Operation Sindoor અંગે પ્રથમવાર એર ચીફ માર્શલ એપી સિંહનો ખુલાસો
- માર્શલ એ.પી.સિંહે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી (Operation Sindoor)
- 5 પાકિસ્તાની ફાઇટર વિમાન જેટ તોડી પાડ્યા'
- S-400 મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો
Operation Sindoor : વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી.સિંહે શનિવારે ઓપરેશન સિંદૂર (Operation Sindoor )વિશે માહિતી આપી હતી. 9 ઓગસ્ટના રોજ બેંગલુરુ એલએમ કાત્રે લેક્ચરમાં વાયુસેનાના વડા એર ચીફ માર્શલે કહ્યું હતું કે ભારતીય વાયુસેના (IAF) ની જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમે 5 પાકિસ્તાની વાયુસેનાના ફાઇટર પ્લેન અને એક AEW/C અને ELINT (AEW&C- એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ અને ELINT- ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ) વિમાનને તોડી પાડ્યું હતું.
પાકિસ્તાનને થયેલા નુકસાનની વિગતો જણાવી (Operation Sindoor )
તેમણે એક સ્લાઇડ રજૂ કરીને આ માહિતી આપી હતી. જેમાં તેમણે પહલગામ ઘટના પછી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને થયેલા નુકસાનને પણ દર્શાવ્યું હતું. તેમણે હુમલા પહેલા અને પછી સેટેલાઇટ તસવીરોમાંથી દ્વારા નુકસાનની પુષ્ટી કરી હતી. સિંહે કહ્યું કે આ હુમલાઓમાં S-400 મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે 300 કિમીના અંતરેથી AEW/C વિમાનને નિશાન બનાવ્યાં હતા.
આ પણ વાંચો -Indian Railways :રેલવે મુસાફરો માટે ખુશખબર! હવે આ ટિકિટ પર મળશે 20 ટકા ડિસ્કાઉન્ટ
7 મેના રોજ નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો (Operation Sindoor )
તેમણે આતંકવાદી ઠેકાણાઓની સેટેલાઇટ તસવીરો તરફ ઈશારો કરતા આ વાત કહી. થોડા અઠવાડિયા પહેલા પહલગામ આતંકવાદી હુમલા જેમાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા તેના જવાબરૂપે ભારતે 7 મેના રોજ સૈનય કાર્યવાહીમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો અને 100 થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા હતા.
પાકિસ્તાન પર અસર
F-16 અને AEW&C વિમાનોના નષ્ટ થવાથી પાકિસ્તાની વાયુસેનાની મજબૂતી પર ગંભીર અસર પડી શકે છે. ખાસ કરીને AEW&C વિમાનોને ગુમાવવા તેમની રણનીતિક ક્ષમતા માટે મોટું નુકશાન છે. આથી પાકિસ્તાનને હવે પોતાની હવાઈ રક્ષણ નીતિ પર પુનઃવિચાર કરવો પડી શકે છે.
ભારતના ડિફેન્સ ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત
ACM એપી સિંહના દાવા મુજબ, ઓપરેશન સિંદૂર માત્ર એક લશ્કરી અભિયાન નહોતું – એ ભારતની ટેકનિકલ શક્તિ, સચોટ ગુપ્ત જાણકારી અને હવાઈ પ્રભુત્વ દર્શાવતું ઐતિહાસિક ક્ષણ હતી. આ ભારતના ડિફેન્સ ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત કહેવાઈ શકે.