લંડન-બેંગલુરુ ફ્લાઈટના એન્જિનમાં સમસ્યા સર્જાતા વિમાનને ગ્રાઉન્ડેડ કરાયું
- લંડનથી બેંગલુરુ જતી ફ્લાઈટમાં ફ્યુઅલ સ્વીચમાં ખામી જોવા મળી (Air India Boeing 787 Technical Fault)
- પાયલોટની ફરિયાદ બાદ વિમાનને તાત્કાલિક અસરથી ગ્રાઉન્ડેડ કરાયું
- DGCA એ તમામ બોઈંગ 787 વિમાનોના નિરીક્ષણ માટે જારી કર્યા આદેશ
- એન્જિન વારંવાર બંધ થઈ જવાની સંભાવનાને પગલે લેવાયો નિર્ણય
એર ઈન્ડિયા (Air India) નું બોઈંગ 787-8 (Boeing 787-8) વિમાન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. લંડન (London) થી બેંગલુરુ (Bengaluru) તરફ જતી ફ્લાઈટમાં 'ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ' (Fuel Control Switch) માં ખામી સર્જાતા વિમાનને તાત્કાલિક અસરથી ગ્રાઉન્ડેડ (Grounded) કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ એરલાઈન્સના સમગ્ર કાફલાની તપાસ કરવાના આદેશ જારી કર્યા છે.
An Air India Boeing 787 Dreamliner was grounded after pilots reported a possible defect in the fuel control switch.
Air India spokesperson said "We are aware that one of our pilots has reported a possible defect on the fuel control switch of a Boeing 787-8 aircraft. After… pic.twitter.com/U2eKS0zEMj
— ANI (@ANI) February 2, 2026
Air India Boeing 787 Technical Fault : પાયલોટે નોંધાવી ગંભીર ફરિયાદ
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પાયલોટે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં સંભવિત ખામી હોવાનું ધ્યાન દોર્યું હતું. સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન (Safety Matters Foundation) ના અહેવાલ મુજબ, ડાબા એન્જિનની સ્વીચ વારંવાર પોતાની મેળે 'કટ-ઓફ' (Cut-off) મોડ પર જતી હતી. જો ઉડાન દરમિયાન એન્જિન બંધ થઈ જાય, તો મોટી વિમાન દુર્ઘટના (Aviation Accident) સર્જાઈ શકે છે.
જૂની દુર્ઘટનાના ઘા તાજા થયા
ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા જ અમદાવાદ (Ahmedabad) થી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના ક્રેશમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે અકસ્માતની તપાસમાં પણ આવી જ ટેકનિકલ ખામી સામે આવી હતી. હાલમાં એર ઈન્ડિયાએ તેના તમામ બોઈંગ 787 (Boeing 787 Fleet) વિમાનોનું નિરીક્ષણ પૂરું કર્યું છે અને અન્ય કોઈ વિમાનમાં આવી ખામી જોવા મળી નથી.
નોંધનીય છે કે એર ઈન્ડિયાના પ્રવક્તાએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે બોઈંગ 787-8 વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં સંભવિત ખામી અંગે પાયલોટ તરફથી અહેવાલ મળ્યો હતો. એરલાઈન્સે જણાવ્યું કે, "મુસાફરોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે, અને તેથી જ આ પ્રાથમિક માહિતી મળતાની સાથે જ અમે વિમાનને સેવામાંથી હટાવીને 'ગ્રાઉન્ડેડ' કર્યું છે. પાયલોટ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓની ગંભીર તપાસ કરવા માટે અમે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM) ની મદદ લઈ રહ્યા છીએ." આ ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) પણ એક્શનમાં આવ્યું છે અને ટેકનિકલ પાસાઓની ઊંડી તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Rahul Gandhi Lok Sabha Speech : લોકસભામાં ચીન મુદ્દે બબાલ, ડોકલામ પર સરકાર અને વિપક્ષ આમને-સામને


