Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જયપુર: બેકાબૂ ડમ્પરનો હાહાકાર, 17 વાહનોને ટક્કર, 11નાં મોત

સોમવારે જયપુરના હરમાડા વિસ્તારમાં એક બેકાબૂ ડમ્પરે 17 વાહનોને ટક્કર મારતાં ભયાનક અકસ્માત સર્જાયો. ડમ્પરની બ્રેક ફેલ થવાને કારણે થયેલી આ દુર્ઘટનામાં ૧૧ લોકોનાં મોત થયાં અને 18 થી વધુ ઘાયલ થયા. ડમ્પરે લગભગ 300 મીટર સુધી વાહનોને કચડ્યા હતા. ઘાયલોને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા છે. આ ઘટનાથી માર્ગ સલામતી પર ગંભીર સવાલો ઊભા થયા છે.
જયપુર  બેકાબૂ ડમ્પરનો હાહાકાર  17 વાહનોને ટક્કર  11નાં મોત
Advertisement
  • રાજસ્થાનમાં રોડ બન્યા રક્તરંજીત, વધુ એક અકસ્માત (Jaipur Road Accident)
  • જયપુરમાં ગમખ્વાર અકસ્માતમાં 11 લોકોના મોત
  • હરમાડા રોડ પર બેકાબૂ ડમ્પરે 17 વાહનને મારી ટક્કર
  • ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં
  • અકસ્માત અંગે પોલીસ તપાસ, ટ્રાફિકને ડાયવર્ટ કરાયો

Jaipur Road Accident : જયપુરના હરમાડા વિસ્તારમાં સોમવારે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેણે સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું. પૂરપાટ ઝડપે દોડતા અને બેકાબૂ ડમ્પરે એક પછી એક 17 વાહનોને ટક્કર મારી, જેના કારણે સ્થળ પર જ 11 લોકોનાં મોત નીપજ્યાં અને 18 થી વધુ લોકો ઘાયલ થયા.

આ અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મૃતકોના શરીરના અંગો અલગ થઈ ગયા હતા — કોઈનો હાથ કપાઈ ગયો હતો તો કોઈનો પગ. રસ્તા પર ચારેબાજુ લોહી ફેલાઈ ગયું હતું અને દૃશ્ય એટલું દર્દનાક હતું કે જોનારાઓની આંખો ભીની થઈ ગઈ હતી.

Advertisement
Advertisement

300 મીટર સુધી વાહનોને કચડી માર્યા – Jaipur Accident Spot

આ દુર્ઘટના હરમાડાના લોહા મંડી વિસ્તારમાં બપોરે લગભગ 11 વાગ્યે થઈ. પોલીસના જણાવ્યા મુજબ, ડમ્પર લોહા મંડી પેટ્રોલ પંપની તરફથી રોડ નંબર 14 પરથી હાઇવે પર ચડવા જઈ રહ્યું હતું. આ દરમિયાન ડમ્પરની બ્રેક ફેલ થઈ ગઈ અને તે બેકાબૂ બનીને આગળ ઊભેલા અને ચાલતા વાહનો સાથે અથડાયું.

Advertisement

ડમ્પરની સ્પીડ એટલી વધારે હતી કે તેણે લગભગ 300 મીટર સુધી વાહનોને કચડતા મોતનું તાંડવ મચાવ્યું. હેડ કોન્સ્ટેબલ રવીન્દ્રએ જણાવ્યું કે ડમ્પર તે સમયે ખાલી હતું. તેણે પહેલા એક કારને ટક્કર મારી, પછી બાઇક અને ઓટો રિક્ષા સહિત અનેક વાહનોને કચડી નાખ્યા. કેટલાક વાહનોમાં બેઠેલા લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં. અકસ્માત બાદ રસ્તા પર વાહનોનો કાટમાળ અને મૃતદેહોનો ઢગલો થઈ ગયો હતો.

સ્થાનિક લોકોએ રાહત કાર્ય કર્યું, 3ની હાલત ગંભીર – Road Safety Crisis

સ્થાનિક લોકોએ અકસ્માત બાદ તરત જ રાહત કાર્ય શરૂ કર્યું. તેમણે વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સ બોલાવીને ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા. ઘાયલોને કાંવટિયા હોસ્પિટલ અને એસએમએસ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણની હાલત ગંભીર જણાવાઈ રહી છે, જેમને ટ્રોમા સેન્ટર રિફર કરાયા છે. હોસ્પિટલ પ્રશાસને ડોકટરો અને નર્સિંગ સ્ટાફને એલર્ટ પર રાખ્યા છે.

ઘટના બાદ હરમાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો. પોલીસે મૃતદેહોનો કબજો લઈ કાંવટિયા હોસ્પિટલની મોર્ચ્યુરીમાં રાખ્યા છે. ડમ્પરને ક્રેનની મદદથી હટાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. અકસ્માતને કારણે લોહા મંડી રોડ અને VKI વિસ્તારમાં લાંબો ટ્રાફિક જામ થયો હતો, જેને ધીમે ધીમે હળવો કરવામાં આવ્યો.

પ્રારંભિક તપાસમાં બ્રેક ફેલ થવાનું કારણ – Jaipur Road Accident

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અકસ્માત પછીનું દ્રશ્ય ખૂબ જ ભયાવહ હતું. અનેક ગાડીઓ રસ્તા પર ચકનાચૂર હાલતમાં પડી હતી અને તેની આસપાસ લોકોના મૃતદેહો હતા. પોલીસ અને રાહત ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને ભીડ હટાવી અને ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડ્યા.

પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે ડમ્પરની બ્રેક ફેલ થવાને કારણે આ દુર્ઘટના થઈ. જોકે, પોલીસ ડમ્પર ચાલકને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે અને વાહનની ટેકનિકલ તપાસ પણ કરાવી રહી છે. સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.

આ પણ વાંચો : Telangana : બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કરૂણાંતિકા! 15 થી વધુ લોકોના મોત

Tags :
Advertisement

.

×