૃત્યુ અંગે લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નો વચ્ચે, AIIMS-ICMR સંશોધન અભ્યાસથી રાહતની વાત સામે આવી છે.અભ્યાસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, કોરોનાની (COVID-19) રસી અને યુવાનોમાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. AIIMS દિલ્હીના પ્રોફેસર ડૉ. સુધીર અરોરાએ આ અભ્યાસના પ્રારંભિક તારણો શેર કર્યા છે, જેમાં અનેક મહત્વપૂર્ણ તથ્યો સામે આવવા પામ્યા છે.
AIIMS-ICMR સંશોધનમાં શું સામે આવ્યું ?
AIIMS દિલ્હીના પ્રોફેસર ડૉ. સુધીર અરોરાના જણાવ્યા અનુસાર, તેમના પ્રારંભિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, COVID-19 રસી અથવા કોઈપણ સંબંધિત વાત ખાસ કરીને યુવાનોમાં અચાનક મૃત્યુમાં કોઈ ભૂમિકા ભજવતી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતમાં યુવાનોમાં અચાનક મૃત્યુ પર ખૂબ ઓછા સંશોધન હાથ ધરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક અભ્યાસ પશ્ચિમી દેશોમાં અસ્તિત્વમાં છે. જેને ધ્યાનમાં રાખીને, AIIMS-ICMR એ સંશોધન હાથ ધર્યું હતું.
...તો અચાનક મૃત્યુનું કારણ શું છે ?
ડૉ. સુધીર અરોરાએ જણાવ્યું હતું કે, આ અભ્યાસમાં બહાર આવ્યું છે કે, આ મૃત્યુ COVID સાથે જોડાયેલા નથી. તેમણે સૂચવ્યું કે, આ ખરાબ જીવનશૈલી અને કામ કરવાની ટેવને કારણે હોઈ શકે છે. ઘણા યુવાનો દારૂ અને ધૂમ્રપાનના વ્યસનથી પીડાય છે, જે કોરોનરી આર્ટરી ડિસીઝ જેવી ગંભીર બીમારીઓમાં વધારો કરી આપે છે.
જીવનશૈલી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર
એઈમ્સના પ્રોફેસરે સમજાવ્યું કે, યુવાનોએ તેમની જીવનશૈલી પર ધ્યાન આપવાની જરૂર છે. સ્વસ્થવર્ધક આદતો, દારૂથી દૂર રહેવું અને નિયમિત કસરત, આ પ્રકારની ઘટનાઓને રોકવાનો સૌથી અસરકારક માર્ગ હોઈ શકે છે. આ અભ્યાસ માત્ર રસીઓ વિશેના ભયને દૂર કરતો નથી, પણ આરોગ્ય જાગૃતિના મહત્વને પણ મજબૂત બનાવે છે.
કોરોનરી આર્ટરી ડિસીઝ શું છે ?
કોરોનરી આર્ટરી ડિસીઝ એ હૃદયની એક ગંભીર સ્થિતિ છે, જેમાં હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ, જેને કોરોનરી ધમનીઓ કહેવાય છે, ધીમે ધીમે સાંકડી થાય છે. જ્યારે કોલેસ્ટ્રોલ અને ચરબીના થાપણોને કારણે આ ધમનીઓ સાંકડી થાય છે, જેને પ્લેક કહેવાય છે, ત્યારે હૃદયના સ્નાયુ સુધી પૂરતો ઓક્સિજન પહોંચી શકતો નથી.
આ પણ વાંચો -------- GOAT India Tour : વાનખેડે સ્ટેડિયમમાં મેસ્સી અને તેંડુલકરની મુલાકાત, જાણો ભેટમાં શું આપ્યું